Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્યાં છે Katchatheevu Island જેનું નામ લઈને PM મોદીએ ઈન્દિરા ગાંધી પર કર્યા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપતા કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોના જવાબ પણ આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે આઝાદી બાદ ભારતને ત્રણ ટુકડામાં...
ક્યાં છે katchatheevu island જેનું નામ લઈને pm મોદીએ ઈન્દિરા ગાંધી પર કર્યા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપતા કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોના જવાબ પણ આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે આઝાદી બાદ ભારતને ત્રણ ટુકડામાં વહેંચી દીધું. પીએમએ તેમના સંબોધનમાં કચથીવુ ટાપુનું (Katchatheevu Island) નામનો ઉલ્લેખ કર્યો હતો.PM  મોદીએ કોંગ્રેસને સવાલ પૂછ્યો કે જ્યારે તમે ભારત માતાના ટુકડાની વાત કરો છો તો કચ્છથીવુ ટાપુનું નામ કેમ ભૂલી જવાય ચાલો જાણીએ  આ ટાપુ ક્યાં છે અને તેનો ઇતિહાસ શું છે.

Advertisement

શું કચથીવુ મા ભારતીનો ભાગ ન હતો :PM મોદી
PM MOdi એ લોકસભામાં કહ્યું હતું કે 'DMKના લોકો તેમના મુખ્ય પ્રધાન મને પત્ર લખે છે અને કહે છે કે કચ્છથીવૂને પાછા લાવવા.... જેમણે શ્રીલંકા પહેલાં બીજા દેશને એક ટાપુ આપ્યો હતો.... તે મા ભારતી... શું ભારત માતા ભારતનો ભાગ ન હતો? ઈન્દિરા ગાંધીના નેતૃત્વ દરમિયાન આવું બન્યું હતું.

Advertisement

ભારતમાં વિરોધ

1991 માં,તમિલનાડુ વિધાનસભાએ ટાપુ પરત કરવાની માગ કરતો ઠરાવ પસાર કર્યો. 2008 માં, તત્કાલિન સીએમ જયલલિતા કેન્દ્રને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા અને કચ્છથીવુ ટાપુ અંગેના કરારને અમાન્ય જાહેર કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે શ્રીલંકાને કચ્છથીવુ ગિફ્ટ કરવું ગેરબંધારણીય છે.

Advertisement

કાચથીવુ ટાપુ ક્યાં આવેલો છે?

ભારત અને શ્રીલંકાના દક્ષિણ છેડાની વચ્ચે જમીનનો એક નાનો ટુકડો છે પરંતુ તેનું મહત્વ વિશાળ છે. 1974 સુધી, કચ્છથીવુ ભારતનો એક ભાગ હતો પરંતુ શ્રીલંકા પણ આ ટાપુ પર દાવો કરતું રહ્યું. શ્રીલંકા અને રામેશ્વરમ (ભારત) વચ્ચે સ્થિત છે અને પરંપરાગત રીતે શ્રીલંકાના તમિલો અને તમિલનાડુના માછીમારો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષ 1974માં ભારત સરકાર અને શ્રીલંકા સરકાર વચ્ચે થયેલા કરાર બાદ ભારત સરકારે કાચથીવુ ટાપુની માલિકી શ્રીલંકાને સોંપી દીધી હતી. 1974માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો બંદરનાઈકે સાથે સંધિ પર હસ્તાક્ષર કર્યા અને કાચાથીવુ શ્રીલંકા બની ગયું.

1974 માં ભારતે સંયુક્ત કરાર હેઠળ શ્રીલંકાને કચ્છથીવુ ટાપુ સોંપ્યો.
20મી સદીની શરૂઆતથી, શ્રીલંકાએ ટાપુની પ્રાદેશિક માલિકીનો દાવો કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ 1974માં ભારતે એક સંયુક્ત કરાર હેઠળ આ ટાપુ શ્રીલંકાને સોંપી દીધો. એટલું જ નહીં, બે વર્ષ પછી ભારતે આ વિસ્તારમાં માછીમારીનો અધિકાર પણ છોડી દીધો.

આ  પણ વાંચો -તાપી : જુથ પાણી પુરવઠા યોજનાના કામોની કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કરી સમીક્ષા

Tags :
Advertisement

.