Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'રામાયણ'સિરિયલના નિર્માતા રામાનંદ સાગરની આજે પૂણ્યતિથી

નસીબની નલિહારી જૂઓ-'રામાયણ'ના સર્જક રામાનંદ સાગર એક સમયે ટ્રક ક્લીનર તરીકે કામ કરતા હતા, 29 ડિસેમ્બર 1917ના રોજ પાકિસ્તાનમાં જન્મેલા, આખી દુનિયા આજે પણ રામાનંદ સાગરનો રામાયણનો તે યુગ બતાવવા માટે આભાર માને છે જેની તેઓ તેમના વિના ભાગ્યે જ...
 રામાયણ સિરિયલના નિર્માતા રામાનંદ સાગરની આજે પૂણ્યતિથી

નસીબની નલિહારી જૂઓ-'રામાયણ'ના સર્જક રામાનંદ સાગર એક સમયે ટ્રક ક્લીનર તરીકે કામ કરતા હતા,

Advertisement

29 ડિસેમ્બર 1917ના રોજ પાકિસ્તાનમાં જન્મેલા, આખી દુનિયા આજે પણ રામાનંદ સાગરનો રામાયણનો તે યુગ બતાવવા માટે આભાર માને છે જેની તેઓ તેમના વિના ભાગ્યે જ કલ્પના કરી શકે. તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, તેમણે મૂંગી ફિલ્મ રાઈડર્સ ઓફ ધ ડેડમાં ક્લેપર બોય તરીકે કામ કર્યું હતું.

પૌરાણિક શોમાં રામાનંદ સાગરની 'રામાયણ' સિરિયલની લોકપ્રિયતાને હજી સુધી કોઈ ટીવી સિરિયલ મેળવી શકિનથી. વર્ષો પછી આ સિરિયલનું પુન:પ્રસારણ પણ TRPનો વિક્રમ સર્જી ગયું.

Advertisement

ભગવાન રામની વાર્તા એટલી જીવંત રીતે સ્ક્રીન પર બતાવવામાં આવી હતી કે આજે પણ લોકો આ સીરિયલના પાત્રોને ભગવાન રામ અને માતા સીતા તરીકે પૂજે છે.

રામાનંદ સાગરની પ્રતિભાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ દિગ્દર્શક હોવા ઉપરાંત સારા લેખક, સ્ક્રિપ્ટ રાઈટર, ડાયલોગ રાઈટર અને પ્રોડ્યુસર પણ હતા.રાજકપુરની લોકપ્રિય ફિલ્મ ‘બરસાત’ રામાનંદ સગરે લખી હતી.

Advertisement

રામાનંદ સાગરનું 12 ડિસેમ્બર, 2005ના રોજ અવસાન થયું હતું. અમે તેમની પુણ્યતિથિ પર તેમની સાથે જોડાયેલી બાબતો જાણીશું.

રામાનંદ સાચું નામ નહોતું

રામાનંદ સાગરનો જન્મ 29 ડિસેમ્બર, 1917ના રોજ લાહોર, પાકિસ્તાનમાં થયો હતો. તેનું સાચું નામ ચંદ્રમૌલી ચોપરા હતું. રામાનંદ નામ તેમને તેમના દાદીમાએ આપ્યું હતું.

પટાવાળા તરીકે કામ કરી ગુજરાન ચલાવ્યું

ભાગલા પછી રામાનંદ સાગરનો પરિવાર ભારત આવ્યો. જો કે, તેમના પરિવારની આર્થિક સ્થિતિ તે સમય પ્રમાણે સારી ન હતી.પાકિસ્તાનથી પહેરેલા કપડે આવેલા.રામાનંદે પરિવારને મદદ કરવા નાની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એમણે ટ્રક ક્લીનર અને પટાવાળા તરીકે કામ કરેલું.

નસીબ મુંબઈમાં ચમક્યું

થોડા સમય પછી, રામાનંદ સાગર મુંબઈ આવ્યા અને અહીં આવ્યા પછી તેમણે લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. તે વાર્તાઓ અને પટકથા લખતા. ટૂંક સમયમાં જ રામાનંદે સફળતાની સીડીઓ ચડવાની શરૂઆત કરી. 1950માં તેમણે સાગર આર્ટ કોર્પોરેશન પ્રોડક્શન કંપની શરૂ કરી.

કર્ફ્યુ જેવું વાતાવરણ હતું

આ પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ 25 જાન્યુઆરી, 1987ના રોજ રામાયણ શો શરૂ થયો હતો. આ સિરિયલ જુલાઈ 1988 સુધી ચાલી હતી. તે સમયે, આ શો દૂરદર્શન પર 45 મિનિટ માટે પ્રસારિત કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય શ્રેણીઓને 30 મિનિટનો સ્લોટ મળતો હતો.

જ્યારે રામાનંદ સાગરની રામાયણ ટેલિકાસ્ટ થતી હતી, ત્યારે રસ્તાઓ પર કર્ફ્યુ જેવું વાતાવરણ હતું. આજના જમાનામાં આની કલ્પના પણ કરી શકાતી નથી. રામ અને સીતાના રોલમાં અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાને આજે પણ યાદ કરવામાં આવે છે. રામાનંદ સાગરની રામાયણનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ જોવાયેલી પૌરાણિક સિરિયલ તરીકે સામેલ છે.

ફિલ્મમેકર બન્યા પછી પણ નામ કમાયા

રામાનંદ સાગરે મુંબઈ આવ્યા બાદ ઘણો સંઘર્ષ કર્યો હતો. 'રામાયણ'ની સિદ્ધિ પહેલાના શરૂઆતના દિવસોમાં, તેણે પૃથ્વી થિયેટરમાં પૃથ્વીરાજ કપૂર સાથે સહાયક સ્ટેજ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને કપૂરના માર્ગદર્શન હેઠળ થિયેટર માટે કેટલાક નાટકોનું નિર્દેશન પણ કર્યું. તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, તેમણે મૂંગી ફિલ્મ ‘રાઈડર્સ ઓફ ધ ડેડ’માં ક્લેપર બોય તરીકે કામ કર્યું હતું.

રાજ કપૂરની હિટ ફિલ્મ 'બરસાત'ની વાર્તા રામાનંદ સાગરે લખી હતી. આ પછી, 1950 માં, તેમણે સાગર ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ ઉર્ફે સાગર આર્ટ્સ નામથી ફિલ્મ અને ટેલિવિઝન માટે એક કંપની શરૂ કરી. તેણે ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ધર્મેન્દ્ર અને માલા સિન્હા અભિનીત 'આંખે' તેમના દિગ્દર્શિત સાહસ છે, જે બ્લોકબસ્ટર હિટ હતી. આ માટે તેમને શ્રેષ્ઠ નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

Advertisement

.