ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એશિયામાં ચોખાના ભાવ વધીને 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા

ભારત સરકાર દ્વારા ચોખાની નિકાસ પર પ્રતિબંધના કારણે વિશ્વના ઘણા દેશોમાં ચોખાના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ભારતે પ્રતિબંધનો દાયરો વધુ વિસ્તૃત કર્યો છે  ગયા અઠવાડિયે, ભારતે ચોખા પરના પ્રતિબંધનો દાયરો વધુ વિસ્તૃત કર્યો. આના કારણે એશિયામાં ચોખાના ભાવ વધીને...
10:22 AM Sep 04, 2023 IST | Vishal Dave
ભારત સરકાર દ્વારા ચોખાની નિકાસ પર પ્રતિબંધના કારણે વિશ્વના ઘણા દેશોમાં ચોખાના ભાવમાં તીવ્ર વધારો થયો છે.
ભારતે પ્રતિબંધનો દાયરો વધુ વિસ્તૃત કર્યો છે 
ગયા અઠવાડિયે, ભારતે ચોખા પરના પ્રતિબંધનો દાયરો વધુ વિસ્તૃત કર્યો. આના કારણે એશિયામાં ચોખાના ભાવ વધીને 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. નોંધનીય છે કે ચોખા સહિત અન્ય કેટલાક અનાજ પર પ્રતિબંધ 20 જુલાઈથી શરૂ થયો હતો.
થાઇલેન્ડ અને વિયેતનામ પણ જો નિયંત્રણો લાદશે તો પરિસ્થિતિ વધુ કપરી બનશે 
ભારત વિશ્વમાં ચોખાના સૌથી મોટા નિકાસકારોમાંનો એક છે. આ પછી આવે છે થાઈલેન્ડ અને વિયેતનામ જેવા દેશો. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ પીટર ટિમરે જણાવ્યું હતું કે ચોખાના ભાવમાં વધારો થવાથી ગરીબ ગ્રાહકોને સૌથી તકલીફ ઉભી થાય છે . અત્યારે સૌથી મોટી ચિંતા એ છે કે જો થાઈલેન્ડ અને વિયેતનામ પણ ભારતની જેમ નિયંત્રણો લાદશે તો  વિશ્વભરમાં ચોખાની કિંમત $1000ને વટાવી જશે.
વૈશ્વિક બજારમાં ચોખાની પ્રમાણભૂત કિંમત હાલમાં પ્રતિ ટન $646
વરસાદના અભાવે ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. ભારતે કેટલીક જાતના ચોખાની નિકાસ પરની ડ્યુટી વધારી દીધી છે, તો કેટલાક પર  સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. વૈશ્વિક બજારમાં ચોખાની પ્રમાણભૂત કિંમત હાલમાં પ્રતિ ટન $646 છે અને ઓછા વરસાદને કારણે ચોખાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. થાઈલેન્ડે આ વખતે દુષ્કાળની ચેતવણી આપી છે, જેના કારણે ચોખાના ભાવ વધવાની દહેશત વધી ગઈ છે. હાલમાં ચીનમાં પાક સારો છે અને વિશ્વને અહીંથી રાહત મળી શકે છે.
Tags :
asiaExportsIndiarestrictionsriceRice pricessky rocketed
Next Article