બેંગલુરુમાં ફટાકડાના ગોડાઉનમાં આગથી 13ના મોત, જાણો કેવી રીતે લાગી આગ
કર્ણાટકમાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો.શનિવારે સાંજે 4.30 વાગ્યે બેંગલુરુ શહેરના આનેકલ તાલુકામાં અટ્ટીબેલે ખાતે ફટાકડાના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગ દુકાનમાં ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. દુકાન માલિક સહિત અન્ય ચાર લોકો દાઝી ગયાના સમાચાર પણ છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાંથી એકની હાલત ગંભીર છે
બીજી તરફ ધયલોનો હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. પાંચ ફાયર એન્જિન આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અંદર ફસાયેલા કર્મચારીઓની શોધ કરવામાં આવી રહી છે. આગ હવે કાબુમાં છે. આગામી દિવાળીને ધ્યાનમાં રાખીને વેરહાઉસમાં ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
Karnataka govt announces compensation of Rs 5 lakh to kin of deceased in fire incident in Attibele
Read @ANI Story | https://t.co/ePjpxk4mHb#Karnataka #compensation #attibele pic.twitter.com/UKQEYVkaCC
— ANI Digital (@ani_digital) October 8, 2023
આ ઘટનામાં દુકાન માલિક પણ દાઝી ગયો હતો
ઘટના અંગે બેંગલુરુ રૂરલ એસપી મલ્લિકાર્જુન બાલાદંડીએ જણાવ્યું હતું કે બાલાજી ક્રેકર્સ વેરહાઉસમાં કેન્ટર વાહનમાંથી ફટાકડા ઉતારતી વખતે આ અકસ્માત થયો હતો. હાલ 80 ટકા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં દુકાન માલિક પણ દાઝી ગયો હતો. પોલીસે જણાવ્યું કે આ દુર્ઘટના એથિબેલે બોર્ડર પર સ્થિત બાલાજી ક્રેકર્સ ફટાકડાના વેરહાઉસમાં થઈ હતી. તેના માલિકની ઓળખ નવીન તરીકે થઈ હતી. અકસ્માતમાં મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સીએમ સિદ્ધારમૈયાએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે બેંગલુરુ સિટી જિલ્લામાં આનેકલ નજીક ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી 12 લોકોના મોત થયાના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ઘટનાસ્થળે પહોંચી નીરિક્ષણ કર્યુ હતું. દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 5 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોમાં ગોડાઉનમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ
આ પણ વાંચો-MAHARASHTRA ELECTION: શું દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્ર રાજ્યના CM?