Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિજય દિવસની ઉજવણીમાં રશિયાના મનસૂબા પર પાણી ફરી ગયું

રશિયા- યુક્રેન યુદ્ધનો આજે પંચોતેરમો દિવસ છે. આજે 9મી મે એટલે રશિયા માટે વિજય દિવસ. જર્મનીની નાઝી સેનાને રશિયાએ આજના દિવસે 77 વર્ષ પહેલાં ઘૂંટણિયે લાવી દીધી હતી. બીજા વિશ્વયુદ્ધના પચાસ વર્ષની ઉજવણી તત્કાલીન રશિયન રાષ્ટ્રપતિ બોરિસ યેલસ્તિને બહુ મોટા પાયે કરી હતી. એ બાદ 2008ની સાલથી રશિયાના વિજય દિવસની ઉજવણી એના શક્તિ પ્રદર્શનસમી બની રહે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લદિમીર પુતિનના મનસૂàª
વિજય દિવસની ઉજવણીમાં રશિયાના મનસૂબા પર પાણી ફરી ગયું
રશિયા- યુક્રેન યુદ્ધનો આજે પંચોતેરમો દિવસ છે. આજે 9મી મે એટલે રશિયા માટે વિજય દિવસ. જર્મનીની નાઝી સેનાને રશિયાએ આજના દિવસે 77 વર્ષ પહેલાં ઘૂંટણિયે લાવી દીધી હતી. બીજા વિશ્વયુદ્ધના પચાસ વર્ષની ઉજવણી તત્કાલીન રશિયન રાષ્ટ્રપતિ બોરિસ યેલસ્તિને બહુ મોટા પાયે કરી હતી. એ બાદ 2008ની સાલથી રશિયાના વિજય દિવસની ઉજવણી એના શક્તિ પ્રદર્શનસમી બની રહે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લદિમીર પુતિનના મનસૂબા તો એવા હતા કે, વિજય દિવસ ઉપર યુક્રેનમાં વિજય પતાકા લહેરાવીને જાહેરાત કરવી. યુક્રેન ઉપર રશિયાની ચઢાઈ આજે એવા તબક્કે પહોંચી ગઈ છે કે, ન તો યુક્રેન વિજયની જાહેરાત કરી શકે એમ છે કે ન તો રશિયા એમ કહી શકે કે અમે જીતી ગયા. આખી દુનિયામાં રશિયા સહિત કોઈને એવી કલ્પના સુદ્ધાં નહોતી કે આ યુદ્ધ આટલું લાંબું ખેંચાશે. કોઈને અંદાજ ન હતો કે, યુક્રેનવાસીઓ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર જેલેન્સ્કી આટલા બળૂકા નીકળશે. નાટોએ તો ત્યાં સુધી કહ્યું કે, આ યુદ્ધ એક વર્ષ સુધી ચાલી શકે એમ છે.  
રશિયાના વિજય દિવસની પૂર્વ સંઘ્યાએ મધર્સ ડેના અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડન યુક્રેન પહોંચી ગયા. યુક્રેનના ફર્સ્ટ લેડી ઓલેના જેલેન્સ્કી સાથે તેમણે પશ્ચિમ યુક્રેનના ઉજ્હોરોડની એક સ્કૂલમાં મુલાકાત કરી. આ સ્કૂલમાં સેંક્ડો યુક્રેનવાસીઓએ શરણ લીધું  છે. ગઈકાલે જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ યુદ્ધથી ખુવાર થયેલા યુક્રેનના ઈરપિન શહેરની મુલાકાત લીધી. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેન, અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન,  સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવ એન્ટોનિયો ગુટરેસથી માંડીને અનેક રાજનેતાઓ યુક્રેનની મુલાકાતે જઈ આવ્યા છે. અમેરિકાએ શસ્ત્રો મોકલ્યા, યુક્રેનને અનેક દેશોનો સાથ મળ્યો તેમ છતાં અઢી મહિને પણ આ યુદ્ધનો અંત નથી આવ્યો.  
આખી દુનિયાના અનેક દેશો રશિયા ઉપર દબાણ વધારી રહ્યા છે. 2600થી વધારે પ્રતિબંધો અમેરિકાએ રશિયા ઉપર લાદી દીધા છે. જી-7ના દેશોએ નક્કી કર્યું છે કે, રશિયાથી મળતો ઓઈલ અને ગેસનો સપ્લાય બંધ કરવો. જી-7ના દેશો અમેરિકા, યુરોપિયન યુનિયન, જર્મની, ઈટાલી, કેનેડા, જાપાન, ફ્રાન્સ આ દેશોના ગ્રૂપે ચોખ્ખું કહ્યું કે, જી-7 નો ઉદ્દેશ દુનિયામાં યુદ્ધની પરિસ્થિતિ ન આવે એનો છે. રશિયાનું વધુ પડતું આક્રમક વલણ જ એને મોંઘુ પડવાનું છે. રશિયાએ આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કર્યો છે. આથી જ પ્રતિબંધો મૂકવા જરુરી છે. આ પ્રતિબંધોના કારણે રશિયાની આર્થિક વ્યવસ્થા પર મોટો ફરક પડી શકે એમ છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે 33 રશિયન નાગરિકો, બાવીસ અલગ અલગ રશિયન કંપનીઓ, 69 રશિયન શીપ માથે અમેરિકામાં પ્રવેશ અંગે પ્રતિબંધ મૂકી દીધા છે. રશિયન સરકારનો જેમના પર પ્રભાવછે એવી ચેનલ વન રશિયા, રોશિયા વન અને એનટીવીના અમેરિકામાં પ્રસારણ પર પણ અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. રશિયા સાથે કોઈ દેશે વ્યાપારિક વ્યવહાર ન કરવો, રશિયાની મુખ્ય બેંકોના આંતરાષ્ટ્રીય વ્યવહારો પર પણ અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. વિજય દિવસની ઉજવણીના બે દિવસ પહેલા જ બ્રિટને યુક્રેનને 287 મોબાઈલ જનરેટર આપાવનું કહ્યું છે. આ અગાઉ પણ બ્રિટને 569 મોબાઈલ જનરેટર યુક્રેનને આપ્યા છે. તેનાથી હૉસ્પિટલ, ઘરો અને શરણાર્થીઓના કેમ્પમાં લોકોને વીજળી મળી રહે છે.  રશિયાને ચારેય બાજુથી ભીંસમાં લેવાનો પ્રયાસ દુનિયાના શક્તિશાળી દેશો કરી રહ્યા છે.  
