PM નરેન્દ્ર મોદી-કૉમન મૅન સાથેનું સીધું અનુસંધાન
PM વાત અહીં માત્ર દેશની જ નહીં, દેશને લીડ કરતા નેતાની પણ છે. અગાઉ આ પ્રકારની એકતા, આ પ્રકારનું અનુ સંધાન ક્યારેય જોવા મળ્યું હોવાનું યાદ નથી, પણ આજે જે રીતે ઘટનાની પ્રતિક્રિયા આપવામાં આવે છે એ હકીકતમાં તો દેશની જનતા કયા સ્તરે દેશના લીડર સાથે જોડાયેલી છે એનું પરિણામ છે,
અગાઉ આ પ્રકારની એકતા, આ પ્રકારનું અનુસંધાન ક્યારેય જોવા મળ્યું હોવાનું યાદ નથી, પણ આજે જે રીતે ઘટનાની પ્રતિક્રિયા આપવામાં આવે છે એ હકીકતમાં તો દેશની જનતા કયા સ્તરે દેશના લીડર સાથે જોડાયેલી છે એનું પરિણામ છે અને એ વાતનો સ્વીકાર વિપક્ષે પણ હર્ષપૂર્વક કરવો રહ્યો.
લક્ષદ્વીપમાં વડા પ્રધાન(PM) નરેન્દ્ર મોદી ગયા અને એ પછી જે બન્યું, મૉલદીવ્ઝની ટ્રિપ જે સ્તરે કૅન્સલ થવા માંડી, સેલિબ્રિટીથી લઈને નાનામાં નાનો માણસ પણ જે રીતે મૉલદીવ્ઝ જવાનું રદ કરવા માંડ્યો એ શું માત્ર દેશના અપમાનની સાથે જ સંબંધ ધરાવે છે? ના, એને દેશ સાથે દેશને લીડ કરતા નેતાની સાથે પણ સીધો સંબંધ છે અને એટલે જ આટલા તીવ્ર પ્રત્યાઘાત મળવા માંડ્યા છે.
લોકો કરે એ વાત તેમનું કૉમન મૅન સાથેનું સીધું અનુસંધાન દેખાડે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે અને લોકો કરે એ વાત તેમનું કૉમન મૅન સાથેનું સીધું અનુસંધાન દેખાડે છે, તો સાથોસાથ એ પણ દર્શાવે છે કે વડા પ્રધાનનું અપમાન કે પછી વડા પ્રધાનની અવગણના કોઈ પણ વ્યક્તિ સ્વીકારવા રાજી નથી. આ બહુ સારી નિશાની છે.
જો તમે તમારા દેશના વડા નેતાને આ સ્તરે માન-સન્માન આપતા હો તો દુનિયાની કોઈ તાકાત નથી કે એ તમારા દેશને અવગણી શકે, એને નજરઅંદાજ કરી શકે
મૉલદીવ્ઝે જે રીતે પોતાના મિનિસ્ટર સામે પગલાં લીધાં એ પણ આ જ વાત દર્શાવે છે કે તમારે જો ભારત સાથે રહેવું હોય, ભારતનો સાથ-સહકાર જોઈતો હોય તો દેશને લીડ કરતા નેતાનું માન-સન્માન જાળવવું પડશે. હું કહીશ કે આ જે ભાવ છે, આ જે લાગણી છે, આ જે સંવેદના છે એ સંવેદનામાં પારિવારિક સદસ્યની ભાવના વધારે પ્રબળ બને છે.
વડા પ્રધાન (PM નરેન્દ્ર મોદી) માત્ર એક રાજકીય નેતા નહીં, પણ અમારા દેશના વડીલ છે એ જે ભાવ છે એ ભાવ જ આ પ્રતિક્રિયામાંથી ઝળકતો દેખાય છે અને આ ઝળકાટ જ આપણા ભારતને ક્યાંય આગળ લઈ જવામાં નિમિત્ત બનવાનો છે. અનેકાનેક લોકો એવા છે જેમણે ટિકિટ કૅન્સલ કરાવી, બુકિંગ કૅન્સલ કરાવ્યાં એ પછી તેમને ફદિયુંય રીફન્ડ નથી આવવાનું. તમે જ કહો, નરેન્દ્ર મોદી કયા તેમના સગા હતા કે તેઓ આવી લાખોની નુકસાની સહન કરવા તૈયાર થાય, પણ ના, એ નુકસાની સહન કરી છે અને સહન કરવામાં આવેલી નુકસાનીમાં નરેન્દ્ર મોદી પ્રત્યેની લાગણી બહાર ઝળકી છે.
સરકારે તો ક્યાંય અનાઉન્સ નહોતું કર્યું કે તમે જવાનું કૅન્સલ કરો, સરકારે ક્યાંય એવું પણ નહોતું કહ્યું કે જવાનું કૅન્સલ કરશે એ સૌને લક્ષદ્વીપમાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ મળશે અને એ પછી પણ લોકજુવાળ વચ્ચે લોકો રીતસર મૉલદીવ્ઝના બહિષ્કાર પર આવી ગયા.
આ જે બહિષ્કાર છે એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM નરેન્દ્ર મોદી)ની લોકચાહના દર્શાવે છે, આ જે બહિષ્કાર છે એ દેશવાસીઓ પોતાના નેતા સાથે કયા સ્તરે લાગણીથી જોડાયેલા છે એ દર્શાવે છે. નરેન્દ્ર મોદીની આ જે લોકચાહના છે એવી અગાઉ ક્યારેય કોઈની જોઈ નહોતી અને કદાચ, આવનારી સદીમાં પણ અન્ય કોઈની જોવા મળશે નહીં અને આ નગ્ન સત્ય છે.
આ પણ વાંચો : ARVIND KEJRIWAL : ઐસા કોઇ સગા નહી જીસકો કેજરીવાલને ઠગા નહી:અનુરાગ ઠાકુર