કચ્છની પાંચ નગરપાલિકાઓમાં નવા હોદેદારોની વરણી, જાણો કોણ બન્યું કચ્છની 3 મુખ્ય નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખ
આજે કચ્છની પાંચ નગરપાલિકામાં નવા હોદેદારોની વરણી કરાઇ હતી જે પૈકી ત્રણ નગરપાલિકાઓમાં આજે નવા પ્રમુખોની વરણી કરાઈ હતી. ભૂજ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે રશ્મિબેન સોલંકી, જ્યારે ઉપપ્રમુખ તરીકે ઘનસ્યામ સી ઠક્કરની વરણી કરવામાં આવી છે.કારોબારી ચેરમેનપદે મહીદીપસિંહ જાડેજા અને શાસક પક્ષના નેતા તરીકે કમલ ગઢવીની વરણી કરાઈ છે
બીજી તરફ મુન્દ્રા નગરપાલિકાના નગરપતિ તરીકે રચનાબેન પ્રણવભાઈ જોશીની વરણી કરાઈ છે અને નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જીતુભાઇ માલમને નિયુક્ત કરાયા છે.. કારોબારી ચેરમેન તરીકે ,ભોજરાજ ગઢવી અને સત્તાપક્ષના નેતા તરીકે ધમભા ઝાલાની વરણી કરાઈ છે
જ્યારે અંજાર નગર પાલિકાના નવા નગરપતિ તરીકે વૈભવ કોડરાણીની વરણી કરાઈ છે, ઉપપ્રમુખ તરીકે શિલ્પાબેન કિંજલભાઈ બુધ્ધભટ્ટીની નિયુક્તિ થઇ છે.. કારોબારી ચેરમેન તરીકે પાર્થ કે. સોરઠીયાની વરણી કરાઈ છે. શાસક પક્ષના નેતા તરીકે નિલેષ ગોસ્વામીની વરણી કરવામાં આવી છે