Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rhythm arranger -તબલાં ક્યારેય ગાય? હા, વાદક મારુતિરાવ હોય તો !!

Rhythm arranger  એટલે શુ?મ્યુજીક કમ્પોઝર એટલે શુ?  આ ભેદ મોટાભાગે આપણે આ ભેદ જાણતા નથી. કોઈ પણ ફિલ્મી ગીત પાછળ આ ત્રણે ય નો મોટો ફાળો હોય છે. એ ચર્ચા ખૂબ લાંબી થઈ જાય. આપણે મમથી કામ રાખીએ. ટપટપ ગણવા...
11:30 AM Jun 29, 2024 IST | Kanu Jani

Rhythm arranger  એટલે શુ?મ્યુજીક કમ્પોઝર એટલે શુ? 

આ ભેદ મોટાભાગે આપણે આ ભેદ જાણતા નથી. કોઈ પણ ફિલ્મી ગીત પાછળ આ ત્રણે ય નો મોટો ફાળો હોય છે. એ ચર્ચા ખૂબ લાંબી થઈ જાય.

આપણે મમથી કામ રાખીએ. ટપટપ ગણવા શીદ બેસવું ? 

ચાલો જે ગીત સંભળતાં ભલભલા તાલ આપવા માંડે એવી સુપર રિધમની.

તબલાં ક્યારેય ગાય? ....તો સાંભળો આ ગીતો..

પૂછો ના કૈસે મૈને રૈન બિતાઈ...

પિયા તો સે નૈના લાગે રે...

હોઠોં પે ઐસી બાત મૈ દબાકે ચાલી આઈ..

સુન મેરે બંધુ રે... આ બધાં આઇકોનીક સોન્ગ્સ

કોંકણના રત્નાગીરીથી એક તબલચી મુંબઈ આવ્યો...રીધમ એના આંગળામાં..તબલા પર એની આંગળીયો ગજબની થીરકે.

મુંબઇ આવી એ મરાઠી ફિલ્મોના સંગીતકાર વસંત પ્રભુજીને મળ્યો.એમની ઘણી ફિલ્મ્સમાં રીધમ આપી..એ હતા-મારૂતીરાવ કૈરી. તબલાં સિવાય બીજા તાલવાધ્યો પર એમણે હાથ અજમાવ્યો પણ તબલાં પર હાથ બેસી ગયો. એના કરતાં એમ કહી શકીએ કે આ તાલવાદ્યોને યોગ્ય વાદક મળ્યો.મારુતિરાવ એસ.ડી.બર્મનને મળ્યા એ ઘડીથી hindi ફિલ્મ સંગીતમાં રીધમનો એક નવો યુગ શરૂ થયો.

-ઘર આજા પરદેસી બદરા સાવરિયા...જેવાં ગીતો મારુતિરાવની રિધમમાંથી  નીપજવા માંડ્યા.

પોલીરીધમના પ્રદાતા મારુતિરાવ

ફિલ્મ સંગીતમાં પોલીરીધમના પ્રદાતા મારુતિરાવ. એક રીધમ સાથે બીજી રીધમ ભળે એમાં ત્રીજી રીધમ મળે અને જે સંયોજન મળે એ પોલીરીધમ. માત્ર રીધમ માટે એવા એવા આઈડિયા કે કોઈ વિચારી ય ન શકે.. એ બહુ મોટી વાત.

બર્મનદાના એક ગીતમાં કૈરીએ થુમ્બાનો બખૂબી ઉપયોગ કર્યો.-સુન મેરે બંધુ રે સુન મેરે મિતવા ..ગીત સાંભળો. માત્ર ફ્લ્યુટ અને થુમ્બાનો ટરરર ટરરર અવાજ જ. વાહ!!! શું સંયોજન છે!!!

Rhythm arranger મારુતિરાવ સચિનદેવ બર્મન કે પંચમ જેવા લીજેન્ડરી સંગીતકારો માટે  અનિવાર્ય હતા...

....હોઠોં પે ઐસી બાત મૈ દબા કે ચાલી આઈ...  ગીતની રિધમ યાદ કરો. એકલાં તબલાં નથી પર્કરેશન પણ છે.

 ફિલ્મ ગાઇડનું ગીત-કાંટો સે ખીન્ચ કે એ આંચલ માં ગીતમાં આજ ફિર જીને કી તમન્ના હૈ વખતે જે ખૂબીથી રીધમ બદલાય છે એ નોંધો.. વાહ બોલી જવાશે.

બોલીવુડમાં રીધમ એરેન્જરને એક સ્થાન મળ્યું.

દત્તારામએ તો રિધમમાં ઘોડાગાડીના ખખડાટને રિધમમાં ઢાળી.’માંગ કે સાથ તુમ્હારા માંગ લિયા સંસાર.. જેવાં ગીતો એ નવી જ ટ્રેડિશન સ્થાપી. આજે ય દત્તારામ ઠેકા પ્રચલિત છે.

નવા કે જુનાં જે જે ફિલ્મી ગીતો આપણને ગમે છે એમાં રિધમ એરેન્જર અને ઓરકેસ્ટરેશેશનનો સિંહ ફાળો છે. આજની પેઢીમાં એ. આર.રહેમાન રિધામનો રાજા છે.

આ પણ વાંચો- Lata Mangeshkar-જીવનમાં કોઈ પણ પડકાર ઝીલી શકાય 

Next Article