Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sam Pitrodaનો બફાટ-કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ

Sam Pitroda નિવેદનથી કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે, જયરામ રમેશે કહ્યું- દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય નિવેદન છે.  સામ પિત્રોડા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સમાનતા દુર્ભાગ્યપૂર્ણ Sam Pitrodaનું  નિવેદન સામે આવતાની સાથે જ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસને બચાવવા પ્રયત્ન કરી રહી...
03:00 PM May 08, 2024 IST | Kanu Jani

Sam Pitroda નિવેદનથી કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે, જયરામ રમેશે કહ્યું- દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય નિવેદન છે. 

સામ પિત્રોડા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સમાનતા દુર્ભાગ્યપૂર્ણ

Sam Pitrodaનું  નિવેદન સામે આવતાની સાથે જ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસને બચાવવા પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'ભારતની વિવિધતાનું વર્ણન કરવા માટે સામ પિત્રોડા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સમાનતા દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે.

ભારતીયોની તુલના ચાઈનીઝ-આફ્રિકન સાથે કરવાના સેમ પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસ બેકફૂટ પર હોવાનું જણાય છે. આ જ કારણ છે કે Sam Pitrodaનું નિવેદન સામે આવતાની સાથે જ પાર્ટીએ Sam Pitrodaના નિવેદનથી દૂરી લીધી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'ભારતની વિવિધતાનું વર્ણન કરવા માટે સામ પિત્રોડા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સમાનતા દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓ સાથે સંપૂર્ણપણે અસંમત છે અને તેમને ટાળે છે.

મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે

શિવસેના યુબીટીના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પિત્રોડાના નિવેદન પર કહ્યું, 'હું તેમના નિવેદન સાથે સહમત નથી, પરંતુ શું તેઓ મેનિફેસ્ટો કમિટીના સભ્ય છે? શું તેઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે? શું તેઓ દેશમાં રહે છે? તેઓ વિદેશમાં રહે છે. તેમના મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. એક બાજુ રાષ્ટ્રીય મુદ્દાઓ છે અને બીજી બાજુ અમેરિકામાં સામ પિત્રોડાએ શું કહ્યું. અમે તેના વિશે કંઈ કરી શકતા નથી, ન તો તે કોઈ મુદ્દો છે, ન તો દેશ પિત્રોડાના નિવેદન પર પ્રતિક્રિયા આપવા માંગે છે.

આ પણ વાંચો- Ajmer : અજમેરની આ પ્રખ્યાત મસ્જિદ પર જૈન સંતનો દાવો, આ અમારું મંદિર છે… 

Next Article