Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અફઘાનિસ્તાન દૂતાવાસ બંધ, ભારત સરકાર અફઘાન નાગરિકોની કરશે મદદ

નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનના દૂતાવાસ દ્વારા ભારતમાં કામકાજ બંધ કરવાની જાહેરાત બાદ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે અહીં રહેતા અફઘાન નાગરિકો અને વિદ્યાર્થીઓનું શું થશે? તેના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે (5 ઓક્ટોબર) ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી. નવી...
અફઘાનિસ્તાન દૂતાવાસ બંધ  ભારત સરકાર અફઘાન નાગરિકોની કરશે મદદ

નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનના દૂતાવાસ દ્વારા ભારતમાં કામકાજ બંધ કરવાની જાહેરાત બાદ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે અહીં રહેતા અફઘાન નાગરિકો અને વિદ્યાર્થીઓનું શું થશે? તેના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે (5 ઓક્ટોબર) ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી. નવી દિલ્હીમાં અફઘાન દૂતાવાસને બંધ કરવાની પુષ્ટિ કરતા તેમણે કહ્યું કે, ભારત સરકાર અફઘાન નાગરિકોને તમામ પ્રકારની સહાય પૂરી પાડતી રહેશે.

Advertisement

અફઘાનિસ્તાનનો આંતરિક મુદ્દો

મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, આ વિદેશી બાબતોને લઈને અફઘાનિસ્તાનનો આંતરિક મુદ્દો છે. અમે નોંધ્યું છે કે મુંબઈ અને હૈદરાબાદમાં અફઘાનિસ્તાનના કોન્સલોએ આ નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે અને આ નિર્ણય સામે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. બાગચીએ કહ્યું કે સપ્ટેમ્બરના અંતમાં નવી દિલ્હીમાં અફઘાન દૂતાવાસે ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ અમે અફઘાન નાગરિકોને દરેક રીતે સમર્થન આપી રહ્યા છીએ. ભવિષ્યમાં પણ તેને ચાલુ રાખીશું. તેમણે કહ્યું, અમે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં અફઘાનીઓ ભારતમાં રહે છે. ભારત સરકાર તેમને કોન્સ્યુલર સહાય પૂરી પાડી રહી છે. ભવિષ્યમાં પણ તે પ્રદાન કરવાનું ચાલું રાખશે.

Advertisement

1 ઓક્ટોબરથી કામગીરી બંધ કરવાની જાહેરાત કરી હતી

દિલ્હીમાં અફઘાન દૂતાવાસે 1 ઓક્ટોબરથી કામગીરી બંધ કરવાની જાહેરાત કરી હતી. કથિત રીતે દાવો કર્યો હતો કે, તેને ભારત સરકાર તરફથી સહકાર નથી મળી રહી. જો કે આ જાહેરાત પહેલા જ દૂતાવાસના રાજદૂત અને અન્ય રાજદ્વારીઓએ ભારત છોડીને યુરોપ અને અમેરિકામાં આશરો લીધો હતો. નોંધનીય છે કે દૂતાવાસ પહેલાથી જ સ્ટાફની અછતનો સામનો કરી રહ્યું હતું. તાલિબાને 2021 માં એક બળવા દ્વારા અફઘાનિસ્તાનનું શાસન સંભાળ્યું. ભારતે ક્યારેય તાલિબાન સરકારને સમર્થન આપ્યું નથી. ત્યાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારની રચનાની હિમાયત કરી રહ્યું છે. જોકે, ભારતે અફઘાન કોન્સ્યુલેટને કામ કરવાની પરવાનગી આપી દીધી હતી.

Advertisement

આ  પણ  વાંચો-CHARDHAM YATRA : ચારધામમાં રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓ આવ્યો, હવે દરરોજ આટલા શ્રદ્ધાળુઓ કેદારનાથનાં દર્શન કરી શકશે

Tags :
Advertisement

.