Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓનલાઈન બેટિંગ એપ્સ પર લાગી શકે છે પ્રતિબંધ, મીડિયા અને અખબારોને આપી આ સલાહ

ભારત સરકારે ગુરૂવારે ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો જાહેર કર્યાં છે. ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રસારણ મંત્રાલયના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે નવા નિયમોની જાહેરાત કરી છે. નવા ગેમિંગ નિયમો ઓનલાઈન ગેમ્બલિંગ અને બેટિંગ પ્લેટફોર્મ પર દાવ લગાવનારી કોઈ પણ ગેમને પ્રતિબંધિત...
12:43 PM Apr 08, 2023 IST | Hardik Shah
ભારત સરકારે ગુરૂવારે ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો જાહેર કર્યાં છે. ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રસારણ મંત્રાલયના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે નવા નિયમોની જાહેરાત કરી છે. નવા ગેમિંગ નિયમો ઓનલાઈન ગેમ્બલિંગ અને બેટિંગ પ્લેટફોર્મ પર દાવ લગાવનારી કોઈ પણ ગેમને પ્રતિબંધિત કરે છે, જ્યારે આ નિયમ અનુસાર દરેક ઓનલાઈન ગેમ્સને એક સેલ્ફ રેગ્યૂલેટર ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્ધારિત કરવામાં આવશે.
ઓનલાઈન ગેમિંગને SRO દ્વારા નિર્ધારિત કરવામાં આવશે
માહિતી અને પ્રસારણ મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, જુગાર લગાવાનારા કે સટ્ટાબાજીમાં સામેલ ઓનલાઈ ગેમ નવા ઓનલાઈન ગેમિંગના નિયમો હેઠળ આવશે. અમે એક એવા માળખા સાથે કામ કરી રહ્યાં છીએ જે બધી જ ઓનલાઈન ગેમિંગને એક સેલ્ફ રેગ્યૂલેટરી ઓર્ગેનાઈઝેશન (SRO) દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. એટલે કે SRO નિર્ધારિત કરશે કે ગેમમાં જુગાર છે કે નહી. તેમણે કહ્યું કે, SRO હશે અને આ SRO માં ઉદ્યોગ સહિત દરેક હિતધારકોની ભાગીદારી હશે પણ આ ઉદ્યોગ સુધી સમિતિ નથી.
દેખરેખ અને નિર્ધારણનું કામ
તેમણે જણાવ્યું કે, દરેક ગેમની દેખરેખ અને નિર્ધારણ માટે સેલ્ફ રેગ્યૂલેટરી ઓર્ગેનાઈઝેશન કામ કરશે. તે આધાર પર મંજુરી નહી આપવામાં આવે કે શું એપમાં બેટિંગ (દાવ લગાવવો) સામેલ છે કે નહી. જો દાવ લગાવવાનું સામેલ છે તો SRO તે કહેવાની સ્થિતિમાં હશે કે તે ઓનલાઈન રમતોની મંજુરી નથી. ટૂંકમાં એપને SRO ની મંજુરી લેવી ફરજીયાત હશે જ્યારે ઓનલાઈન રિયલ મની ગેમ એટલે કે એવી ગેમ જેનાથી યૂઝર્સ કેટલીક રકમ જીતવાની આશા સાથે જમા કરે છે એવી ગેમોને ઓનલાઈન ગેમિંગના નિયમોને અનુરૂપ માનવામાં નહી આવે.
અખબાર અને મીડિયાને સલાહ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગુરુવારે મુખ્ય પ્રવાહના અંગ્રેજી અને હિન્દી અખબારોમાં સટ્ટાબાજીની વેબસાઇટ્સની જાહેરાતો અને પ્રમોશનલ સામગ્રી પ્રકાશિત કરવાની તાજેતરની ઘટનાઓનો સખત વાંધો વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારે મીડિયા જૂથો અને અખબારોને ચેતવણી આપી છે કે, તેઓ સટ્ટાબાજીની એપ સંબંધિત જાહેરાતો પ્રકાશિત ન કરે. એક એડવાઈઝરીમાં, મંત્રાલયે મીડિયા હાઉસ, મીડિયા પ્લેટફોર્મ અને ઓનલાઈન એડવર્ટાઈઝિંગ મધ્યસ્થીઓને જુગાર અને સટ્ટાબાજીના પ્લેટફોર્મ વહન કરતી જાહેરાતો અથવા પ્રમોશનલ સામગ્રી પ્રકાશિત કરવાથી દૂર રહેવાની સલાહ આપી હતી.
આ પણ વાંચો - પોલીસ સિક્યોરિટીમાં ફરતો મહાઠગ પોલીસ કસ્ટડીમાં, જુઓ Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Betting AppsIndiaOnline GamingrulesSelf Regulatory OrganizationSRO
Next Article