Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાણપુર શહેરમાં આવેલી પાંજરાપોળમાં 40 દિવસમાં 250થી વધારે પશુઓના મોત

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ  બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલી પાંજરાપોળ કે જ્યાં 1500 જેટલા નાના મોટા પશુઓ આવેલા છે.ત્યારે હાલ ચોમાસુ હોઈ અને વરસાદ પડતો હોય જેને લઈ રાણપુર ના પાંજરાપોળ માં વરસાદ માં પાણી નો નિકાલ હોઈ જેને લઈ...
07:02 PM Jul 12, 2023 IST | Vishal Dave

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ 

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલી પાંજરાપોળ કે જ્યાં 1500 જેટલા નાના મોટા પશુઓ આવેલા છે.ત્યારે હાલ ચોમાસુ હોઈ અને વરસાદ પડતો હોય જેને લઈ રાણપુર ના પાંજરાપોળ માં વરસાદ માં પાણી નો નિકાલ હોઈ જેને લઈ પાણી ભરાય જવાના કારણે કાદવ કીચડ થઈ ગયેલ હોઈ જેને લઈ પશુઓને આ કાદવ કીચડ માં રહેવું પડતું હોય જેને લઈ પશુઓ ના મોત થયાની ઘટનાઓ સામે આવેલ છે.છેલ્લા 40 દિવસોમાં અહીંયા 250 થી વધારે નાના મોટા પશુઓના મોત થયાનું સામે આવ્યું છે.ત્યારે આટલા બધા પશુઓના મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે અને પશુ પ્રેમીઓ માં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે હાલ તો પાંજરાપોળ માં પાણી ન નિકાલ ની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જો પહેલા થી જ અહીંયા ધ્યાન આપવામાં આવ્યું હોત તો આટલા બધા પશુઓના મોત થયા ના હોત.

રાણપુર ગામના સરપચ દ્વારા જણાવેલ કે પાંજરાપોળ માં 500 પશુઓ ની કેપિસેટી હોઈ જેની સામે 1500 જેટલા પશુઓ છે .ગામ લોકો અને સરપચના કહેવાથી સંસ્થા પશુઓ લે છે તેમજ અમે અહીંયા ટીડીઓ સાથે વિઝીટ કરતા જોવા મળેલ કે પશુઓ પાણીમાં રહેતા હોઈ જેને લઈ રોગચાળો થયો હોય તેવું લાગી રહ્યું છે.તેમજ લોકો અહીંયા બીમાર,ઇજાગ્રસ્ત પશુઓ મૂકી જાય છે તેને લઈ પણ ઘટના બની શકે. વરસાદ સતત ધીમો પડ્યો અને કાદવ કીચડ થયેલ છે .અત્યાર સુધીમાં પહેલી વાર આટલા બધા પશુઓ ના મોત ની ઘટના બની છે.

રાણપુર પાંજરાપોળ ના ટ્રસ્ટી રાજુભાઈએ જણાવેલ કે 700 જેટલા પશુઓની કેપિસેટી છે એન્ડ 1500 થી વધારે પશુઓ છે અને અહીંયા ઈજાગ્રસ્ત અને બીમાર પશુઓ લોકો મુકવા આવતા હોય છે અને વરસાદ માં કારણે પાણી ભરાયા જેને કઈ કાદવ કીચડ થતા પશુઓના મોત થયા હશે અમે અહીંયા ડોકટર પણ બોલાવીએ છીએ સમય સર પશુઓ ની સારવાર પણ કરાવી છીએ

Tags :
40 daysAnimalsdiedPanjarapolRanpur
Next Article