Maharashtra MLC: MVA ના કારણે શું માહારાષ્ટ્રના વિધાન પરિષદના સભ્યની ચૂંટણીમાં આવ્યો હતો વળાંક?
Maharashtra MLC: Maharashtra માં તાજેતરમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીઓએ વિરોધ પક્ષ MVA ના રાજકીય સમીકરણોને મોટો ફટકો આપ્યો છે. એવું લાગતું હતું કે Shivsena (UBT) ના ઉમેદવાર Milind Narvekar એ Congress ના મતોની મદદથી સરળ વિજય મેળવ્યો છે, પરંતુ મતદાન પહેલા Congress અને Shivsena ઉદ્ધવ જૂથ વચ્ચે રાજકીય નાટક ચાલી રહ્યું હતું.
ઉમેદવાર Milind Narvekar એ 22 મતોથી જીત મેળવી
ઉદ્ધવ જૂથને ડર હતો કે ક્રોસ વોટિંગ થઈ શકે છે
7 નામો પર પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું
ચૂંટણી પરિણામો અનુસાર, Shivsena (UBT) ના ઉમેદવાર Milind Narvekar એ 22 મતોથી જીત મેળવી હતી. જેમાં ઉદ્ધવ જૂથના 15 મત અને એક અપક્ષ મતનો સમાવેશ થાય છે. જ્યારે Congress દાવો કરે છે કે Milind Narvekar ને તેના 7 મત મળ્યા છે. ત્યારે જૂથનું કહેવું છે કે Milind Narvekar ને Congress માંથી 7 નહીં પણ માત્ર 6 મત મળ્યા છે. તેથી જ તેમના મતોની સંખ્યા 22 થઈ ગઈ છે અને તેઓ બીજા રાઉન્ડમાં ચૂંટણી જીત્યા છે.
जल्लोष... pic.twitter.com/9NF0JnhTsV
— Milind Narvekar (@NarvekarMilind_) July 13, 2024
ઉદ્ધવ જૂથને ડર હતો કે ક્રોસ વોટિંગ થઈ શકે છે
તો ઉદ્ધવ જૂથના નેતાઓએ Congress ના મતો મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. કારણ કે તેમની પ્રથમ યાદીમાં એવા નામ હતાં કે, જેના વિશે ઉદ્ધવ જૂથને ડર હતો કે તેઓ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી શકે છે. જેમાં મોહનરાવ હંબર્ડે, હિરામણી ખોસ્કર, સુલભા ખોડકે, કુણાલ પાટીલ અને શિરીષ ચૌધરી જેવા Congress ના ધારાસભ્યોના નામ સામેલ છે. Congress નેતાઓ ઉદ્ધવ જૂથના ઉમેદવાર Milind Narvekar ને સમર્થન આપવા કે શરદ પવાર સમર્થિત ઉમેદવાર જયંત પાટીલને સમર્થન આપવાના મુદ્દે બે જૂથોમાં વહેંચાયેલા હતાં. જેઓ ખેડૂત અને કામદાર પાર્ટી (PWP) ના નેતા છે.
7 નામો પર પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું
તે જ સમયે બંને પક્ષો વચ્ચે જોરદાર દલીલબાજી પછી 12 જુલાઈના રોજ ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલમાં Congress ના પ્રદેશ પ્રભારી રમેશ ચેનીથલા અને Shivsena ના Uddhav thackeray ની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નામો સૂચિત કરવામાં આવ્યા હતાં. આખરે ઉદ્ધવ જૂથના સમર્થનમાં નાના પટોલે, કે.સી. પાડવી, સુરેશ વરપુડકર, શિરીષ ચૌધરી, સહસરામ કોરોટે, મોહનરાવ હુમ્બાર્ડે અને હિરામન ખોસ્કરના 7 નામો પર પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: UP CM Yogi: પહેલા તાજીયામાં લોકોના ઘરના તોડવામાં આવતા, લોકોને અત્યારનો સામનો કરવો પડતો