કોરોનાનું આ વેરીઅન્ટ છે સૌથી ઘાતક, આ દેશમાં નોંધાયા છે કેસ
બે વર્ષથી વધુ સમયથી સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણની ઝપેટમાં છે. હાલમાં, વૈશ્વિક સ્તરે સંક્ર્મણ ઘટી રહ્યું છે પરંતુ કેટલાક દેશોમાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. ભારતના પાડોશી દેશ ચીનમાં ફરી એકવાર કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે સંક્ર્મણ અટકાવવા ચીનના ચાંગચુન શહેરના ઔદ્યોગિક કેન્દ્રમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. અહીં કોરોના કેસમાં આ ઉછાળાનું કારણ ઓમિક્રોન વેરિઅન્ટ હોવા
Advertisement
બે વર્ષથી વધુ સમયથી સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણની ઝપેટમાં છે. હાલમાં, વૈશ્વિક સ્તરે સંક્ર્મણ ઘટી રહ્યું છે પરંતુ કેટલાક દેશોમાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. ભારતના પાડોશી દેશ ચીનમાં ફરી એકવાર કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે સંક્ર્મણ અટકાવવા ચીનના ચાંગચુન શહેરના ઔદ્યોગિક કેન્દ્રમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. અહીં કોરોના કેસમાં આ ઉછાળાનું કારણ ઓમિક્રોન વેરિઅન્ટ હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, અન્ય એક અહેવાલમાં યુરોપિયન દેશોમાં ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટના સંયોજન 'ડેલ્ટાક્રોન'એ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે ફ્રાન્સ, નેધરલેન્ડ અને ડેનમાર્ક જેવા દેશોમાં ડેલ્ટાક્રોનના કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સૌથી ચેપી અને સૌથી ઘાતક પ્રકારોમાંના એકનું સંયોજન લોકોમાં ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
WHOના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે દેશોમાં હાલમાં સંક્રમણનો દર ઓછો છે તેમણે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ. કોરોનાના ઘણા પ્રકારો હજુ પણ સક્રિય જોવા મળે છે.
ડેલ્ટાક્રોન લોકોને સંક્રમિત કરી રહ્યું છે
કેલિફોર્નિયા સ્થિત લેબ હેલિક્સના યુએસ સંશોધકોએ 22 નવેમ્બર અને 13 ફેબ્રુઆરી વચ્ચે એકત્રિત કરાયેલા 29,719 કોરોના વાયરસ-પોઝિટિવ નમૂનાઓની તપાસ કરી. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે મોટાભાગના લોકોમાં બે પ્રકારો સાથે ચેપનું સંયોજન હતું. નમૂનામાં ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટની આનુવંશિક સામગ્રી મળી આવી હતી. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે યુરોપીયન દેશોમાં સંક્રમિત થયેલા મોટાભાગના લોકો એકસાથે બે પ્રકારના કોરોના વાયરસની અસર થઇ રહી છે.