Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Naval Commanders Conference: આજથી 3 દિવસીય ભારતીય નૌકાદળના કમાન્ડર્સની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

Naval Commanders Conference: આજથી 3 દિવસીય ભારતીય નૌકાદળ (Indian Navy) ના કમાન્ડર્સની કોન્ફરન્સ શરૂ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Defense Ministry) અને ટોચના નૌકાદળના કમાન્ડર (Naval Commanders) અરબી સમુદ્રમાં નૌકાદળના બે વિમાનવાહક જહાજોમાંથી એક પર યોજાયેલી બેઠકમાં ભારતના દરિયાઈ સુરક્ષા...
naval commanders conference  આજથી 3 દિવસીય ભારતીય નૌકાદળના કમાન્ડર્સની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

Naval Commanders Conference: આજથી 3 દિવસીય ભારતીય નૌકાદળ (Indian Navy) ના કમાન્ડર્સની કોન્ફરન્સ શરૂ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Defense Ministry) અને ટોચના નૌકાદળના કમાન્ડર (Naval Commanders) અરબી સમુદ્રમાં નૌકાદળના બે વિમાનવાહક જહાજોમાંથી એક પર યોજાયેલી બેઠકમાં ભારતના દરિયાઈ સુરક્ષા પડકારોની સમીક્ષા કરશે.

Advertisement

  • રાજનાથ સિંહ નેવલ કમાન્ડરોને સંબોધિત કરશે
  • ત્રણ દિવસીય કોન્ફરન્સમાં સંવાદ થશે
  • રક્ષા મંત્રી અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

રાજનાથ સિંહ નેવલ કમાન્ડરોને સંબોધિત કરશે

Advertisement

એક અહેવાલ અનુસાર, રક્ષા મંત્રી (Defense Ministry) દ્વિવાર્ષિક નેવલ કમાન્ડર કોન્ફરન્સ (Naval Commanders Conference) ના ઉદ્ઘાટન સત્રમાં નેવલ કમાન્ડરોને સંબોધિત કરશે. તે બંને એરક્રાફ્ટ કેરિયર્સની ક્ષમતા જોવા માટે સમુદ્રમાં જશે. એરક્રાફ્ટ કેરિયર્સ INS Vikrant અને INS વિક્રમાદિત્ય "ટ્વીન કેરિયર ઓપરેશન્સ" માં તેમની લડાયક ક્ષમતા દર્શાવશે.

3 દિવસીય કોન્ફરન્સમાં સંવાદ થશે

3 દિવસીય કોન્ફરન્સ (Indian Navy) દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ (CDS) અનિલ ચૌહાણ, નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમાર, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરી નેવી કમાન્ડરો (Naval Commanders) સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે.

Advertisement

બેઠક દરમિયાન હિંદ મહાસાગરમાં ચીનની વધતી આક્રમકતા તેમજ લાલ સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં વિવિધ માલવાહક જહાજોને નિશાન બનાવતા હુથી આતંકવાદીઓના કારણે સર્જાયેલી સ્થિતિ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

રક્ષા મંત્રી અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

રક્ષા મત્રી રાજનાથ સિંહ કર્ણાટકના કારવારમાં ભારતીય નૌકાદળ (Indian Navy) ના વ્યૂહાત્મક આધાર પર અનેક માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના લાંબા ગાળાના સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખીને તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Tamil Nadu: બે શાળાઓને મળી બોમ્બની ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

Tags :
Advertisement

.