Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ ડૉ. ભીમરાવ આંબેડકરને કર્યા યાદ, આ ખાસ Video શેર કરી આપી શ્રદ્ધાંજલિ

ભારતીય બંધારણના ઘડવૈયા, આધુનિક ભારતના ઘડવૈયા, મહાન સમાજ સુધારક, સામાજિક સમાનતાના પ્રબળ હિમાયતી ભારતરત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર (Dr. Bhimrao Ambedkar) ની આજે જન્મજયંતિ છે. ડૉ. આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 ના રોજ મહુ, મધ્યપ્રદેશમાં એક મહાર પરિવારમાં થયો હતો,...
pm મોદીએ ડૉ  ભીમરાવ આંબેડકરને કર્યા યાદ  આ ખાસ video શેર કરી આપી શ્રદ્ધાંજલિ

ભારતીય બંધારણના ઘડવૈયા, આધુનિક ભારતના ઘડવૈયા, મહાન સમાજ સુધારક, સામાજિક સમાનતાના પ્રબળ હિમાયતી ભારતરત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર (Dr. Bhimrao Ambedkar) ની આજે જન્મજયંતિ છે. ડૉ. આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 ના રોજ મહુ, મધ્યપ્રદેશમાં એક મહાર પરિવારમાં થયો હતો, જે તે દિવસોમાં સમાજમાં નીચલી જાતિ ગણાતો હતો. આવી સ્થિતિમાં, આંબેડકરને સમાજમાં અસમાનતા અને ભેદભાવનો સામનો કરવો પડ્યો. આ મહામાનવની આજે 132 મી જન્મ જયંતિ છે જે અવસર પર PM મોદીએ ડૉ. ભીમરાવ આંબેડકરને યાદ કર્યા છે અને તેમને એક ખાસ અંદાજમાં એક Video શેર કરી શ્રદ્ધાંજલિ (PM Modi tribute to Dr. Bhimrao Ambedkar) અર્પણ કરી છે.

Advertisement

દિગ્ગજ નેતાઓ પાઠવી શ્રદ્ધાંજલિ

Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, PM મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત તમામ નેતાઓએ શુક્રવારે ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપીના વડા શરદ પવાર અને અન્ય નેતાઓ દિલ્હીમાં સંસદ ભવન લૉનમાં ડૉ બી.આર. આંબેડકરની 132 મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાઠવી શ્રદ્ધાંજલિ

લખનૌમાં બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આજે ​​ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. બીજી તરફ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દલિત પ્રતિમા અને બંધારણના પિતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિના અવસર પર અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આંબેડકર તેમના સમયના સૌથી શિક્ષિત લોકોમાંના એક હતા. તેમની પાસે 32 ડિગ્રી હતી. તેમણે કોલંબિયા યુનિવર્સિટી, યુએસએમાંથી અર્થશાસ્ત્રમાં એમએ અને પીએચડી કર્યું. આ પછી લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી એમએસસી, ડીએસસીની ડિગ્રી લીધી. બેરિસ્ટર એટ લોમાં સ્નાતક થયા અને કાયદાના મહાન વિદ્વાન પણ બન્યા. આંબેડકરે 1936 માં લેબર પાર્ટીની રચના કરી હતી. આંબેડકરે દલિતો પરના અત્યાચાર સામે અવાજ ઉઠાવવા માટે 'બહિષ્કૃત ભારત', 'મૂક નાયક', 'જનતા' નામના પાક્ષિક અને સાપ્તાહિક પેપર બહાર પાડ્યા.

આ પણ વાંચો - બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું આજે કરાશે અનાવરણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.