Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amritpal Singh News: વારિસ પંજાબ દેના પ્રમુખ જેલમાંથી પંજાબની પ્રસિદ્ધ બેઠક પરથી લડશે ચૂંટણી

Amritpal Singh News: હાલમાં, દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નો માહોલ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નું સાત તબક્કાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના...
amritpal singh news  વારિસ પંજાબ દેના પ્રમુખ જેલમાંથી પંજાબની પ્રસિદ્ધ બેઠક પરથી લડશે ચૂંટણી

Amritpal Singh News: હાલમાં, દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નો માહોલ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નું સાત તબક્કાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના પાંચમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે. તો પાંચમા તબક્કાને લઈ મોટી ઘટના સામે આવી છે.

Advertisement

  • ગત વર્ષે અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી

  • વારિસ પંજાબ દેના પ્રમુખની ઉમેદવારી સ્વીકારવામાં આવી

  • અમૃપાલ સિંહ સામે અન્ય કેટલા ઉમેદવાર

ચૂંટણી પંચ દ્વારા Waris Punjab De ના પ્રમુખ અમૃતપાલ સિંહ (Amritpal Singh) નું નામાંકન સ્વીકારવામાં આવ્યું છે. અમૃતપાલે પંજાબની ખડુર સાહિબ (Khadoor Sahib) લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આજરોજ અમૃતપાલ સિંહ (Amritpal Singh) નું નામાંકન ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. હાલમાં તે આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. પંજાબની તમામ સીટો પર 1 જૂને મતદાન અને 4 જૂને મતગણતરી થશે.

આ પણ વાંચો: Supreme Court To EC: SC એ ઉત્તરાખંડ અને ચૂંટણી પંચને લગાવી ફટકાર, કહ્યું વન વિભાગના….

Advertisement

ગત વર્ષે અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી

અમૃતપાલ સિંહ (Amritpal Singh) ની ગયા વર્ષે એપ્રિલમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તો આ વર્ષે અમૃતપાલ (Amritpal Singh) અપક્ષ તરીકે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. નોમિનેશન ફોર્મના બે સેટ અને અન્ય પેપરવર્ક 9 મેના રોજ અમૃતપાલ (Amritpal Singh) દ્વારા ભરવામાં આવ્યા હતા અને તેની સહી કરવામાં આવી હતી. અમૃતપાલ (Amritpal Singh) ને 9 મેના રોજ ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં તેના સમર્થક અને વકીલને મળવાની મંજૂરી આપવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Sachin Tendulkar ની સુરક્ષા માટે તૈનાત SRPF જવાને ગોળી મારી આત્મહત્યા કરી, જાણો સમગ્ર મામલો…

અમૃપાલ સિંહ સામે અન્ય કેટલા ઉમેદવાર

તે ઉપરાંત પંજાબની ખડુર સાહિબ (Khadoor Sahib) લોકસભા બેઠક પરથી શિરોમણી અકાલી દળના પૂર્વ ધારાસભ્ય વિરસા સિંહ વલતોહાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી (AAP) એ પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તે જ સમયે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી મનજીત સિંહ મન્ના મિયાંવિંડને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. Congress આ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો: Andhra Pradesh માં ગંભીર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 6 લોકો જીવતા ભૂંજાયા…

Tags :
Advertisement

.