Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક નહીં પરંતુ એક સાથે 9 વેરિએન્ટ મચાવી રહ્યા છે હાહાકાર, રીસર્ચમાં થયો મોટો ખુલાસો

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ તબાહી મચાવી રહ્યું છે. કોરોનાને લઈને રિસર્ચ કરવામાં આવ્યું હતું તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હીમાં કોરોનાના એક નહીં પરંતુ એકસાથે 9 વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ઓમિક્રોનના BA 2.12 સહિત 9 વેરિએન્ટ જોવા મળી રહ્યા છે. સેમ્પલના જીનોમ સિક્વન્સિંગના અભ્યાસ બાદ આ વાત સામે આવી છે. આ પહેલા બુધવારે એક રિપોર્ટ સà
એક નહીં પરંતુ એક સાથે 9 વેરિએન્ટ મચાવી રહ્યા છે
હાહાકાર  રીસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ તબાહી મચાવી
રહ્યું છે.
કોરોનાને લઈને રિસર્ચ કરવામાં આવ્યું હતું
તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હીમાં કોરોનાના એક નહીં પરંતુ એકસાથે 9
વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ
ઓમિક્રોનના BA 2.12 સહિત 9 વેરિએન્ટ જોવા મળી રહ્યા છે. સેમ્પલના જીનોમ સિક્વન્સિંગના અભ્યાસ
બાદ આ વાત સામે આવી છે. આ પહેલા બુધવારે એક રિપોર્ટ સામે આવ્યો હતો કે જાન્યુઆરીથી
માર્ચ સુધી દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામેલા
97 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત હતા.


Advertisement

દેશમાં કોરોનાના કેસમાં થયેલા વધારાએ ફરી એકવાર સરકાર અને સામાન્ય
લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં
જોરદાર ઉછાળો આવ્યો છે. બુધવારે દિલ્હીમાં કોરોનાના
1009 કેસ નોંધાયા હતા. એક વ્યક્તિનું મોત પણ થયું હતું. જ્યારે મંગળવારે
દિલ્હીમાં કોરોનાના કેસ
600થી થોડા વધુ હતા. આ રીતે અંદાજ લગાવી
શકાય છે કે દિલ્હીમાં કોરોનાએ જોર પકડ્યું છે. 
ગુરુવારે જીનોમ સિક્વન્સિંગના અભ્યાસમાં ચોંકાવનારી બાબતો સામે આવી
છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે નવી દિલ્હીમાં કોરોના ટેસ્ટ સેમ્પલના અભ્યાસમાં
ઓમિક્રોનના કુલ
9 વેરિઅન્ટ મળી આવ્યા છે. જેમાં BA.2.12.1 પણ સામેલ છે. ઉલ્લેખનિય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)
એ ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે ઓમિક્રોનનું BA.2 પેટા પ્રકાર BA.1 સ્ટ્રેન કરતાં વધુ ચેપી છે. જો કે ચિંતા કરવાની બહુ જરૂર નથી.

Advertisement


દિલ્હીની એલએનજેપી હોસ્પિટલના એમડીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે દિલ્હીમાં
કોવિડના કેસ વધી રહ્યા છે
, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા
ઓછી છે.
99% કોવિડ પથારી ખાલી છે. એલએનજેપીમાં સાત
દર્દીઓ દાખલ છે. ચાર મહિનાનું બાળક ઓક્સિજન સપોર્ટ પર છે. જો માતા-પિતા રસી ન લે
તો બાળકોને કોરોનાનું જોખમ વધી શકે છે. આ પહેલા બુધવારે એક રિપોર્ટ સામે આવ્યો હતો
કે રાજધાની દિલ્હીમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કોરોનાથી મૃત્યુ પામેલા લોકોમાંથી
97 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત હતા. જો કે રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો નથી
કે ઓમિક્રોન વેરિઅન્ટ તેના મૃત્યુ પાછળનું કારણ હતું.

Tags :
Advertisement

.

×