Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના 44 માં સ્થાપના દિને PM મોદીએ ભારતની સરખામણી કરી હનુમાનદાદા સાથે

આજે ભારતીય જનતા પાર્ટી (BJP) નો 44 મો સ્થાપના દિવસ છે. પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. વર્ષ 1984 ની લોકસભા ચૂંટણીમાં 2 બેઠકો જીતનાર પાર્ટીએ આજે ​​300 લોકસભા બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. આજના આ ખાસ...
ભાજપના 44 માં સ્થાપના દિને pm મોદીએ ભારતની સરખામણી કરી હનુમાનદાદા સાથે
આજે ભારતીય જનતા પાર્ટી (BJP) નો 44 મો સ્થાપના દિવસ છે. પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. વર્ષ 1984 ની લોકસભા ચૂંટણીમાં 2 બેઠકો જીતનાર પાર્ટીએ આજે ​​300 લોકસભા બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. આજના આ ખાસ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ ભારત માતાની સેવામાં સમર્પિત દરેક ભાજપના કાર્યકર્તાને અભિનંદન પાઠવે છે. આજે, હું નાનાથી લઈને વરિષ્ઠ કાર્યકર્તાઓ સુધીના એવા તમામ મહાન લોકોને મારું મસ્તક નમન કરું છું, જેમણે ભાજપની શરૂઆતથી જ તેમના લોહી અને પરસેવાથી તેનું પાલન-પોષણ કર્યું છે, અને તેને સશક્ત બનાવ્યું છે.
PM મોદીએ ભારતની હનુમાનજી સાથે કરી સરખામણી
ભારતીય જનતા પાર્ટીના 44 માં સ્થાપના દિવસે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ભાજપ મુખ્યાલય ખાતે ધ્વજ ફરકાવ્યો હતો. ભાજપના 44 માં સ્થાપના દિવસના અવસરે ભાજપના કાર્યકરોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હનુમાનજીમાં અપાર શક્તિ છે, પરંતુ તેઓ આ શક્તિનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેઓ પોતાની શક્તિથી શંકાને દૂર કરવામાં સક્ષમ હોય. 2014 પહેલા ભારતની આ સ્થિતિ હતી, આજે તે બજરંગ બલીની જેમ ભારતના નાગરિકો પોતાની આંતરિક શક્તિઓનો ઉપયોગ કરવા સક્ષમ બન્યા છે. આજે ભારત સમુદ્ર જેવી મોટી સમસ્યાનો સામનો કરવા તૈયાર છે.
મહાસાગરો જેવા મોટા પડકારોનો સામનો કરવા આજે ભારત તૈયાર : PM મોદી
PM મોદીએ કહ્યું કે, ભાજપ સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મંત્ર સાથે કામ કરી રહી છે. ભાજપની નીતિથી સૌને ફાયદો થવાનો છે. ભાજપ માટે દેશ સર્વોપરી છે. PM મોદીએ કહ્યું કે, જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ પણ એટલા જ કઠોર બની ગયા. તેવી જ રીતે, જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે છે, જ્યારે ભત્રીજાવાદની વાત આવે છે, જ્યારે કાયદો અને વ્યવસ્થાની વાત આવે છે, ત્યારે ભાજપ પણ તેટલી જ સંકલ્પબદ્ધ બની જાય છે. PM મોદીએ કહ્યું કે, અમારી પાર્ટી અને અમારા કાર્યકર્તાઓ હનુમાનજીના મૂલ્યો અને ઉપદેશોમાંથી સતત પ્રેરણા મેળવે છે. મહાસાગરો જેવા મોટા પડકારોનો સામનો કરવા માટે ભારત પહેલા કરતા વધુ મજબૂત બન્યું છે. હનુમાન જયંતિ પર, હું બધા માટે તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરું છું.
કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
PM મોદીએ પોતાના ભાષણમાં વિરોધ પક્ષ કોંગ્રેસને લઇને કહ્યું કે, 2014 માં લોકોએ પુનરુજ્જીવનનો શંખ ફૂંક્યો હતો. રાષ્ટ્ર તેનું ખોવાયેલું ગૌરવ પાછું મેળવવા ફરી ઊઠ્યું છે. હવે દાયકાઓથી ચાલી આવતી બુરાઈઓ અને પડકારો નબળા પડી રહ્યા છે. અંગ્રેજો 1947 માં ચાલ્યા ગયા, પરંતુ અહીંના કેટલાક લોકોના મનમાં જનતાને ગુલામ બનાવી રાખવાની માનસિકતા રહી ગઈ. એવો વર્ગ વિકસ્યો જે સત્તાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનતો હતો. આ લોકો સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવે છે જેઓ હંમેશા જનતાને પોતાના ગુલામ માનતા હતા. 2014 માં આ પીડિત વર્ગે પોતાનો અવાજ ઉઠાવ્યો અને સામ્રાજ્યવાદી માનસિકતાના અવાજને કચડી નાખ્યો.
કલમ 370 ઈતિહાસ બની ગયું : PM મોદી
PM મોદીએ કહ્યું કે, બાદશાહી માનસિકતાના લોકો આ સમાજના અવાજને કચડી રહ્યા છે. અમારી સરકારના પ્રથમ કાર્યકાળમાં ઘણા કામો થયા, પરંતુ કેટલાક લોકો નિરાશા જગાવતા રહ્યા. જ્યારે અમે ડીજીટલ ઈન્ડિયાની વાત કરી તો આ લોકો તેનો ઈન્કાર કરતા રહ્યા. તેઓએ કહ્યું કે, દેશની મોટી વસ્તી અભણ છે, આ લોકો ડીજીટલ ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરી શકશે. પણ તેઓ આજે ખોટો સાબિત થયા. તેમણે કહ્યું કે, આ લોકોએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે કલમ 370 ક્યારેય ઈતિહાસ બની જશે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ આવશે અને પૂર્વોત્તરમાં અશાંતિનો સમયગાળો સમાપ્ત થશે.
આજે વિરોધપક્ષ બોલી રહ્યું છે મોદીની કબર ખોદાશે : PM મોદી
PM મોદીએ કહ્યું કે, અમે ન્યાયથી જીવીએ છીએ, પરંતુ આ લોકો તેને પચાવી શકતા નથી. તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતો જોઈને આ લોકો નિરાશ થઈ ગયા છે અને ષડયંત્ર રચી રહ્યા છે. હવે તેઓ ખુલ્લેઆમ ધમકી આપવા લાગ્યા છે કે મોદી તમારી કબર ખોદાશે. સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવતા આ લોકોને ખબર નથી કે દેશના ગરીબો, મહિલાઓ, પછાત અને વંચિતો ભાજપના કમળને લાવવા માટે ઢાલ બનીને ઉભા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.