Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તર કોરિયામાં લોકડાઉન, માત્ર 3 દિવસમાં કોવિડના 8 લાખથી વધુ કેસ

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં ભયંકર તબાહી મચાવી છે. હવે ઉત્તર કોરિયામાં પણ કોરોના ખતરનાક રીતે ફેલાઈ રહ્યો છે. ઉત્તર કોરિયાએ રવિવારે તાવથી વધુ 15 દર્દીઓના મૃત્યુ જાહેર કર્યા. KCNAના રીપોર્ટમાં જણાવ્યું કે કુલ 42 લોકોનો મૃત્યુ પામ્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં કોરિયામાં કોરોના વાયરસના 820,620 કેસ નોંધાયા છે. જેમાં ઓછામાં ઓછા 324,550 દર્દીઓ સારવાર હેઠળ છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને જણાવ્à
ઉત્તર કોરિયામાં લોકડાઉન  માત્ર 3 દિવસમાં કોવિડના 8 લાખથી વધુ કેસ
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં ભયંકર તબાહી મચાવી છે. હવે ઉત્તર કોરિયામાં પણ કોરોના ખતરનાક રીતે ફેલાઈ રહ્યો છે. ઉત્તર કોરિયાએ રવિવારે તાવથી વધુ 15 દર્દીઓના મૃત્યુ જાહેર કર્યા. KCNAના રીપોર્ટમાં જણાવ્યું કે કુલ 42 લોકોનો મૃત્યુ પામ્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં કોરિયામાં કોરોના વાયરસના 820,620 કેસ નોંધાયા છે. જેમાં ઓછામાં ઓછા 324,550 દર્દીઓ સારવાર હેઠળ છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને જણાવ્યું હતું કે કોરાના માહમારીને કારણે દેશમાં "મોટી ઉથલપાથલ" થઈ ગઇ છે.
KCNAના અહેવાલ મુજબ "દેશના તમામ શહેરો અને ગામડાંઓમાં સંપૂર્ણપણે લોકડાઉન લાગુ કરી દીધું છે. તમામ ફેક્ટરીઓ અને ઉત્પાદન કરતાં એકમો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે ઉત્તર કોરિયામાં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ જોવા મળી રહ્યા છે. ઉત્તર કોરિયાએ ગુરુવારે જાહેર કર્યું કે રાજધાની પ્યોંગયાંગમાં ખતરનાક ઓમિક્રોન વેરિઅન્ટના કેસ જોવા મળ્યા છે. જે બાદ તરત જ કિમ જોંગ ઉને લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપ્યો હતો.
વધુમાં કિમે શનિવારે કહ્યું કે "ડીપીઆરકેની સ્થાપના થઈ ત્યારથી આપણા દેશમાં  કોરોના વાયરસનું સંક્રમણ વધતાં ભારે નુકશાન થઇ રહ્યું છે.  ઉત્તર કોરિયામાં વિશ્વની સૌથી ખરાબ આરોગ્ય વ્યવસ્થા છે. ત્યાં કોઈ કોરોનાની વેક્સીન, એન્ટિવાયરલની સારવાર માટે દવાઓ અને મોટા પાયે ટેસ્ટિંગની પણ સુવિધા નથી. ઉત્તર કોરિયાએ અગાઉ કોરોના વાક્સિન માટે ચીન અને વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ની કોવેક્સ યોજનાની ઓફરને નકારી કાઢી હતી. પરંતુ બેઇજિંગ અને સિઓલ બંનેએ સહાય અને વેક્સિન માટે નવો પ્રસ્તાવ પણ  કર્યો છે.
KCNAના રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી થયું કે નવા કેસો કોરોના વાયરસને કારણે મૃત્યુ થયા છે કે કેમ. આ દરમિયાન અમેરિકા ચેતવણી આપી છે કે કિમ જોંગ ઉન ટૂંક સમયમાં વધુ એક પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.