Delhi airport: બેભાન થઈને પડ્યા વૃદ્ધ, ડોકટરે આ રીતે બચાવ્યો જીવ, જુઓ Video
Delhi airport:દિલ્હી એરપોર્ટ (Delhi airport)પર મહિલા ચિકિત્સકની સતર્કતાથી એક વૃદ્ધનો જીવ બચી ગયો છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2 પાસે લગભગ 60 વર્ષના વૃદ્ધ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા. એરપોર્ટ પર જમીન પર પડેલા વૃદ્ધની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ પરંતુ ત્યારે ત્યાં પહોંચેલી એક મહિલા ચિકિત્સકે તાત્કાલીક CPR (Cardiopulmonary Resuscitation) આપીને વૃદ્ધનો જીવ બચાવ્યો. મહિલા ડોકટરે થોડીક મિનિટ સુધી સતત વૃદ્ધને સીપીઆર આપ્યું, જે બાદ તેઓ ભાનમાં આવ્યા.
વૃદ્ધને સીપીઆર આપીને જીવ બચાવ્યો
મળતી માહિતી મુજબ આ ઘટના 14 જુલાઈની છે. આ દિવસે આ વૃદ્ધ એર ઈન્ડિયાની ફ્લાઈટ 6E 2023થી દિલ્હીથી ભુવનેશ્વર જઈ રહ્યાં હતા. તેમની ફ્લાઈટ સાંજે પાંચ વાગ્યાની હતી.પરંતુ પોતાની ફ્લાઈટમાં બેસે તે પહેલા જ એરપોર્ટની અંદર ફુડ કોર્ટમાં તેઓ અચાનક જ બેભાન થઈ ગયા. તે સમયે દિલ્હી એરપોર્ટ પર મેદાંત હોસ્પિટલની મહિલા ચિકિત્સક ડ્યૂટી પર હતા. મહિલા ચિકિત્સકે એક પણ મિનિટનો સમય ગુમાવ્યા વગર તરત જ મદદ માટે દોડી આવ્યાં. તેમણે વૃદ્ધને સીપીઆર આપીને જીવ બચાવ્યો.
Today at T2 Delhi Airport, a gentleman in his late 60s had a heart attack in the food court area.
This lady Doctor revived him in 5 mins.
Super proud of Indian doctors.
Please share this so that she can be acknowledged. pic.twitter.com/pLXBMbWIV4
— Rishi Bagree (@rishibagree) July 17, 2024
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ યાત્રી જમીન પર બેભાન પડ્યા છે. આ દરમિયાન લોકોની ભીડ ત્યાં જોવા મળી રહી છે. ભીડ વચ્ચે એક મહિલા વૃદ્ધને સતત સીપીઆર આપી રહી છે. મહિલાને CPR આપતાં જોઈને કેટલાંક લોકો તેમની મદદ કરવા લાગ્યા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલથયા બાદ લોકો આ લેડી ડોકટરની પ્રશંસા કરી રહ્યાં છે.
આ પણ વાંચો - Mukesh Sahani ના પિતાની હત્યાનું રહસ્ય ખુલ્યું, કોણ હતો હત્યારો, તે રાત્રે શું થયું, પોલીસે કર્યો ખુલાસો…
આ પણ વાંચો - Maharashtra ના ગઢચિરોલીમાં મોટું એન્કાઉન્ટર, 12 નક્સલીઓ ઠાર…
આ પણ વાંચો - Maharashtra સરકારનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને દર મહિને 6 થી 10 હજાર મળશે…