Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રૂપિયા 20 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ

અહેવાલઃ વિજય માલી, વડોદરા  યુવાધન ને નશા ના રવાડે ચડાવવા વડોદરા શહેર માં ઠાલવવા માટે લવાતો 20 લાખનો માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થો ગ્રામ્ય SOG પોલીસે ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી અન્ય ત્રણ આરોપી ને વૉન્ટેડ જાહેર કર્યા છે. વડોદરા...
રૂપિયા 20 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ

અહેવાલઃ વિજય માલી, વડોદરા 

Advertisement

યુવાધન ને નશા ના રવાડે ચડાવવા વડોદરા શહેર માં ઠાલવવા માટે લવાતો 20 લાખનો માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થો ગ્રામ્ય SOG પોલીસે ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી અન્ય ત્રણ આરોપી ને વૉન્ટેડ જાહેર કર્યા છે. વડોદરા અને જિલ્લામાં યુવાધનને નશા ના રવાડે ચડાવવા અન્ય રાજ્યો માંથી મોટા પ્રમાણ માં માદક પદાર્થ ની ગેરકાયદેસર ખરીદ વેચાણ તથા હેરા-ફેરીની પ્રવૃત્તિ ચાલતી હોય છે ત્યારે એસ.ઓ.જી ટીમને મળેલ ચોકક્સ બાતમી ના આધારે કરજણ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48 પર સુરતથી વડોદરા જતા વાહનો નું ચેકીંગની કામગીરી હાથ ધરી માદક પદાર્થ મેફેડ્રોનના મોટો કોમર્શીયલ જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુલ 3 આરોપીઓ વિરૂદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ ડભોઇ પોલીસ મથક ના પોલીસ ઈંસ્પેક્ટર ને સોંપવામાં આવી હતી.

Advertisement

વડોદરા ગ્રામ્ય SOG પોલીસે બાતમીના આધારે 20 લાખ ના નશાકારક માદક પદાર્થ મેફેડ્રોનનો 200 ગ્રામનો જથ્થો ઝડપી પાડી સુરત ના આરોપી દિલશાહ સિરાજુલહક શેખ ની ધરપકડ કરી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સહીત મોબાઇલ અને અન્ય વસ્તુ સાથે કુલ 25,14,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે મુંબઈ ખાતે રહેતો આરોપી સલીમ શેખ અને સુભાનપુરા ના દેવેન્દ્રસિંહ ઉર્ફે લખન ચૌહાણ સહીત શિનોર ના સુનીલકુમાર બાબુભાઇ પાટણવાડીયા ને વૉન્ટેડ જાહરે કરી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે

એસ.ઓ.જી ટીમેં નશાકારક માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડેલા સુરતના આરોપી દિલશાહ સિરાજુલહક શેખ ની પ્રાથમિક પુછપરછ કરતા આરોપી આ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો મુંબઇ ખાતેથી લાવીને વડોદરા શહેર તેમજ જિલ્લામાં તેનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું

Advertisement

Tags :
Advertisement

.