Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Voting Guidelines: મતદાન મથક પર બુરખો પહેરીને આવું કેટલું યોગ્ય, વિદેશમાં શુ નિયમો છે?

Voting Guidelines: તેલંગાણા (Telangana) ની હૈદરાબાદ (Hydrabad) બેઠક પરથી ભાજપના ઉમેદવાર માધવી લતા પર મુસ્લિમ મહિલા (Muslim Women) મતદાતાઓ સાથે ગેરવર્તન કરવાનો આરોપ લાગ્યો હતો. હૈદરાબાદ (Hydrabad) માં ચોથા તબક્કાના વોટિંગ (Voting) દરમિયાન એક વીડિયો સામે આવ્યો હતો જેમાં માધવી...
voting guidelines  મતદાન મથક પર બુરખો પહેરીને આવું કેટલું યોગ્ય  વિદેશમાં શુ નિયમો છે

Voting Guidelines: તેલંગાણા (Telangana) ની હૈદરાબાદ (Hydrabad) બેઠક પરથી ભાજપના ઉમેદવાર માધવી લતા પર મુસ્લિમ મહિલા (Muslim Women) મતદાતાઓ સાથે ગેરવર્તન કરવાનો આરોપ લાગ્યો હતો. હૈદરાબાદ (Hydrabad) માં ચોથા તબક્કાના વોટિંગ (Voting) દરમિયાન એક વીડિયો સામે આવ્યો હતો જેમાં માધવી મહિલાઓને બુરખો ઉતારવાનું કહે છે. ચૂંટણી અધિકારી (Election Commission) ના આદેશ પર તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ શું મતદાતાએ મતદાન કરતી વખતે ફરજિયાતપણે મોઠું બતાવુ જરૂરી છે ?

Advertisement

  • મતદાન મથક પર બુરખો પહેરીને આવું કેટલું યોગ્ય?

  • મતદાન મથક પર ચહેરાની પુષ્ટિ માટે ખાસ વ્યવસ્થા

  • વિદેશમાં શું નિયમ છે મતદાન કરતી વખતે ચહેરાને લઈ

ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર માધવી લતા વિરુદ્ધ IPC ની કલમ 171C, જાહેર સેવકને રોકવા માટે 186 અને 501 C હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ સાથે જ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 132 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. Hydrabad Collector કચેરીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. ભાજપના ઉમેદવારે કહ્યું કે કાયદા મુજબ મને મારા વિસ્તારના મતદારોના આઈડી કાર્ડ (Election Card) જોવાનો અને ચહેરાની પુષ્ટિ કરવાનો અધિકાર છે.

આ પણ વાંચો: AAP Swati Maliwal: હવે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટીમાં જ મહિલાઓ સુરક્ષિત નહીં

Advertisement

મતદાન મથક પર ચહેરાની પુષ્ટિ માટે ખાસ વ્યવસ્થા

સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું કામ ચૂંટણી પંચનું છે. એ પણ જોવામાં આવે છે કે કોઈ Fake Vote નાખ્યો નથી. જો જરૂરી હોય તો, મતદાન અધિકારીને Election Card પર બતાવવામાં આવેલા ફોટા સાથે Voters ના ચહેરાની ચકાસણી કરી શકે છે. ચૂંટણી પંચે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી છે કે મહિલા Voters ઓ જો Voting Booth પર બુરખા પહેરીને આવે છે. તો Voting અધિકારીઓએ તેમની ઓળખ ચકાસણી માટે Voting Booth પર ખાસ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. તેના અંતર્ગત એક અલગ રૂમમાં મહિલા પોલિંગ ઓફિસરની નિમણૂક કરવી જોઈએ જેથી ગોપનીયતા અને શિષ્ટતા જળવાઈ રહે.

Advertisement

આ પણ વાંચો: PM મોદી સાથે નામાંકન પત્ર ભરવા પહોંચેલા આ વિદ્વાન છે કોણ? રામ મંદીર સાથે છે ખાસ કનેક્શન..

વિદેશમાં શું નિયમ છે મતદાન કરતી વખતે ચહેરાને લઈ

Voting કરતી વખતે ચહેરાની પુષ્ટિ કરવીએ ખાસ બાબત છે. પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં ચહેરા ઢાંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહિલાઓ જાહેર સ્થળોએ બુરખો કે નકાબ પહેરી શકતી નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિયમ બનાવવામાં આવ્યો છે. સૌથી પહેલા 12 વર્ષ પહેલા આ નિયમો બનાવનાર ફ્રાન્સ પહેલો દેશ હતો. કોઈપણ મહિલા સંપૂર્ણપણે ચહેરો ઢાંકીને ઘરની બહાર નીકળી શકશે નહીં. નિયમોના ભંગ બદલ દંડ પણ નક્કી કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Karnataka News: માતા હિરાબાની તસવીર બનાવનાર કર્ણાટકની યુવતીને વડાપ્રધાને આભાર પત્ર લખી આપ્યો

Tags :
Advertisement

.