Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોરોના પોઝિટીવ

રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) કોરોના પોઝિટિવ થયા છે. તેમણે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. અશોક ગેહલોતે ટ્વિટ કર્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોવિડના કેસ વધ્યા છે. હું પોતે પણ હળવા લક્ષણો સાથે કોવિડથી સંક્રમિત...
04:57 PM Apr 04, 2023 IST | Vipul Pandya
રાહુલ ગાંધીની અદાલતની સુનાવણીમાં સુરત પણ આવ્યા હતા.
રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) કોરોના પોઝિટિવ થયા છે. તેમણે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. અશોક ગેહલોતે ટ્વિટ કર્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોવિડના કેસ વધ્યા છે. હું પોતે પણ હળવા લક્ષણો સાથે કોવિડથી સંક્રમિત થયો છું. ડોકટરોની સલાહ મુજબ હું આગામી કેટલાક દિવસો સુધી મારા ઘરેથી કામ કરવાનું ચાલુ રાખીશ. તમે બધા કાળજી લો અને કોવિડ પ્રોટોકોલને અનુસરો.
અશોક ગેહલોત સુરત પણ આવ્યા હતા
ઉલ્લેખનિય છે કે સોમવારે રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત સેસન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ સમયે તેમના બહેન પ્રિંયંકા ગાંધી વાડ્રા ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ટ આગેવાનો પણ હાજર હતા અને ત્યારબાદ અશોક ગેહલોત કોરોના સંક્રમિત થતાં ચિંતા જોવા મળી રહી છે.
પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ કોરોના વાયરસથી સંક્રમિત
સીએમ ગેહલોત ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટ કર્યું કે કોવિડની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડોક્ટરોની સલાહ પર સંપૂર્ણ એકલતામાં છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ તમારી જાતની તપાસ કરાવો અને સાવચેતી રાખો.
આ પણ વાંચો---સિક્કીમના નાથુલામાં હિમસ્ખલનમાં 6 ના મોત, બચાવ કામગીરી શરૂ, જુઓ Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article