Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indigo: ઈન્ડિગોનો પાયલોટ પહોંચ્યો બોમ્બે હાઈકોર્ટમાં, ફ્લાઇટ દરમિયાન કિરપાણને લઈ જવાની પરવાનગી માટે કરી અરજી

ખાનગી એરલાઇન ઇન્ડિગોના એક કર્મચારીએ બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. કર્મચારીએ હાઈકોર્ટ પાસે માંગ કરી છે કે તે કેન્દ્ર સરકારને ફ્લાઇટ દરમિયાન કિરપાણને લઈ જવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપે.  તમને જણાવી દઈએ કે, કિરપાણએ વક્ર બ્લેડ સાથેની નાની છરી છે....
indigo  ઈન્ડિગોનો પાયલોટ પહોંચ્યો બોમ્બે હાઈકોર્ટમાં  ફ્લાઇટ દરમિયાન કિરપાણને લઈ જવાની પરવાનગી માટે કરી અરજી

ખાનગી એરલાઇન ઇન્ડિગોના એક કર્મચારીએ બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. કર્મચારીએ હાઈકોર્ટ પાસે માંગ કરી છે કે તે કેન્દ્ર સરકારને ફ્લાઇટ દરમિયાન કિરપાણને લઈ જવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપે.  તમને જણાવી દઈએ કે, કિરપાણએ વક્ર બ્લેડ સાથેની નાની છરી છે. શીખ ખાલસાના પાંચ વિશિષ્ટ ચિહ્નોમાંનું એક કિરપાણ છે.આ સમગ્ર મામલો છેઈન્ડિગોનું સંચાલન કરતી ઈન્ટરગ્લોબ એવિએશનના પાયલટ અંગદ સિંહે હાઈકોર્ટમાં અરજી કરી છે. અંગદે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે ભારતીય બંધારણની કલમ 25 હેઠળ તેને ધાર્મિક સ્વતંત્રતા છે અને તેથી તેને કિરપાણ ધારણ કરવાનો અધિકાર છે. આ કેસમાં જસ્ટિસ નીતિન સાંબ્રે અને જસ્ટિસ અભય મંત્રીની ખંડપીઠે સોમવારે કેન્દ્ર સરકાર અને એરલાઇનને નોટિસ મોકલીને તેમનો જવાબ માંગ્યો હતો. બેન્ચે આ કેસની આગામી સુનાવણી 29 જાન્યુઆરી, 2024ના રોજ નિયત કરી છે.મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘનમીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંહના વકીલ સાહિલ શ્યામ દેવાનીએ કહ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોમાં સુધારો કરવાની જરૂર છે. કારણ કે 12 માર્ચ, 2022ના રોજ સરકારે શીખ પ્રવાસીઓને ખાસ આકારની કિરપાણ સાથે રાખવાની મંજૂરી આપી હતી. હાલમાં એરપોર્ટ કે એરલાઈન્સમાં કામ કરતા કર્મચારીઓને કિરપાણ લઈ જવાની મંજૂરી નથી. અરજીમાં અંગદે દાવો કર્યો છે કે આ નિયમ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

Advertisement

આ પણ વાંચો-મજબૂત સુરક્ષા, 105 કરોડનો ખર્ચ… જમ્મુની આ જેલ આતંકવાદીઓ માટે ‘કાળા પાણી’થી ઓછી નહીં હોય…

Advertisement

Tags :
Advertisement

.