ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

PoK ભારતનો જ ભાગ છે અને ભારતને પરત મળશે જ : એસ. જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે દિલ્હીમાં કોલેજના એક કાર્યક્રમમાં પોતાના નિવેદન દ્વારા પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ભારતનો એક ભાગ છે અને તે ભારતને પરત મળવું જ જોઈએ. વિશ્વ બંધુ ભારત વિદેશ મંત્રીએ...
02:49 PM May 09, 2024 IST | Kanu Jani
featuredImage featuredImage

વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે દિલ્હીમાં કોલેજના એક કાર્યક્રમમાં પોતાના નિવેદન દ્વારા પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ભારતનો એક ભાગ છે અને તે ભારતને પરત મળવું જ જોઈએ.

વિશ્વ બંધુ ભારત

વિદેશ મંત્રીએ કહ્યું કે PoK અંગે સંસદમાં પ્રસ્તાવ છે અને તમામ રાજકીય પક્ષો આ માટે પ્રતિબદ્ધ છે. જયશંકર બુધવારે દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં બોલી રહ્યા હતા. તેમણે અહીં 'વિશ્વ બંધુ ભારત' વિષય પર ચર્ચા દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

મોદી સરકારની નીતિઓનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે, લોકોએ માની લીધું હતું કે કલમ 370 બદલી શકાશે નહીં, પરંતુ હવે અમે તેને બદલી તો સમગ્ર જમીની સ્થિતિ બદલાઈ ગઈ છે.

તેમણે કહ્યું કે તે જ રીતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અંગે સંસદનો ઠરાવ છે, દેશની દરેક રાજકીય પાર્ટી એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે PoK ભારતનો એક ભાગ છે અને તે ભારત પરત આવવું જોઈએ.

નરેન્દ્ર મોદી સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે તેઓ ચોક્કસપણે એક વાત કહેવા માંગે છે, તે એ છે કે લોકોએ અમને 10 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા પણ આ પૂછ્યું ન હતું. જ્યારે અમે 370 નાબૂદ કરી, હવે લોકો સમજે છે કે PoK પણ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો- EAC-PM : દેશમાં હિંદુઓની વસ્તી ઘટવા પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ, જાણો કોણે શું   કહ્યું…