Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Neo-realist film - ‘રૂદાલી’ રડવું એ તેનો વ્યવસાય છે પરંતુ આંસુ પોતાનાં

Neo-realist ફિલ્મની આજે વાત. કલ્પના લાજમીની ફિલ્મ ‘રૂદાલી’. વિષય નાજૂક છે. કલ્પના લજમીનું દિગ્દર્શન,ગુલજારની સ્ક્રિપ્ટ અને મધુર ગીતો અને કલાકારોનો ઉત્કૃષ્ઠ અભિનય ફિલ્મને બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાં ટોચનું સ્થાન અપાવે છે.   રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં, રાજવીઓ અને એમના ભાયાતોના ઘરોમાં અને...
neo realist film   ‘રૂદાલી’ રડવું એ તેનો વ્યવસાય છે પરંતુ આંસુ પોતાનાં
Advertisement

Neo-realist ફિલ્મની આજે વાત. કલ્પના લાજમીની ફિલ્મ ‘રૂદાલી’. વિષય નાજૂક છે. કલ્પના લજમીનું દિગ્દર્શન,ગુલજારની સ્ક્રિપ્ટ અને મધુર ગીતો અને કલાકારોનો ઉત્કૃષ્ઠ અભિનય ફિલ્મને બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાં ટોચનું સ્થાન અપાવે છે.  

રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં, રાજવીઓ અને એમના ભાયાતોના ઘરોમાં અને પછીથી રાજપૂત જમીનદારોના ઘરોમાં, જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય,ત્યારે મરશિયા ગાવા એક ખાસ કોમની(ગુજરાતમાં મીર કોમ-મીરાણી)ને બોલાવવામાં આવે છે. એમના મરશિયા સંભાળી ભલભલો પથ્થર દિલ પણ દ્રવી જાય. મીરાણીઓ રાજપૂતોના મરણ પ્રસંગે. લગ્ન પ્રસંગે જેવો પ્રસંગ એવાં ગીતો ગાઈને જ નભે છે.   

Advertisement

આ નાજુક વિષય પર કલ્પના લાજમીએ ફિલ્મ બનાવી. ફિલ્મ 'રુદાલી'(1993).  બંગાળી લેખિકા મહાશ્વેતા દેવી દ્વારા લખાયેલ 1979ની ટૂંકી વાર્તા ‘નામ’ પર આધારિત છે,

Advertisement

ગુલઝાર દ્વારા રૂપાંતરિત અને કલ્પના લાજમી દ્વારા નિર્દેશિત... શીર્ષક પાત્રમાં ડિમ્પલ કાપડિયા, રાખી, રાજ બબ્બર અને અમજદ ખાન ઉપરાંત, રઘુવીર યાદવ, મીતા વશિષ્ઠ, મનોહર સિંહ સહાયક ભૂમિકામાં છે.અમજદખાનનો શ્રેષ્ઠ અભિનય હતો પણ કમનસીબે એ તેમના જીવનની છેલ્લી ભૂમિકાઓમાંની એક છે જે તેમના મૃત્યુ પછી રજૂ થઈ હતી.

Neo-realist-સમાંતર સિનેમા...

ફિલ્મનું શૂટિંગ મોટાભાગે પશ્ચિમ રાજસ્થાનમાં થયું હતું, જે જેસલમેર વિસ્તારથી 40 કિમી દૂર સ્થિત છે... ફિલ્મમાં  અમજદ ખાનને આ ગામનો જમીનદાર બતાવવામાં આવ્યો છે. .. જેસલમેરનો કિલ્લો,રણ અને કુલધારાના શાપિત ખંડેરોના લોકેશનોનો સુંદર ઉપયોગ થયો છે.

‘રૂદાલી’ ફિલ્મને અનેક એવોર્ડસ

'રુદાલી' એક નિર્ણાયક અને અણધારી કમર્શિયલ સફળતા હતી. ફિલ્મની પટકથા, સંગીત, ટેકનિકલ સિદ્ધિઓ અને લાજમીના દિગ્દર્શન અને ડીમ્પલ કાપડિયા અને અમજદખાનના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, ઘણા એવોર્ડસ પણ મળેલા જેમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો સમાવેશ થાય છે, ત્રણ ફિલ્મફેર પુરસ્કારો માટે નામાંકન પણ થયા, કાપડિયાને શ્રેષ્ઠ અભિનય માટે ક્રિટિક્સ એવોર્ડ મળ્યો, કાપડિયાએ 8મા દમાસ્કસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને 38મા એશિયા-પેસિફિક ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનું સન્માન મેળવ્યું, જ્યાં ભૂપેન હઝારિકાને તેના માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. 66માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ભારતીય પ્રવેશ તરીકે ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તેને નોમિની તરીકે સ્વીકારવામાં આવી ન હતી.

આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા 'શનિચરી' તરીકે અભિનય કરે છે જે એકલવાયું અને અભાવોથી પીડિત મહિલા છે જે જીવનભર દુર્ભાગ્ય અને ત્યાગનો સામનો કરવા છતાં રડીને દુઃખ વ્યક્ત કરી શકતી નથી જે પોતાનું અંગત દુખ રૂદાલી તરીકના કામમાં મરશિયા ગાવામાં વ્યક્ત કરે છે.

