ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Urfi Javed- ઉર્ફી જાવેદ સાથે લગ્ન કરશે ઓરી

Urfi Javed સાથે લગ્ન કરશે ઓરી? ખુલ્લેઆમ એકબીજાને કિસ કરી, કેમેરા સામે પોતાના દિલની વાત કબૂલી! ઉર્ફી જાવેદ અને ઓરી અવત્રામણિ શુક્રવારની સાંજે એકસાથે નજરે પડ્યા હતા. પાપારાઝીથી મુલાકાત કરતાં કેમેરા સામે તેમણે એકબીજાને કિસ કરી અને જ્યારે ઓરીને લગ્ન...
01:47 PM Jun 15, 2024 IST | Kanu Jani
featuredImage featuredImage

Urfi Javed સાથે લગ્ન કરશે ઓરી? ખુલ્લેઆમ એકબીજાને કિસ કરી, કેમેરા સામે પોતાના દિલની વાત કબૂલી!

ઉર્ફી જાવેદ અને ઓરી અવત્રામણિ શુક્રવારની સાંજે એકસાથે નજરે પડ્યા હતા. પાપારાઝીથી મુલાકાત કરતાં કેમેરા સામે તેમણે એકબીજાને કિસ કરી અને જ્યારે ઓરીને લગ્ન વિશે સવાલ કર્યો હતો. તેણે કહ્યું કે, કેમ નહીં કરું? ઉર્ફી જાવેદ અને ઓરીનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફી જાવેદને લગ્ન વિશે પહેલા પણ ઘણી વાર પૂછવામાં આવ્યું છે. પરંતુ, જો તમે વિચારી રહ્યા હોવ કે ઉર્ફી અને ઓરી ખરેખર લગ્ન કરવા જઈ રહ્યા છે, તો થોડીવાર રોકાય જાઓ. કારણ કે બંને વચ્ચેની આ ક્યૂટ કેમેસ્ટ્રી અને લગ્ન વિશેની વાતચીત કોઈ સિરિયલ નોટ પર નહોતી.

લગ્નના સવાલ પર ઉર્ફીએ શું કહ્યું?

જ્યારે પાપારાઝીએ બંનેને એકસાથે જોયા ત્યારે તેમના લગ્ન વિશે પ્રશ્નો પૂછવાનું રોકી શક્યા નહીં. એક પાપારાઝીએ ઓરીને પૂછ્યું- શું તમે ઉર્ફી સાથે લગ્ન કરશો? તો જવાબમાં ઓરીએ કહ્યું- કેમ નહીં? જો ઉર્ફી લગ્ન કરવા માંગે છે તો કેમ નહીં? આ પછી ઓરી અને Urfi Javed એકબીજાને ટાટા બાય-બાય કરતા ભેટી પડ્યા. પછી ઉર્ફીએ પાપારાઝીને કહ્યું, તમે બધાને મારા મેરેજની બહુ ઉતાવળ લાગે છે? તેના પર પાપારાઝીએ ફરી ઉર્ફીને પૂછ્યું કે, ઉર્ફી જોડો લગ્ન કરવા છે, આના પર ઉર્ફીએ પેપ્સને કરેક્ટ કર્યા હતા

મેડ ફૉર ઇચ અધર

Urfi Javed અને ઓરીના આ વીડિયોમાં કેમેસ્ટ્રી જોઈને ફેન્સે કોમેન્ટ્સ કર્યા છે. કેટલાક લોકોએ કપલને ટ્રોલ કરવાની કોશિશ કરી છે તો કેટલાક લોકોએ પોઝોટિવ કોમેન્ટ્સ પણ કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘બંને એક સાથે કેટલા ક્યૂટ લાગી રહ્યા છે, બંને છપરી એકસાથે’ જ્યારે બીજાએ લખ્યું, ‘જોડી નંબર 1.’ એક યુઝરે કમેન્ટ કરી, ‘આ પરફેક્ટ જોડી છે.’ કોઈએ લખ્યું છે કે મેડ ફૉર ઇચ અધર અને કોઈએ લખ્યું છે, ‘આજે મને ફિલ થયું કે ભગવાને બધા માટે કોઈના કોઈને બનાવ્યા છે.’

aa pan vaancho- Javed Akhtar-સાહિર લુધિયાનવીએ મર્યા પછી ય બસો રૂપિયા વસૂલ્યા