રફી બડા બલવાન -હું નવો રફી પેદા કરીશ
'હું નવો રફી પેદા કરીશ' - બીઆર ચોપરાનું અભિમાન ફિલ્મ 'વક્ત'એ 1 મિનિટમાં ઊતારી દીધું
બોલિવૂડ સંગીતની દુનિયામાં એક એવો સિંગર છે જેનું નામ દરેક વ્યક્તિ લે છે. તેમના વિના સંગીત વિશેની વાતચીત અધૂરી લાગે છે. અમે વાત કરી રહ્યા છીએ મોહમ્મદ રફીની. તેમના દ્વારા ગાયેલા ગીતોનો ચાર્મ આજે પણ અકબંધ છે અને આજે પણ શ્રોતાઓ તેમના દિવાના બની જાય છે. રફી જેટલા ગાયક હતા એટલા જ ઊમદા માણસ હતા. તેમણે ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન કર્યું ન હતું.
બીઆર ચોપરા એકવાર સાદાઈથી રહેતા રફી સાહેબથી નારાજ થઈ ગયા અને તેમનો બહિષ્કાર કર્યો.
મોહમ્મદ રફી સાહેબ વિશે એવું કહેવાય છે કે તેઓ પોતાના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર હતા. આ ઉપરાંત, તે ખૂબ જ સરળ સ્વભાવના હતા, જેના કારણે તેનો ક્યારેય કોઈની સાથે કોઈ વિવાદ નહોતો થયો. પરંતુ એકવાર બીઆર ચોપરાનો અહંકાર સામે આવ્યો અને આ તેમના માટે સમસ્યા બની ગઈ.
બીઆર ચોપરા ભારતીય સિનેમાનું એક મોટું નામ છે. તેમના દ્વારા બનાવેલી ઘણી ફિલ્મો આજે પણ યાદ છે. 15 ઓગસ્ટ, 1954ના રોજ બીઆર ચોપરા ફિલ્મ 'નયા દૌર' લઈને આવ્યા હતા. આ ફિલ્મમાં દિલીપ કુમાર, વૈજયંતી માલા, અજીત, જીવન, જોની વોકર જેવા કલાકારો સામેલ હતા.
ફિલ્મ 'નયા દૌર' ખૂબ પસંદ કરવામાં આવી હતી અને સુપરહિટ રહી હતી. ખાસ વાત એ હતી કે આ ફિલ્મના તમામ ગીતો જોરદાર હિટ થયા હતા. આ ફિલ્મનું સંગીત ઓ.પી. નય્યરે આપ્યું હતું અને તેના મોટાભાગના ગીતો મોહમ્મદ રફીએ ગાયા હતા.
બી.આર.ચોપરાની ફિલ્મોની સફળતા ભારતીય સિનેમાને આગળ લઈ જઈ રહી હતી, પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક તેઓ ઘમંડ પણ અનુભવી રહ્યા હતા. કહેવાય છે કે તે ફિલ્મ 'નયા દૌર'ની ટીમ સાથે કરાર કરવા માંગતો હતો. જે અંતર્ગત આ તમામ અન્ય પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી શક્યા ન હતા.
બીઆર ચોપરા કોન્ટ્રાક્ટનો પ્રસ્તાવ લઈને રફી સાહેબ પાસે ગયા. પરંતુ રફી સાહેબને કોન્ટ્રાક્ટની બીજા કોઈ નિર્માતા માટે ફિલ્મ રિલિજ થાય ત્યાં સુધી ગાવું નહીં વાળી વાત સમજાઈ નહીં, આવી સ્થિતિમાં તેમણે ચોપરા સાહેબે ખૂબ જ સન્માન સાથે કહ્યું કે તેઓ જનતાનો અવાજ છે અને તેઓ દરેક નિર્માતા અને નિર્દેશક માટે કામ કરશે.
રફી સાહેબે ખૂબ જ હળવાશથી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા પરંતુ બીઆર ચોપરા સાહેબ આનાથી ચોંકી ગયા હતા. તેમણે રફીને તેની ફિલ્મોમાં ન લેવાનું નક્કી કર્યું. તેણે અન્ય નિર્માતાઓને પણ આવું કરવા કહ્યું. તેમનું માનવું હતું કે તેઓ નવા રફીનું સર્જન કરશે.
ચોપરા સાહેબના આદેશ પ્રમાણે, ઘણા નિર્માતા અને નિર્દેશકોએ રફી સાહેબને કામ નહોતું આપ્યું પરંતુ આ દરમિયાન રફીએ ધીરજ જાળવી રાખી. રફી સાહેબને ઓછું કામ મળતું થયું. પણ રફી જેવા ઊતમ ગાયક વિના ફિલ્મો કેમ ચાલે? ફીલ્મોના ધંધા પર અસર થવા માંડી. ધીમે ધીમે બીઆર ચોપરાની વાતને અવગણીને નિર્માતાઓએ ફરી રફી સાહેબને લેવાનું શરૂ કર્યું.
બીઆર ચોપરાએ ઘણા ગાયકોને તૈયાર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્યાંક તેઓ પણ સમજી ગયા કે તેઓને પણ રફીની ખોટ પડે છે.
જ્યારે બીઆર ચોપરાના ભાઈ યશ ચોપરાએ 'વક્ત' ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમણે તેમના ભાઈને પૂછ્યું કે શું તેઓ રફી સાહેબને ગાયક તરીકે લઈ શકે છે? બીઆર ચોપરા અનિચ્છાએ સંમત થયા.
ફિલ્મ 'વક્ત' 30 જુલાઈ 1965ના રોજ રિલીઝ થઈ હતી અને તેમાં રફી સાહબનું એક ગીત હતું, જેની દરેક લાઇન બીઆર ચોપરાને યોગ્ય જવાબ આપતી હતી. તે ગીત હતું... ''वक्त से दिन और रात, वक्त से कल और आज, वक्त की हर शै गुलाम, वक्त का हर शै पे राज…'.
કંઈ પણ બોલ્યા વિના, રફી સાહેબે બી.આર. ચોપરાને તેમના ગીતથી જ યોગ્ય જવાબ આપ્યો. સાથે જ એ પણ સાબિત થયું કે સમય સામે દરેક નાના છે. સારો કે ખરાબ સમય અટકતો નથી