Haryana: વિધાનસભામાં એવું તો શું થયું કે અચાનક CM ખટ્ટરે ગીતા પર હાથ રાખી સોગંદ ખાધા, કહ્યું- જો કોઈ અધિકારી...!
હરિયાણા વિધાનસભામાં શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો છે. પબ્લિક સર્વિસ કમિશનમાં સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષ દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા. આ મામલે સીએમ મનોહર લાલ ખટ્ટરે કડક વલણ દાખવ્યું હતું. તેમણે અચાનક ગીતા પર હાથ રાખીને સોગંદ ખાધી અને કહ્યું કે સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર મામલે જો કોઈ પણ અધિકારી સામેલ હશે તો તેને છોડવામાં નહીં આવે.
અહેવાલ અનુસાર, સીએમ મનોહર લાલ ખટ્ટર તેમની પાસે હંમેશાં એક નાની ગીતા રાખે છે. જણાવી દઈએ કે, વિધાનસભાના ત્રણ દિવસીય શિયાળુ સત્રના પહેલા જ દિવસે વિધાનસભામાં વિપક્ષ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો હતો. પ્રશ્નકાળ અને શૂન્ય કાળ દરમિયાન પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ સવાલો કર્યાં હતા. દરમિયાન, જિંદમાં પ્રિન્સિપાલ દ્વારા સ્કૂલની વિદ્યાર્થિનીઓની છેડતીના મામલાને લઈને ડેપ્યૂટી સીએમ દુષ્યંત ચૌટાલા અને કોંગ્રેસના ધારાસભ્ય ગીતા ભુક્કલ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. દરમિયાન સદનની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત પણ કરવામાં આવી હતી.
વિપક્ષી ધારાસભ્યને સીએમ ખટ્ટરનો જવાબ
સદનમાં વિપક્ષી ધારાસભ્યે કહ્યું કે, પોલીસ વિભાગમાં 21 હજારથી વધુ જ્યારે આરોગ્ય વિભાગમાં 14 હજારથી વધુ પદ પર જગ્યા ખાલી છે. 9 વર્ષમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સતત વધી રહી છે. જ્યારે બેરોજગારીએ પણ સમસ્યા વધારી છે. આથી સીએમ ખટ્ટરે તેમના ખિસ્સામાંથી એક નાની ગીતા કાઢીને તેના પર હાથ રાખીને સોગંદ લીધા અને કહ્યું કે સરકારી નૌકરીઓમાં ભ્રષ્ટાચાર મામલે જો કોઈ અધિકારીની સંડોવણી હશે તો તેને છોડવામાં નહીં આવે.
આ પણ વાંચો - PRIYA SINGH CASE: પ્રેમિકા પર હુમલો કરનારા IASના પુત્ર સહિત 3 ને જામીન, ગઈકાલે જ થઈ હતી ધરપકડ