Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Manipur Violence : મણિપુરમાં ભાજપની ઓફિસ સળગાવ્યા બાદ, CM બિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. મેઇતેઇ સમુદાયના બે ગુમ થયેલા વિદ્યાર્થીઓની હત્યા બાદ રાજ્યમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. ગુરૂવારે ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘણી જગ્યાએ અથડામણ થઈ હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ ઈમ્ફાલમાં...
manipur violence   મણિપુરમાં ભાજપની ઓફિસ સળગાવ્યા બાદ  cm બિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. મેઇતેઇ સમુદાયના બે ગુમ થયેલા વિદ્યાર્થીઓની હત્યા બાદ રાજ્યમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. ગુરૂવારે ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘણી જગ્યાએ અથડામણ થઈ હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ ઈમ્ફાલમાં મુખ્યમંત્રી બિરેન સિંહના પૈતૃક નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

Advertisement

Advertisement

ગુરુવારે, મુખ્યપ્રધાન એન બિરેન સિંહના પૈતૃક નિવાસસ્થાન તરફ કૂચ કરવા માટે ઇમ્ફાલ પૂર્વના હેંગિંગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વિરોધીઓ એકઠા થયા હતા. પરંતુ સુરક્ષા દળોએ તેમને રોક્યા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું- ઈમ્ફાલના હિંગાંગ વિસ્તારમાં મુખ્યમંત્રીને પૈતૃક આવાસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા દળોએ ભીડના જવાબથી લગભગ 100 મીટર પહેલા જ રોકી દીધા. તેમણે કહ્યું- આ નિવાસસ્થાને કોઈ નથી રહેતું, જો કે તે કડક સુરક્ષા હેઠળ છે.

મણિપુરમાં સ્થિતિ અંકુશમાં લેવા કેન્દ્રે IPS રાકેશ બલવાલને જવાબદારી સોંપી

કેન્દ્ર સરકારે સ્થિતિ અંકુશમાં લેવા માટે આ વખતે IPS રાકેશ બલવાલને જવાબદારી સોંપી છે. જેમની હત્યાનાં અહેવાલોએ હિંસા ભડકાવી છે તે બંને વિદ્યાર્થીઓ જુલાઈમાં ગુમ થઈ ગયા હતા. તેમનું અપહરણ કરાયું હોવાનાં અહેવાલો હતા. વિદ્યાર્થીઓની હત્યાના સમાચાર દાવાનળની જેમ ફેલાયા પછી રોષે ભરાયેલા લોકોએ ઈમ્ફાલમાં વાહનો અને મકાનોને સળગાવ્યા હતા. રસ્તા બ્લોક કર્યા હતા. જિલ્લા અધિકારી (DC)ની ઓફિસમાં તોડફોડ કરી હતી. સરકારી માલ મિલકતોને ભારે નુકસાન પહોંચાડયું હતું. રાજ્યમાં સ્થિતિ જે રીતે બેકાબૂ બની છે તે પછી કેન્દ્રનાં ગૃહમંત્રાલયે શ્રીનગરનાં ટોચના પોલીસ અધિકારી રાકેશ બલવાલને મણિપુર મોકલ્યા છે. બલવાલ હાલ શ્રીનગરમાં SSP છે.

બે વાહનોમાં આગ લગાડવામાં આવી

મણિપુરમાં બે યુવકના મોતને લઈને છાત્રોએ મંગળવાર અને બુધવારે હિંસક વિરોધ પ્રદર્શન કર્યા હતા. ભીડે ગુરુવારે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કાર્યાલયમાં પણ તોડફોડ કરી હતી. અને બે વાહનોમાં આગ લગાવી દીધી. રાજ્યના મેતેઇ પ્રભુત્વવાળા વેલી વિસ્તારમાં હિંસા ચરમ પર છે. મંગળવારથી તીવ્ર, વ્યાપક વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યાં છે. વિરોધ પ્રદર્શનની બે તસવીર વાયરલ થયા બાદ હિંસા વધી છે. તસવીર બે મેતેઇ યુવાનોની છે, જે 6 જુલાઈથી લાપતા છે અને તેમણે આતંકવાદીઓએ મારી નાખ્યા છે. મૃતકની ઓળખ હિઝામ લિનથોઇંગામી (17 વર્ષ) અને ફિઝામ હેમજીત (20 વર્ષ) તરીકે થઈ છે.

મણિપુરમાં બે છાત્રની હત્યા પર દોષિતો વિરુદ્ધ કાર્યવાહીનો આગ્રહ કર્યો

વર્તમાનમાં દિલ્હીમાં રહેતા મણિપુરના 20થી વધુ ધારાસભ્યોએ કેન્દ્રને અશાંત રાજ્યમાં બે યુવકોના અપહરણ અને હત્યા માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો. ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને તે સુનિશ્ચિત કરવાનો પણ આગ્રહ કર્યો કે CBI તપાસમાં ઝડપ લાવવામાં આવે. ધારાસભ્યમાંથી એક રાજકુમાર ઈમોસિંહે એક્સ પર લખ્યું- દિલ્હીમાં હાલ મોટા ભાગના ધારાસભ્ય કેન્દ્ર સરકારને ઝડપી ન્યાય આપવાની માગ કરી છે. આવો આગામી કેટલાંક દિવસોમાં તેમાં સામેલ દોષિતોને ધરપકડ કરીને ન્યાય સુનિશ્ચિત કરે.

શું છે લાપતા વિદ્યાર્થીઓના મોતનો મામલો?

6 જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓની હત્યાના વિરોધમાં સ્થાનિક લોકોએ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન મંગળવારે રાત્રે સ્થાનિક પ્રદર્શનકારીઓ અને આરએએફ સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા અને દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો. આ ઘટનામાં 45 લોકો ઘાયલ થયા છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે.બંને વિદ્યાર્થીઓની હત્યાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઈ ડાયરેક્ટર અજય ભટનાગર બુધવારે તેમની ટીમ સાથે ઈમ્ફાફાલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી બિરેન સિંહ આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સતત સંપર્કમાં છે.સુરક્ષા કર્મચારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ  પણ  વાંચો -CRIME : ઉજ્જૈન રેપ કેસના આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, પોલીસની ધરપકડમાં ઘાયલ થયો

Tags :
Advertisement

.