આ બધાંથી ઉપર આજે રશિયાના મોસ્કો શહેરના રેડ સ્ક્વેરમાં જોરશોરથી વિજય દિવસની ઉજવણી થવાની છે. આજના દિવસનો મોસ્કોનો નજારો જ કંઈ ઓર છે. 69 વર્ષના પુતિન વિશે ભાતભાતની વાતો બહાર આવે છે. એમની તબિયત વિશેના સમાચારો ખળભળાવી નાખે તેવા છે. તેમ છતાં તેમનો લડાયક મિજાજ અને બોડી લેંગ્વેજ કંઈક જુદું જ કહેતી હોય છે. જર્મનીની નાઝી સેના ઉપરના વિજયને વિક્ટરી ડે તરીકે રશિયામાં ઉજવવામાં આવે છે. રશિયા માટે આ વખતનો વિજય દિવસ જરા જુદો છે. રશિયન સેનાના 39 કર્નલે યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવ્યો છે. હજુ સેંકડો સૈનિકો યુક્રેનમાં જંગ લડી રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધના શહીદોની સાથોસાથ યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારજનો પણ આ વિજય દિવસની રેલીમાં પોતાના માર્યા ગયેલા સ્વજનની તસવીરો સાથે જોડાયા. રશિયામાં આજના દિવસે જાહેર રજા હોય છે. મોસ્કોના રેડ સ્ક્વેરમાં લેનિનની કબર પાસે લોકો એકઠા થતાં હોય છે.  
દર વર્ષની જેમ આજે પણ પુતિન રશિયાને સંબોધન કરશે. દુનિયાના દેશોની નજર વ્લાદિમીર પુતિનના સંબોધન ઉપર છે કે, આજે પુતિન કોઈ ખાસ જાહેરાત કરશે કે કેમ? યુક્રેનના જીતેલા વિસ્તાર વિશે વાત કરીને તેના ઉપર પોતાનો કબજો જાહેર કરી શકે છે. રશિયન સેનાએ ઘણાં સૈનિકોના જીવ ગુમાવ્યા છે. સેનાને મજબૂત કરવા માટે પુતિન વધુ સૈનિકોની ભરતીની ઘોષણા કરી શકે. યુક્રેન ઉપર પરમાણુ હુમલાનું અલ્ટીમેટમ પણ આપી શકે. રશિયાના વિજય દિવસની આ વખતની ફલાય પાસ્ટ પરેડમાં 11000 સૈનિકો, 131 આર્મીના વાહનો, લેટેસ્ટ રોકેટ લોન્ચર, 77 ફાયટર વિમાનની સાથે ડૂમ્સ ડે પ્લેન પણ આકાશમાં દેખાશે. રશિયાની નવી ટેંક ટી-80 બીવીએમ, એન્ટી એર ક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ પંતશીર એસ-1 પણ સામેલ હશે એવી વાત છે. રશિયા યુક્રેનના યુદ્ધમાં રશિયાએ ઝેડ અક્ષરને પ્રતીક બનાવ્યું છે. રશિયાના પીટસબર્ગ, મોસ્કો જેવા શહેરોમાં દુકાનો ઉપર જાહેર સ્થળોએ આ ઝેડની પ્રતિકૃતિ ઉડીને આંખે વળગે તેવી છે. આકાશી નજારામાં પણ ઝેડ આકાર પરેડ જોવા આવતા લોકોને જોવા મળશે. ઝેડ વિશે રશિયાએ ફોડ પાડીને કંઈ કહ્યું નથી પણ જાણકારોના મતે ઝેડને વિક્ટરીનો સિમ્બોલ ગણવામાં આવે છે. રશિયામાં આજકાલ સામાન્ય લોકો પણ ઝેડ લખેલા ટી શર્ટ અને લોગો બનાવડાવવા માંડ્યા છે.  બે વર્ષ પહેલા રશિયન વિજય દિવસના મુખ્ય મહેમાન ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ હતા. આ વર્ષે રશિયા-યુક્રેન યુદ્ધની પરિસ્થિતિ હોવાથી કોઈ દેશના વડા મુખ્ય મહેમાન તરીકે જોવા નહીં મળે.   
સંરક્ષણ મામલાના જાણકાર લોકોના મતે રશિયા પોતાની તાકાત બતાવવાના એક પણ મોકો જતો નહીં કરે. પશ્ચિમના દેશો જેટલા આક્રમક થઈને પ્રતિબંધો લાદે છે એનાથી ભૂરાયા થયેલા પુતિન પોતાના દેશની તાકાત બતાવવામાં જરા પણ પાછી પાની કરવાના મૂડમાં નથી.
Advertisement
Tags :
Advertisement

.