PM મોદીનું સ્વપ્ન સાકાર, ઘોરડોને વિશ્વ ફલક પર 'Best Tourism Villages' ની યાદીમાં સ્થાન
અહેવાલઃ કૌશીક છાંયા,કચ્છ
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું ધોરડો ગામ ગુરુવારે વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા જાહેર કરાયેલ 54 ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ થયું છે. ધોરડોએ G20 ની ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રભાવશાળી જૂથની પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કર્યું હતું. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેર કરી છે, તેમાં ધોરડોને શામેલ કરાયુ છે. કચ્છના ધોરડો ને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ નું ગૌરવ સન્માન મળ્યું તેની પ્રસન્નતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા છે
પીએમ મોદીની દીર્ઘદ્રષ્ટિનો કમાલ
પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમણે જે ભવિષ્ય ભાખ્યુ હતું તે બિલકુલ યથાર્થ ઠર્યુ છે.. તેમણે કહ્યું હતું કે છેલ્લા 50 વર્ષમાં જેટલો દેશમાં ટુરિઝમ ક્ષેત્રે વિકાસ નથી થયો તેટલો આવનારા દસ વર્ષોમાં થશે .તેમણે કહ્યું હતું કે જે બાકીના આખાય હિન્દુસ્તાન પાસે નથી તે કચ્છ પાસે છે...કારણ કે કચ્છ એકમાત્ર એવો જિલ્લો છે જેની પાસે રણ પણ છે... દરિયો પણ છે અને પર્વતો પણ છે. વર્ષો પહેલા તેમણે મન બનાવી લીધું હતું કચ્છને ટુરિઝમ ક્ષેત્રે વિશ્વના નક્શા પર મુકવાનું, અને વીતતા વર્ષો સાથે તે સ્વપ્ન સિદ્ધ થયું છે. તેમણે કહ્યું હતું કે કચ્છનું જે રણ છે તે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે તેવું સામર્થ્ય ધરાવે છે.. ત્યારબાદથી તેમણે કચ્છમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરી, ઇવેન્ટ્સ ક્રિએટ કર્યા કે જેથી લોકોને કચ્છમાં આવવાનું આકર્ષણ પેદા થાય એટલું જ નહીં આવ્યા પછી અહીં રોકાવવાનું મન થાય ..આજે જ્યારે ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેઝનો એવોર્ડ મળ્યો છે ત્યારે તેનો સંપૂર્ણ યશ આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને જ જાય છે.
વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે.
260 ગામો માટેની અરજી હતી, જેમાંથી 54ની પસંદગી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “2021માં શરૂ કરાયેલી આ પહેલ UNWTOના ગ્રામીણ વિકાસ પ્રવાસન કાર્યક્રમનો એક ભાગ છે. "કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમાવેશને પ્રોત્સાહન આપવા, વસ્તીમાં ઘટાડા સામે લડવા, એડવાન્સ ઇનોવેશન અને પર્યટન દ્વારા મૂલ્ય સાંકળ એકીકરણ અને ટકાઉ પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરવા માટે કામ કરે છે. મેડ્રિડ સ્થિત સંસ્થાએ જણાવ્યું હતું કે એવોર્ડની ત્રીજી આવૃત્તિમાં લગભગ 260 અરજીઓમાંથી તમામ પ્રદેશોમાંથી 54 ગામોની પસંદગી કરવામાં આવી છે.
ધોરડો ઉપરાંત અલગ-અલગ દેશોના આ ગામોનો સમાવેશ
નિવેદન અનુસાર, ધોરડો સિવાય, જે ગામોને આ યાદીમાં સ્થાન મળ્યું છે તેમાં ચિલીના બેરાંકાસ, જાપાનના બેય, સ્પેનના કાન્તાવેજા, ઇજિપ્તના દશૂર, કોરિયાના રિપબ્લિકમાં ડોંગબીક, લેબનોનનું ડુમા, પોર્ટુગલના એરિકેરા અને કોલંબિયામાં ફિલેન્ડિયાનો સમાવેશ થાય છે.''