Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વ્હાઇટ હાઉસમાં સ્વાગત સમયે બોલ્યા PM મોદી, ત્રણ દાયકા પહેલા આવ્યો ત્યારે વ્હાઇટ હાઉસ ફક્ત બહારથી જોયું હતું

પીએમ મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરતા અમેરીકી રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચેનો સંબંધ 21મી સદીના સૌથી નિર્ણાયક સંબંધોમાંથી એક છે. પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં આપનું સ્વાગત છે. હું અહિંયા રાજકીય યાત્રા પર આપની મેજબાની કરનાર પહેલો વ્યકિત...
વ્હાઇટ હાઉસમાં સ્વાગત સમયે બોલ્યા pm મોદી   ત્રણ દાયકા પહેલા આવ્યો ત્યારે વ્હાઇટ હાઉસ ફક્ત બહારથી જોયું હતું

પીએમ મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરતા અમેરીકી રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચેનો સંબંધ 21મી સદીના સૌથી નિર્ણાયક સંબંધોમાંથી એક છે. પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં આપનું સ્વાગત છે. હું અહિંયા રાજકીય યાત્રા પર આપની મેજબાની કરનાર પહેલો વ્યકિત બનીને સમ્માનિત હોવાનો અનુભવ કરુ છું.

Advertisement

પીએમ મોદીએ કહ્યું કે સૌથી પહેલા હું આ સ્વાગત માટે રાષ્ટ્રપતિ બાઇડેનનો હૃદયપૂર્વક આભાર માનું છું. રાષ્ટ્રપતિ બાઇડેન આ દોસ્તી માટે ધન્યવાદ, આજે વ્હાઇટ હાઉસમાં શાનદાર સ્વાગત 140 કરોડ ભારતીયોનું સમ્માન છે.

Advertisement

આ સમ્માન માટે રાષ્ટ્રપતિ બાઇડેન અને ઝિલ બાઇડેનને હૃદયપૂર્વક ધન્યવાદ કહુ છું. તેમણે કહ્યું કે ત્રણ દાયકા પહેલા એક સામાન્ય નાગરિક તરીકે અમેરિકા આવ્યો હતો, વ્હાઇટ હાઉસને ત્યારે ફક્ત બહારથી જોયું હતું.

Advertisement

આ પહેલીવાર છે જ્યારે વ્હાઇટ હાઉસના દરવાજા આટલી મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો માટે ખોલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ બાઇડેન અને હુ થોડીવારમાં ભારત-અમેરિકા સંબંધો પર ચર્ચા કરીશું. મને વિશ્વાસ છે કે અમારી વાતચીત હમેંશાની જેમ સકારાત્મક અને ઉપયોગી બની રહેશે.

પીએમ મોદીએ કહ્યું બન્ને દેશ પોત-પોતાની વિવિધતા પર ગર્વ અનુભવીએ છીએ. બન્ને દેશ સર્વજન હિતાય, સર્વજન સુખાયના મુળ સિદ્ધાંત પર વિશ્વાસ કરીએ છીએ

Tags :
Advertisement

.