Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Exit Poll 2024: તમિલનાડુમાં BJP એક-એક સીટ માટે તરસશે, INDI ને મોટી સફળતા

નવી દિલ્હી : Lok Sabha election 2024 Exit Poll LIVE : લોકસભા ચૂંટણી 2024 માટે સાત તબક્કામાં મતદાન થયું. ઉમેદવારોની કિસ્મત EVM માં કેદ થઇ ચુકી છે. હવે રાહ જોવાઇ રહી છે 4 જૂને ચૂંટણીના પરિણામોની. પરંતુ તેની પહેલા સૌથી...
lok sabha exit poll 2024  તમિલનાડુમાં bjp એક એક સીટ માટે તરસશે  indi ને મોટી સફળતા

નવી દિલ્હી : Lok Sabha election 2024 Exit Poll LIVE : લોકસભા ચૂંટણી 2024 માટે સાત તબક્કામાં મતદાન થયું. ઉમેદવારોની કિસ્મત EVM માં કેદ થઇ ચુકી છે. હવે રાહ જોવાઇ રહી છે 4 જૂને ચૂંટણીના પરિણામોની. પરંતુ તેની પહેલા સૌથી સટીક એક્ઝિટ પોક આવી ચુક્યા છે. 1 કરોડના સેમ્પલ સાઇઝ ધરાવતો આ એક્ઝિટ પોલ સૌથી મોટો છ. લોકસભાની તમામ સીટો પર સર્વે કરવામાં આવ્યો હતો. લોકસભા સીટ અંતર્ગત આવનારી દરેક વિધાનસભા સીટના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Advertisement

એક્ઝિટ પોલ અનુસાર તમિલનાડુમાં ભાજપને 2, કોંગ્રેસને 8, ડીએમકેને 21 સીટો મળી શકે છે. AIADMK નું ખાતું પણ નથી ખુલી રહ્યું. બીજી તરફ લેફ્ટના ખાતામાં પણ એક પણ સીટ નથી આવી રહી. પીએમકેને 1 સીટ મળી શકે છે. સૌથી પહેલો આંકડો તમિલનાડુનો સામે આવી રહ્યો છે. પહેલો આંકડો તમિલનાડુનો છે. રાજ્યમાં કૂલ 29 લોકસભા સીટો છે. જેમાંથી ઇન્ડિયા ગઠબંધનને 35 અને એનડીએને 4 સીટો મળી રહી હોવાનું અનુમાન છે.

TV9-Peoples Insight, Polstrat દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેઓના સર્વેની સેમ્પલ સાઇઝ દેશની સૌથી મોટી સર્વે સાઇઝ છે. તેમાં IVR દ્વારા લોકોના મંતવ્યો લેવામાં આવ્યા અને રેન્ડમ નંબર જનરેટ દ્વારા કોલ કરવામાં આવી. અમે લોકસભાની 543 સીટ પર સર્વે કર્યો અને લોકસભા સીટ અંતર્ગત આવનારી દરેક વિધાનસભા સીટ પરથી સેમ્પલ લેવામાં આવ્યા છે.

Advertisement

સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. આ સાથે જ તમામ ઉમેદવારોની કિસ્મત EVM માં કેદ થઇ ચુકી છે. હવે રાહ જોવાઇ રહી છે એક્ઝિટ પોલની. જેના પરથી દેશના મુડનો અંદાજ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. કોની સરકાર બની રહી છે તેનું એક અનુમાન હશે. પરિણામો 4 જુનના રોજ જાહેર થશે. બીજી તરફ એક્ઝિટ પોલ પહેલા INDI ગઠબંધને દાવો કર્યો કે અમે જીતી રહ્યા છીએ અને સરકાર બનાવી રહ્યા છીએ. બીજી તરફ તેજસ્વી યાદવે પણ મોટો દાવો કરતા જણાવ્યું કે, ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે અને સરકાર બનાવી રહ્યા છે. જનતાનો એક્ઝિટવ પોલ 295 છે. અમે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી રહ્યા છીએ.

Advertisement
Advertisement

.