શું ખરેખર કોરોનાથી 40 લાખ લોકોના મોત થયા ? WHOની ગણતરી પદ્ધતિને લઈને ભારત સરકાર નારાજ
છેલ્લા અનેક મહિનાઓથી વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો
છે. હજુ પણ કોરોના અનેક દેશોમાં કહેર વર્તાવી રહ્યો છે. WHO દ્વારા કોરોનાના મોતને લઈને કરવામાં
આવેલા સર્વે અને પદ્ધતિને લઈને ભારત સરકાર નારાજ છે. ભારત સરકારે આ પદ્ધતિ પર સવાલ
ઉઠાવ્યા છે. એક બાજુ GCTMના શિલાન્યાસ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર ડૉ. ટેડ્રોસ ભારતના પ્રવાસે આવ્યા છે. તો બીજી તરફ
ભારત પ્રવાસ દરમિયાન જ ડબલ્યુએચઓ દ્વારા કોરોનાના મોત મામલે જે પદ્ધતિ અપનાવવામાં
આવી છે તેને લઈને નારાજગી પ્રગટ કરી છે.
દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOની પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરી
ભારતે વર્લ્ડ હેલ્થ
ઓર્ગેનાઈઝેશન (WHO)ની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા
છે જેના દ્વારા દેશમાં કોવિડ 19ને કારણે થયેલા મૃત્યુનો અંદાજ લગાવવામાં આવે છે.
ભારત તરફથી એવું કહેવામાં આવ્યું છે કે WHO દ્વારા અપનાવવામાં આવેલ ગાણિતિક મોડલ આટલા વિશાળ
દેશ અને તેની વસ્તી પર લાગુ કરી શકાય નહીં. ન્યૂયોર્ક ટાઈમ્સમાં 16 એપ્રિલે
પ્રકાશિત થયેલા લેખ પર વાંધો ઉઠાવતા દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOની પ્રક્રિયા પર ચિંતા
વ્યક્ત કરી છે. ભારત આ મુદ્દે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)
સાથે ગંભીર વાતચીત કરી
રહ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે સંસ્થા જે વિશ્લેષણ ટિયર-1 દેશોના સંબંધમાં
કરે છે, તે જ પ્રક્રિયા ટિયર-2 દેશો
માટે અનુસરવામાં આવે છે. જેમાં ભારત જેવા વિશાળ દેશનો સમાવેશ થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું
છે કે, ભારતનો વાંધો પરિણામો પર
નથી પરંતુ તેના માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ સામે છે. મૃત્યુઆંકના બે અંદાજો જે ટાયર-1 દેશોના ડેટા અને
ભારતના 18 રાજ્યોના વણચકાસાયેલા ડેટાનો ઉપયોગ કરીને દોરવામાં આવ્યા છે. તે ખૂબ જ અલગ અને અતિશય છે.
અંદાજમાં આટલો તફાવત હોવાના કારણે જ કાર્યપદ્ધતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી
છે.
દ્ધતિને લઈને અન્ય દેશો સાથે ઘણી વખત ઔપચારિક સંપર્ક કર્યો
મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતે આ પદ્ધતિને લઈને અન્ય
દેશો સાથે ઘણી વખત ઔપચારિક સંપર્ક કર્યો છે. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને લખેલા છ
પત્રોનો સમાવેશ થાય છે. આ પત્રો 17 નવેમ્બર 2021, 20 ડિસેમ્બર 2021, 28 ડિસેમ્બર 2021, 11 જાન્યુઆરી 2022, 12 ફેબ્રુઆરી 2022 અને 2
માર્ચ 2022ના રોજ લખવામાં આવ્યા હતા. જ્યારે વર્ચ્યુઅલ મીટિંગ 16
ડિસેમ્બર 2021, 28 ડિસેમ્બર 2021, 6 જાન્યુઆરી 2022 અને 25
ફેબ્રુઆરી 2022ના રોજ યોજાઈ હતી. SEARO પ્રાદેશિક વેબિનાર 10
ફેબ્રુઆરી 2022 ના રોજ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારતે ચીન, ઈરાન, બાંગ્લાદેશ, સીરિયા, ઈથોપિયા અને ઈજિપ્ત સાથે
મળીને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.
ભારત સરકારે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે
નિવેદનમાં કહેવામાં આવ્યું
છે કે આ આંકડાકીય મોડલ ભારત જેવા મોટા દેશનો અંદાજ કેવી રીતે લગાવે છે અને ઓછી
વસ્તી ધરાવતા દેશ માટે આ જ પદ્ધતિ કેવી રીતે યોગ્ય હોઈ શકે તે અંગે પ્રશ્નો
ઉઠાવવામાં આવ્યા હતા. જરૂરી નથી કે ટ્યુનિશિયા જેવા દેશ માટે જે મોડલ બંધબેસતું
હોય તે 100 કરોડથી વધુની વસ્તીવાળા ભારત માટે પણ સાચું હોય. મંત્રાલયે કહ્યું કે
જો મોડલ યોગ્ય અને ભરોસાપાત્ર છે, તો શા માટે તેને તમામ ટિયર-1 દેશોમાં અપનાવવામાં ન આવે અને તેના
પરિણામો અન્ય સભ્ય દેશો સાથે શેર કરવામાં આવે.
આ મોડેલ માસિક તાપમાન અને માસિક સરેરાશ મૃત્યુ
વચ્ચેનો વિપરીત સંબંધ દર્શાવે છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ભારતના દરેક રાજ્યની પોતાની અલગ હવામાન
પેટર્ન છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ જ કારણ છે કે આ 18 રાજ્યોના
અપ્રમાણિત ડેટાના આધારે રાષ્ટ્રીય સ્તરે મૃત્યુ દરનો અંદાજ લગાવવો આંકડાકીય રીતે
ખોટો હોઈ શકે છે.