Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સારવાર, સેવા, સમર્પણનો પર્યાય બનતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

મગજમાં સોજા સાથે ગંભીર સ્થિતિમાં દાખલ થયેલી ૩ વર્ષીય દીકરી રિવાને ફરીથી હસતી રમતી કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ નાના કામદારથી લઈને તજજ્ઞ તબીબોએ છેલ્લા ૩ મહિનાથી સતત અમારી પડખે ઉભા રહીને અમારી દીકરીને નવજીવન બક્ષ્યું છે -  માતા ભાવિકાબેન બારડ...
સારવાર  સેવા  સમર્પણનો પર્યાય બનતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

મગજમાં સોજા સાથે ગંભીર સ્થિતિમાં દાખલ થયેલી ૩ વર્ષીય દીકરી રિવાને ફરીથી હસતી રમતી કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

Advertisement

નાના કામદારથી લઈને તજજ્ઞ તબીબોએ છેલ્લા ૩ મહિનાથી સતત અમારી પડખે ઉભા રહીને અમારી દીકરીને નવજીવન બક્ષ્યું છે -  માતા ભાવિકાબેન બારડ

આયુષ્માન કાર્ડ” હેઠળ ૫ થી ૬ લાખના ખર્ચને બદલે નિ:શુલ્ક સારવાર મળતા રાજ્ય સરકારનો આભાર વ્યકત કરતા માતા - પિતા

Advertisement

માત્ર વાતો નહી પરંતુ પરિણામલક્ષી કામગીરી કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દરેક ક્ષેત્રમાં અસરકારક કામગીરી કરી રહી છે. શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ અને આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં જનહિત માટે અમલી સરકારની કલ્યાણકારી યોજનાઓના ફલશ્રૃતિના કિસ્સાઓ રાજ્યના દરેક ખુણે સાંભળવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય ક્ષેત્રે સુરક્ષા કવચ પુરૂં પાડતી કલ્યાણકારી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો હદયસ્પર્શી કિસ્સો રાજકોટ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં બન્યો છે.

 વાત છે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના સુંદરપરા ગામમાં રહેતા અને ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા દિલાવરભાઈ બારડની ત્રણ વર્ષીય દીકરી રિવા બારડની. ખાનગી હોસ્પિટલમાંથી રીફર કરાયેલ અને ઓટોઈમ્યુન એન્સેફેટેલાઈટીઝ એટલે કે મગજમાં સોજાની બીમારીથી પીડિત રિવાને ૧૫ સપ્ટેમ્બરના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ચિંતાજનક અવસ્થામાં દાખલ થયેલી રિવાની “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” હેઠળ સારવાર છેલ્લા ૩ મહિનાથી નિ:શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે.

Advertisement

રિવાની સારવાર અંગે વિગતવાર માહિતી આપતાં બાળનિષ્ણાંત ડો.પંકજ બુચે જણાવ્યું હતું કે, રિવા ત્રણ મહિના પહેલા કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના પીડિયાટ્રીક ઈન્સેટીવ કેર યુનિટમાં દાખલ થઈ હતી. ત્યારે ગંભીર અને બેભાન સ્થિતિમાં હતી. બાળકની સારવાર કરતા તેને ઓટોઈમ્યુન એનસેફેલાઈટીઝ બિમારી એટલે કે મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. જેમાં પેરાલિસિસ, શ્વાસ લેવામાં તકલીફ, મગજમાં સોજો અને ખેંચ આવી શકે છે. રિવાને અંદાજે એક થી દોઢ મહિના સુધી ઈન્સેટિવ કેરમાં સારવાર આપવામાં આવી હતી. જે દરમિયાન સાયટોટોકસીક, ઈમ્યુનોગ્લોબલીના ઇન્જેક્શન, સ્ટીરોઈડના હેવી ડોઝ અને એન્ટીકન્ઝર્વેન્ટથી સારવાર આપવામાં આવી છે. બે થી ત્રણ વખત MIR, EAG અને અન્ય વધારાની તપાસ કરાઈ હતી. આમ બે થી ત્રણ મહિનામાં રિવાની તબિયતમાં સુધારો થયો અને આજે તે બોલી-ચાલી શકે છે અને વસ્તુઓ પણ ઉપાડી શકે છે.

 ત્રણ મહિનાની સઘન સારવાર પછી લાડકવાયી દીકરી રિવાના સુધરેલા સ્વાસ્થ્યને જોઈને રાહતનો શ્વાસ લેતા તેના પિતાશ્રી દિલાવરભાઈએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સારવાર દરમિયાન ખબર પડી કે અહીં “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” હેઠળ મળેલી નિ:શુલ્ક સારવાર ખાનગી હોસ્પિટલમાં પાંચ થી છ લાખ રૂપિયામાં થાત. મારી દીકરીને અપાતા એક ઈન્જેકશનની કિંમત આશરે ૧૫ થી ૧૮ હજારની થાય છે. ત્યારે મારા જેવા સામાન્ય પરિવારમાંથી આવતા માણસ માટે ૫ થી ૬ લાખ રૂપિયા બહુ મોટી રકમ છે. નિરાધારનો આધાર બનતી સરકારનો આભાર કે આયુષ્માન ભારત કાર્ડને કારણે આજે એક પણ રૂપિયાના ખર્ચે વિના મારી દિકરીની સારવાર કરી શક્યો છું.

 માતા ભાવિકાબહેનએ હોસ્પિટલના સ્ટાફની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જ્યારે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યા નહોતા એ પહેલા થતું હતું કે સરકારી દવાખાનું છે તો સારવાર સારી મળશે કે નહીં ? પરંતુ અહીં આવ્યા પછી અમને ખબર પડી કે દર્દીઓની સારામાં સારી સારવાર સિવિલ હોસ્પિટલમાં થાય છે. નાના સફાઈ કામદારથી લઈને મોટા તબીબી અઘિકારીઓ છેલ્લા 3 મહિનાથી સતત અમારી પડખે ઊભા છે. સ્વાભાવિક છે કે માતા પિતા તેના સંતાન માટે ચિંતિત હોય પરંતુ ડૉ. પંકજ બુચ અને તેના સમગ્ર સ્ટાફે અમારી દીકરીની ચિંતા કરીને પૂરી નિષ્ઠાથી સારવાર કરી છે. અમને સમયાંતરે હિંમત અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. દરેક બાળ દર્દીનું એટલું જ ધ્યાન રાખીને અહીં સારવાર કરતા મે ડોકટરોને જોયા છે. દર્દી માટે ડોક્ટરના સ્નેહ અને મહેનતના સમન્વયે અમને અનુભવ કરાવ્યો કે, ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી ઉત્તમ સારવાર સરકારી હોસ્પિટલમાં આપવામાં આવે છે. એ કહેવામાં કોઈ ખોટું નથી કે સરકાર તો આર્થિક રીતે મદદ કરી રહી છે પરંતુ સરકારની આ યોજનાને તબીબો સાચા અર્થમાં સફળ કરી રહ્યા છે.

સારવાર, સેવા, સમર્પણનો પર્યાય બનીને રાજકોટ સિવિલ હોસ્પિટલ રિવાની જેમ અનેક દર્દીઓને નવજીવન બક્ષીને નાગરીકોના જીવનમાં ખુશીઓનો પ્રકાશ ફેલાવી રહી છે.

આ પણ વાંચો : Dahod : DDO એ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો 

Tags :
Advertisement

.