Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Canada જવા ઇચ્છતા લોકો માટે માઠા સમાચાર, જવું તો મુશ્કેલ ત્યાં વસવું તેના કરતા પણ મુશ્કેલ

Canada News : જસ્ટિન ટ્રુડોની સરકારે દેશના કામદારોની અછતને પૂર્ણ કરવા માટે કોવિડ-19 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામના કલાકોની અસ્થાયી સીમાને અસ્થાયી રીતે ખતમ કરી દીધી હતી. જો કે કેનેડામાં ભારતીયો સહિત અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી...
canada જવા ઇચ્છતા લોકો માટે માઠા સમાચાર  જવું તો મુશ્કેલ ત્યાં વસવું તેના કરતા પણ મુશ્કેલ

Canada News : જસ્ટિન ટ્રુડોની સરકારે દેશના કામદારોની અછતને પૂર્ણ કરવા માટે કોવિડ-19 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામના કલાકોની અસ્થાયી સીમાને અસ્થાયી રીતે ખતમ કરી દીધી હતી. જો કે કેનેડામાં ભારતીયો સહિત અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેનેડા સરકારે અભ્યાસની સાથે સાથે કમાણીના આઇડીયા પર હવે કાપ મુક્યો છે. કેમ્પસ બાદ કામ કરવાના કલાકોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કેનેડાના નવા નિયમો અનુસાર હવે સપ્ટેમ્બર મહીનાથી પ્રતિ સપ્તાહ 24 કલાક જ પરિસર બહાર રહીને કામ કરી શકાશે. મંગળવારે આ અંગેનો નવો નિયમ પ્રભાવમાં આવશે.

Advertisement

અભ્યાસના બહાને કમાવા આવતા લોકોને અટકાવવા માટે

કેનેડામાં આવતા લોકો, શરણાર્થીઓ અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે સોમવારે એક પ્રેસનોટમાં કહ્યું કે, વિદ્યાર્થીઓને પ્રતિ સપ્તાહ પરિસરની બહાર 20 કલાકથી વધારે કામ કરવાની પરવાનગી આપતી નીતિ 30 એપ્રીલ, 2024 ના રોજ પૂર્ણ થઇ જશે. અમે વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ સપ્તાહ પરિસરની બહાર કામ કરવાના કલાકોની સંખ્યાને બદલીને 24 કલાક કરીએ છીએ. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી નીત સરકારે દેશમાં કામદારોની અછતને પૂર્ણ કરવા માટે કોવિડ-19 મહામારી દરમિયાન આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કામના કલાકોમાં મુક્તિ આપી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ પ્રતિ સપ્તાહ 40 કલાક સુધી એટલે કે ફુલ ટાઇમ નોકરી પણ કરતા હતા. જેના કારણે તેમને સારી કમાણી થતી હતી. તેઓ પોતાનો ખર્ચ પોતે જ કાઢી શકતા હતા.

Corona દરમિયાન વધારે કામ માટે છુટ અપાઇ હતી

જો કે સીટીવી ન્યૂઝના અહેવાલ અનુસાર આ છુટ મંગળવારે ખતમ કરી દેવામાં આવી. કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ હતું. કેનેડિયન આંતરરાષ્ટ્રીય શિક્ષણ બ્યુરોની 2022 ના એક રિપોર્ટ અનુસાર કેનેડામાં તે વર્ષે 3,19,130 ભારતીય વિદ્યાર્થીઓ હતા. કેનેડાની કોલેજ અને યુનિવર્સિટીમાં ભણનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો સૌથી મોખરે છે.

Advertisement

વિદ્યાર્થીઓને 5000 ડોલર રૂપિયાનું નુકસાન

કેનેડિયન અલાયન્સ ઓફ સ્ટૂડેંટ એસોસિએશન (CASA) ના એડ્વોકેસી નિર્દેશક માટેઉજ સલમાસીએ કહ્યું કે, આ જાહેરાત બાદ 2,00,000 થી વધારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ પોતાના ખીચ્ચામાંથી સરેરાશ 5000 ડોલર એટલે કે, 4.17 લાખ રૂપિયાનું નુકસાન થશે. જો કે સરકાર હવે આ મુદ્દે પોતાનું મન બનાવી ચુકી હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.