C R Patil એ જળ શક્તિ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો
C R Patil : નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ(CRPatil)ને તેમની ચોથી ટર્મમાં કેન્દ્રીય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં તેમને કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના (JalShaktiMinister)મંત્રી બનાવવામાં આવ્યા છે જે અંતર્ગત આજે તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો વર્તમાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી બેઠકથી ચૂંટણી જીતેલા સી. આર. પાટીલને મોદી 3.0 સરકારમાં પ્રથમ વખત કેન્દ્રીય મંત્રીનું પદ મળ્યું છે. જો કે આ પહેલા તેઓએ સંગઠનમાં જ કામ કર્યું હતું. ગુજરાત વિધાનસભામાં ભાજપને મળેલી 156 બેઠકોની જીતમાં તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. હાલ તેઓએ નવસારી બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. નવસારી બેઠક પર સી. આર. પાટીલે 7,73,551 મતોની સરસાઈ સાથે જીત્યા છે. 2009ના વર્ષે પાટીલે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી ત્યારથી લઈને આજસુધી તેમના મતોની લીડમાં સતત વધારો થતો આવ્યો છે.
2008 બાદ નવસારી બેઠક અમલમાં આવી
નવસારી લોકસભા બેઠક 2008માં થયેલા મતક્ષેત્રના નવા સિમાંકન બાદ અમલમાં આવી છે. આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. ભાજપ દ્વારા 2009થી આ બેઠક પર જીતતા આવેલા સી.આર. પાટીલને રિપીટ કરવામાં આવ્યા હતા. 2019માં અહીંથી કોંગ્રેસે કોળી કાર્ડ ખેલ્યુ હતુ. આ બેઠક પર કોળી સમાજની બહુમતિ છે. આથી કોંગ્રેસ દ્વારા કોળી સમાજના યુવાન નેતા અને વિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. 2019ની ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668ના મતોથી હરાવ્યા હતા.
Delhi: C R Patil એ જળ શક્તિ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો | Gujarat First@CRPaatil#delhi #CRPatil #JalShaktiMinister #WaterResources #WaterManagement #WaterConservation #SustainableWater #RiverLinking #Gujaratfirst pic.twitter.com/i5rEwR8jhx
— Gujarat First (@GujaratFirst) June 11, 2024
નવસારી અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતી
નવસારી અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતી હતી. સુરત જિલ્લાના લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવી મળીને કુલ 7 વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મીની ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. નવસારી લોકસભા મતવિસ્તારમાં 17 લાખ 64 હજાર 622 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 92 હજાર 480 મહિલા અને 9 લાખ 72 હજાર 90 પુરૂષ મતદાતાઓ છે.
श्री @naqvimukhtar जी, आपकी मूल्यवान शुभकामनाओं के लिए आपका बहुत बहुत आभारी हूँ । https://t.co/yFEQ85L3M0
— C R Paatil (Modi Ka Parivar) (@CRPaatil) June 10, 2024
જાણો કોણ છે સી.આર.પાટીલ
સતત ચોથી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી બેઠક માટે સી.આર.પાટીલ પર ભરોસો મૂક્યો હતો. લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ લિસ્ટમાં નવસારી લોકસભા બેઠક પરથી ફરી એક વખત સીઆર પાટીલને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેઓ નોન ગુજરાતી ભાજપના પ્રદેશ પ્રમુખ છે. નવસારી બેઠક પર છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ છે . 2014 અને 2019માં તેઓ સૌથી વધુ માર્જિનથી જીતી હોવાને કારણે તેઓ રાષ્ટ્રીય કક્ષા પર લોકોની નજરે આવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા. 2019માં, તેમણે 689,668 મતોના વિક્રમી માર્જિન સાથે ચૂંટણી જીતી હતી જે ચૂંટણી ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી વધુ માર્જિન હતું. 2014માં, તેઓ 5,58,116 મતોના વિક્રમી માર્જિનથી ચૂંટાયા હતા, જે સમગ્ર ભારતમાં ત્રીજા સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવાર હતા જ્યારે વર્ષ 2009માં તેઓએ 4,23,413 મતો મેળવ્યા હતા.
સી.આર.પાટીલનો સભ્યાસ
સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો. કોન્સ્ટેબલથી સાંસદ સુધીની સફર એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો. પાટીલે શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો.
आज जल शक्ति मंत्रालय का चार्ज लेने के बाद, मैं कृतज्ञता का अनुभव कर रहा हूँ और मुझ पर विश्वास कर यह ज़िम्मेदारी देने के लिए माननीय प्रधानमंत्री श्री @narendramodi सर का आभार व्यक्त करता हूँ।
मैं संकल्पित हूँ कि जल शक्ति मंत्रालय के माध्यम से, हम जल संरक्षण, स्वच्छता और प्रबंधन… pic.twitter.com/tBMVDa7m5Q
— C R Paatil (Modi Ka Parivar) (@CRPaatil) June 11, 2024
પોલીસ વિભાગ માટે યુનિયન બનાવ્યું પાટીલે
વર્ષ 1975માં પિતા અને અનેક લોકોને જોઈને પાટીલ ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. સી આર પાટીલ ખાસ કરીને પોલીસ વિભાગને સંગઠિત કરવા માટે બનાવવામાં આવેલા યુનિયન માટે પણ જાણીતા છે.પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહિ. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતું નહીં. તે મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહિ અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતાં. ત્યારબાદથી તેઓ સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતાં.
આ પણ વાંચો - Mansukh Mandaviya એ શ્રમ અને રોજગાર તથા રમત ગમત યુવા કલ્યાણ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો…
આ પણ વાંચો - Nimuben Bambhania એ મંત્રી તરીકે સંભાળ્યો કાર્યભાર
આ પણ વાંચો - સતત બીજી વાર ગૃહ મંત્રીનો ચાર્જ સંભાળતા Amit Bhai Shah