Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election-PM મોદીએ ઊજવ્યો ‘મધર્સ ડે’ અને એ ય અનોખી રીતે

PM નરેન્દ્ર મોદી Lok Sabha Election ના પ્રચાર માટે રવિવારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. આ દરમિયાન હુગલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ પીએમ મોદીની રેલીમાં...
11:38 AM May 13, 2024 IST | Kanu Jani

PM નરેન્દ્ર મોદી Lok Sabha Election ના પ્રચાર માટે રવિવારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. આ દરમિયાન હુગલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ પીએમ મોદીની રેલીમાં પણ એક અનોખો નજારો જોવા મળ્યો હતો.

જનતાની રગ પારખનાર

વાસ્તવમાં જ્યારે PM મોદી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમની નજર હજારોની ભીડમાં ઉભેલા બે લોકો પર પડી. જેનો વીડિયો સામે આવ્યો છે.

પ્રેમથી પેઇન્ટિંગ લાવ્યા છો અને તે પણ મારી માતાનું

વીડિયોમાં જોઈ શકાય છે કે PM મોદી સ્ટેજ પરથી કહે છે કે બે સજ્જન અહીં ખૂણામાં પેઈન્ટિંગ્સ લઈને આવ્યા છે અને લાંબા સમય સુધી હાથ ઊંચા કરીને ઉભા છે. તમારા હાથ દુખશે. પરંતુ, તમે આટલા પ્રેમથી પેઇન્ટિંગ લાવ્યા છો અને તે પણ મારી માતાની અને પશ્ચિમી દુનિયા આજે 'મધર્સ ડે' ઉજવી રહી છે. આપણે ભારતના લોકો પણ 365 દિવસ સુધી માતા દેવીની પૂજા કરીએ છીએ, આપણે દેવી દુર્ગા અને કાલી માની પણ પૂજા કરીએ છીએ અને આપણે ભારત માતાની પણ પૂજા કરીએ છીએ.

PM મોદીએ વધુમાં કહ્યું કે, "હું મારા એસપીજી કમાન્ડોને કહીશ કે જે બે લોકો મારી માતાનું પોટ્રેટ લઈને આવ્યા છે તેમની પાસેથી પેઈન્ટિંગ લઈ લે અને મને આપે. સ્ટેજ પરથી પીએમ મોદીએ બંનેને તેમનું નામ લખવાનું પણ કહ્યું. પેઇન્ટિંગની પાછળનું સરનામું જણાવ્યું હતું.

તેણે કહ્યું, "હું ચોક્કસ તમને પત્ર લખવાનો પ્રયત્ન કરીશ."

આ સાથે PM મોદીએ બંને લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને યુઝર્સ પીએમ મોદીના ખૂબ વખાણ કરી રહ્યા છે.

અગાઉ તેલંગાણાના મહબૂબનગરમાં વડાપ્રધાન મોદીનો વિકલાંગ બહેનો પ્રત્યેનો અનોખો પ્રેમ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો- PM મોદીનો 5 KM લાંબો રોડ શો, સ્વાગત માટે વારાણસી તૈયાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ… 

Next Article