Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Emergency Landing : મુંબઈથી ગુવાહાટી જતી Indigo Flight નું ઢાકામાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

Indigo Flight Diverted: આસામના ગુવાહાટીમાં ખરાબ હવામાનને કારણે મુંબઈથી ગુવાહાટી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Indigo Flight Diverted)કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ 6E 5319ને ઢાકા, બાંગ્લાદેશ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.   ઢાકાથી ગુવાહાટી પરત લાવવાની તૈયારી Indigo...
emergency landing   મુંબઈથી ગુવાહાટી જતી indigo flight નું ઢાકામાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

Indigo Flight Diverted: આસામના ગુવાહાટીમાં ખરાબ હવામાનને કારણે મુંબઈથી ગુવાહાટી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Indigo Flight Diverted)કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ 6E 5319ને ઢાકા, બાંગ્લાદેશ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

Advertisement

ઢાકાથી ગુવાહાટી પરત લાવવાની તૈયારી

Advertisement

Indigo Flight Diverted ઈમરજન્સી લેન્ડિંગ બાદ ઢાકાથી ગુવાહાટીની ફ્લાઈટને ઓપરેટ કરવા માટે હવે વૈકલ્પિક ક્રૂની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોને અપડેટ વિશે જાણ કરવામાં આવી હતી અને ઓનબોર્ડ ભોજન પીરસવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ફ્લાઇટમાં કોંગ્રેસના એક નેતા પણ ફસાયા છે.

Advertisement

કોંગ્રેસના નેતાએ જાણકારી આપી

મુંબઈ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સૂરજ સિંહ ઠાકુરે આ અંગેની માહિતી સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને આપી હતી. તેણે લખ્યું કે તે મુંબઈથી ગુવાહાટી કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા હતા, પરંતુ વચ્ચે ફ્લાઈટને અચાનક ડાયવર્ટ કરવામાં આવી હતી. પૂછપરછ કરવા પર, ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સથી ખબર પડી કે હવામાન ખૂબ જ ખરાબ છે અને ગાઢ ધુમ્મસ છે, તેથી ક્રૂ મેમ્બર્સ કોઈ જોખમ લેવા માંગતા નથી. તેણે કંપની અને એરપોર્ટ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ ફ્લાઈટ ડાયવર્ટ કરી હતી.

આ પણ વાંચો - Election 2024: PM આજે બિહારના પ્રવાસે, ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.