રૂદાલી શનીચરીને ગામલોકો છપ્પરપગી ગણે છે

શનિચરીનો જન્મ શનિચર (શનિવાર)ના દિવસે થયો હતો. શનિ (શનિ) ગ્રહ જેને હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે તે શનિચરીને ગામલોકોએ તેમની ગામમાં બનતી દરેક ખરાબ ઘટનાઓ માટે દોષી ઠેરવે છે. જેને તે ખૂબ પ્રેમ કરે છે તે ગામ ઠાકુર રામાવતાર સિંહ (અમજદ ખાન) તેના મૃત્યુના શોક માટે કહે છે કે તેનો કોઈ સંબંધી તેના માટે આંસુ નહીં વહાવે.

ઠાકુરના ગામમાં રહેતી  વિધવા શનિચરી સાથે તેમની મિત્રતા વધે છે, શનિચરીએ તેના જીવનની વાર્તા ભીખાણીને સંભળાવી જે ફ્લેશબેકમાં બહાર આવે છે....

ઠાકુરના પુત્ર લક્ષ્મણ સિંહ (રાજ બબ્બર) શનિચરીને પ્રેમ કરે છે અને તેને તેની હવેલીમાં પોતાની પત્નીની દાસી તરીકે રાખે છે. વિધવા શનિચરી મહેલમાં આવતાં જ રામાવતાર સિંહના કોલેરાથી અચાનક મૃત્યુ પામે છે.

થોડા વર્ષો પછી, વિધવા શનિચરીનો પુત્ર એક વેશ્યા મુંગરી (સુષ્મિતા મુખર્જી)ને તેની પત્ની તરીકે ઘરે લાવે છે, જેને શનિચરીએ નકારી કાઢે છે પરંતુ મુંગરી ગર્ભવતી હોવાનું જાણ્યા પછી તેને સ્વીકારે છે...પરંતુ ગામના પંડિત (મનોહર સિંહ) અને દુકાનદાર અશ્લીલ ટિપ્પણી કરે છે. બે સ્ત્રીઓ વચ્ચેની લડાઈ અને લડાઈ પછી, મુંગરી ગુસ્સામાં તેના બાળકને ગર્ભપાત કરે છે... શનિચરીએ પણ ગામ છોડવાનું નક્કી કર્યું અને છેલ્લી વાર લક્ષ્મણ સિંહને મળવા જાય છે.

રડવું એ જે તેનો વ્યવસાય છે પરંતુ પીડા અને આંસુ તેના પોતાના

પરંતુ તે રાત્રે ઠાકુર રામાવતાર સિંહનું મૃત્યુ થાય છે...અહીં એક સંદેશવાહક ભિખાણીના પ્લેગના કારણે મૃત્યુના સમાચાર લાવે છે અને શનિચરીને કહે છે કે ભીખાણી તેની માતા પિવલી હતી.......... શનિચારીએ હવે તેના માટે રડવું જોઈએ કે માતા માટે રડે કે તેના પુત્ર માટે કે જેણે ઘર છોડી દીધું હતું અથવા ઠાકુર રામાવતાર સિંહ માટે રડે? 'રુદાલી' એ રડવા માટે અને મરશિયા ગાવા માટે રાજમહેલમાં જવું જ પડે. ઠાકુરના અંતિમ સંસ્કાર વખતે શનિચરી ખૂબ જ રડે છે.

Neo-realist ફિલ્મ 'રૂદાલી'માં રૂદાલીનું રડવું એ જે તેનો વ્યવસાય છે પરંતુ પીડા અને આંસુ તેના પોતાના છે........

રુદાલીએ મુખ્યપ્રવાહના હિન્દી સિનેમાના ઘણા સામાન્ય ઘટકોનો ઉપયોગ કર્યો અને Neo-realist ફિલ્મ બની , જેમાં ભૂપેન હજારિકા દ્વારા રચાયેલા ગીતો... આ ફિલ્મમાં આસામના લોક સંગીતકાર ભૂપેન હજારિકા દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું.

ક્રોસઓવર આલ્બમ છે જેણે શ્રોતાઓના હૃદયમાં કાળથી કળા તરફ છલાંગ લગાવી

રૂદાલી, તે પહેલું સાચું ક્રોસઓવર આલ્બમ છે જેણે શ્રોતાઓના હૃદયમાં કાળથી કળા તરફ છલાંગ લગાવી છે, પ્રખ્યાત ગીત "દિલ હૂમ કરે" હજારિકાની અગાઉની રચના પર આધારિત હતું જે આસામી ફિલ્મ a માં રજૂ કરવામાં આવ્યું હતું. થોડા દાયકાઓ પહેલા મણિરામ દીવાન (1964) માં "બુકુ હમ કોરે" ગીતમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Advertisement

Related News

featured-img
મનોરંજન

Gold Smuggling case: ગોલ્ડની દાણચોરી કેસમાં અભિનેત્રીએ મોટો ખુલાસો

featured-img
મનોરંજન

Holi Film Songs : ભાંગ કરતાં ય વધુ નશાકારક એવરગ્રીન 5 ફિલ્મી હોળી ગીતો

featured-img
મનોરંજન

Anushka Sen Beach photos : 22 વર્ષીય અનુષ્કા સેનનો ગ્લેમરસ લુક, બીચ પર મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ

featured-img
મનોરંજન

Anniversary : 38 વર્ષના લગ્નજીવન પછી ગોવિંદા-સુનીતાના છૂટાછેડાના સમાચાર

featured-img
મનોરંજન

Shubman Gill આ બોલીવુડ એક્ટ્રેસને કરે છે ડેટ? ચિયરઅપ કરતી જોવા મળી આ અભિનેત્રી

featured-img
મનોરંજન

Nora Fatehi નું દર્દ છલકાયું, કહ્યું..આઈટમ સોન્ગ તો હીટ થયા પણ મને એક પૈસો ન મળ્યો!

×

Live Tv

Trending News

.

×