Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJESH KHANNA અને ગાયક કિશોર કુમાર એટલે ફિલ્મ હિટની ખાતરી

RAJESH KHANNA અને બોલિવૂડ ગાયક કિશોર કુમારની જોડી પડદા પર આવી ત્યારે દર્શકોએ તેમના પર પૂરા દિલથી પ્રેમ વરસાવ્યો. જે જે ફિલ્મોમાં આ જોડી બની,તે બધી હિટ રહી. એક સમય હતો જ્યારે કિશોર કુમારે રાજેશ ખન્ના માટે ગાયુ ત્યારે જાદુ...
rajesh khanna અને ગાયક કિશોર કુમાર એટલે ફિલ્મ હિટની ખાતરી

RAJESH KHANNA અને બોલિવૂડ ગાયક કિશોર કુમારની જોડી પડદા પર આવી ત્યારે દર્શકોએ તેમના પર પૂરા દિલથી પ્રેમ વરસાવ્યો. જે જે ફિલ્મોમાં આ જોડી બની,તે બધી હિટ રહી. એક સમય હતો જ્યારે કિશોર કુમારે રાજેશ ખન્ના માટે ગાયુ ત્યારે જાદુ સર્જાયો. બબ્બે દશક માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર આ જોડીએ રાજ કર્યું હતું. કિશોર કુમારનું સ્ટેટસ ક્યારેય રાજેશ ખન્નાથી ઓછું નહોતું. તેમની મિત્રતા બોલિવૂડમાં ખૂબ જ પ્રખ્યાત છે.

Advertisement

કેટલાક મુકેશ અને રાજ કપૂરને પસંદ કરે છે. પણ એમ તો કિશોર કુમાર અને રાજેશ ખન્ના શ્રેષ્ઠ અભિનેતા-ગાયકનું સંયોજન હતું. અલબત્ત, કિશોરકુમારે  દેવ આનંદ સાથે પણ અદ્ભુત રીતે વાઇબ કર્યું હતું. પરંતુ  સમય આવ્યે રાજેશ ખન્નાએ જ  કિશોરકુમારની કારકિર્દીમાં 'ગજબનું પરિમાણ ઉમેર્યું હતું. 

રાજેશ ખન્ના માટે કિશોર કુમારના ગીતો જે તમે સાંભળ્યા નથી

રાજેશ ખન્ના માટે કિશોર કુમારના ગીતો જે તમે સાંભળ્યા નથી

Advertisement

કિશોરકુમારે ‘રૂપ તેરા મસ્તાના’ અને ‘મેરે સપનોં કી રાની’ ગાયા પછી પાછળ વળીને જોયું નથી. આરાધનાના બે વર્ષ પહેલા મોહમ્મદ રફીએ હીરો શશી કપૂર માટે ગાયું હતું જ્યારે કિશોરે પ્યાર કા મૌસમમાં હીરોના પિતા ભારત ભૂષણ માટે ગાયું હતું.

રાજેશખના અને કિશોરકુમારની કોમ્બોએ અત્યાર સુધીના સૌથી અવિનાશી પ્રેમ ગીતો આપ્યા: 'યે શામ મસ્તાની' (કટી પતંગ), 'ચિંગારી કોઈ ભડકે' (અમર પ્રેમ), 'ઓહ મેરે દિલ કે ચેન' (મેરે જીવન સાથી), ' ઝિંદગી એક સફર હૈ સુહાના' (અંદાઝ), 'જીવન સે ભરી તેરી આંખે' (સફર), 'ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈં જો મુકામ' (આપ કી કસમ)… યાદી અનંત છે.

Advertisement

એવું કહેવાય છે કે RAJESH KHANNAના જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેઓ પોતાની ફિલ્મોમાં માત્ર કિશોર કુમાર પાસે જ ગીતો ગવડાવવાનો આગ્રહ રાખતા.. તે કોઈ પણ કિંમતે બીજા ગાયકને પોતાનો અવાજ બનાવવા માંગતા ન હતા. પરંતુ એકવાર કિશોર કુમારે રાજેશ ખન્નાની ફિલ્મમાં ગીત ગાવાની ના પાડી દીધી. પરંતુ રાજેશ ખન્ના મક્કમ હતા અને કહ્યું કે તેઓ તેમની ફિલ્મમાં ગાશે તો કિશોરકુમાર જ ગાશે.

કિશોરકુમારે રાજેશખન્ના માટ એક ગીત ગાવાની ના પાડી 

જ્યારે 70ના દાયકાની બ્લોકબસ્ટર ફિલ્મ 'દુશ્મન'  7 જાન્યુઆરી 1972ના રોજ સ્ક્રીન પર રિલીઝ થવાની હતી. લગભગ 52 વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. જ્યારે ફિલ્મ રીલિઝ થઈ ત્યારે કિશોર કુમારે એ જ ગીત ગાવાની ના પાડી દીધી જે ગીત લોકપ્રિય બન્યું હતું.. કિશોર કુમારે કહ્યું કે રફી સાહેબ આ ગીત તેમના કરતા વધુ સારી રીતે ગાઈ શક્યા હોત.

જે ગીત કિશોર કુમારે ગાવાની ના પાડી હતી. પાછળથી તે ફિલ્મનું સૌથી સુંદર ગીત સાબિત થયું. તે ચાર્ટબસ્ટર ગીત હતું 'વાદા તેરા વાદા'. તે ફૂટ-ટેપીંગ મુજરા-કવાલી હતી જે આજે પણ પ્રેક્ષકોને પસંદ છે.

ગીત મોહમ્મદ રફી સાહબના અવાજને અનુકૂળ

ફિલ્મ 'દુશ્મન' વિશે, ફિલ્મ પત્રકાર અને લેખક ચૈતન્ય પાદુકોણે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે આ ફિલ્મને તેમના મધુર સંગીતથી શણગારી હતી. પ્યારેલાલે કહ્યું હતું કે જ્યારે કિશોર કુમારને આ ગીત ગાવાનું કહેવામાં આવ્યું તો તેમણે એમ કહીને ના પાડી દીધી કે આ ગીત મોહમ્મદ રફી સાહબના અવાજને અનુકૂળ છે.

રાજેશ ખન્નાને આ વાતની જાણ થતાં તેઓ કિશોર કુમારને મળ્યા અને સમજાવ્યા. કિશોર કુમાર એટલો મક્કમ હતો કે રાજેશે સમજાવ્યા પછી પણ તે રાજી ન થયો.

લક્ષ્મીકાંત જીના મનમાં એક વિચાર આવ્યો, તેમણે ખૂબ જ નમ્રતાથી કિશોરને કહ્યું કે જો તે ગાશે નહીં, તો તેમણે ફિલ્મ જ છોડી દેવી પડશે. રાજેશ ખન્ના પણ એ વાત પર મક્કમ હતા કે જો તમે આ ગીત નહીં ગાઓ તો તમને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવશે. રાજેશના આગ્રહ સામે કિશોર કુમારને ઝુકવું પડ્યું અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આ ગીતે ધૂમ મચાવી દીધી.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે મુમતાઝની જોડી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી મીના કુમારીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 'દુશ્મન' વર્ષ 1972ની સુપર-ડુપર હિટ ફિલ્મ હતી. સુપરસ્ટાર રાજેશ ખન્નાને તેમની શાનદાર અભિનય માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

આ ફિલ્મની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ અને બંગાળી ભાષામાં પણ બની હતી.

આ પણ વાંચો- Dev Anand-યાદગાર-અઢળક મજેદાર ગીતોભરી ફિલ્મોનો બાદશાહ 

Advertisement

.