Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નારદ એટલે જીવણ,વિલનનો પર્યાય જીવણ

ખલનાયક અભિનેતા જીવણનો જન્મ કાશ્મીરી પરિવારમાં થયો હતો.. મોટા ભાગના દર્શકોને આ ખલનાયકનું સાચું નામ પણ ખબર નહીં હોય.જીવણનું સાચું નામ ઓમકાર નાથ ધર હતું.. એ જમાનામાં એટલે કે પચાસ અને સાઈઠના દશકમાં ધાર્મિક ફિલ્મો ઘણી બનતી.એમાં નારદ મુનીની  ભૂમિકા...
નારદ એટલે જીવણ વિલનનો પર્યાય જીવણ

ખલનાયક અભિનેતા જીવણનો જન્મ કાશ્મીરી પરિવારમાં થયો હતો..

Advertisement

મોટા ભાગના દર્શકોને આ ખલનાયકનું સાચું નામ પણ ખબર નહીં હોય.જીવણનું સાચું નામ ઓમકાર નાથ ધર હતું..

એ જમાનામાં એટલે કે પચાસ અને સાઈઠના દશકમાં ધાર્મિક ફિલ્મો ઘણી બનતી.એમાં નારદ મુનીની  ભૂમિકા હોય તો નિર્માતા-નિર્દેશકો નારદ તરીકે જીવણને જ પસંદ કરતા.સિત્તેર જેટલી ફોલ્મોના એ નારદ.

Advertisement

નારાયણ..ના..રા..ય..ણ બોલવાનો લહેજો-જીવણનો તકિયાકલામ બની ગયેલો.. લોકો નારદને જોવા જ ફિલ્મ જોવા જતા.

1960 સુધીમાં જીવણે  ખલનાયક તરીકે  પગરણ કર્યા.એમનો ચહેરો સજ્જન જેવો પણ આંખોનાં બખૂબી અભિનયથી એ દર્શકોમાં સાચ્ચે જ એ ધ્રુણા ઉપજાવી શકતા. . એમાય એમનો વાચિક અભિનય...સાચ્ચે જ પ્રેક્ષકો એ પાત્રને ધિક્કારતા.

Advertisement

વર્ષ 1977માં જીવણે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'અમર અકબર એન્થોની'માં પહેલીવાર વિલન બન્યા. આ ફિલ્મમાં 1985માં જીવણે વિલનની નવી જ પરિભાષા આપી.

રોબર્ટ ડેની અને આલ્બર્ટ ડેનીના નામે ડબલ રોલ. આ પછી, તેણે નસીબ, લાવારિસ, સુહાગ, ગંગા કી સૌગંધ જેવી ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભા બતાવી, જે દર્શકોને આજે પણ ગમે છે.. અને પછી 1985માં. અમિતાભ બચ્ચન અને 2017માં રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ 'ગિરફ્તાર ' જીવણ સાહેબની છેલ્લી ફિલ્મોમાંની એક છે.
માત્ર ત્રણ વર્ષની ઉંમરે જીવણ સાહેબના માથેથી તેના માતા-પિતાનો પડછાયો ચાલ્યો ગયો..જીવણ સંયુક્ત પરિવારમાં રહેતા. જીવણસાહેબ સિવાય એમને બીજા 24 ભાઈબહેન  હતા.

જીવણના દાદા ગિલગિટ બાલ્ટિસ્તાન જિલ્લાના ગવર્નર રહી ચૂક્યા છે...
'જીવણ વાસ્તવમાં કેમેરામેન બનવા માંગતા હતા , તેથી જ તે ભાગીને બોમ્બે ગયેલા અને બે એક વરસ તો એમણે કેમેરામેન સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું.. અને તે પછી, જીવણ ફિલ્મ "ફૅશનેબલ"માં અભિનેતા તરીકે કામ કર્યું.

જીવણના લગ્ન 'કિરણ' નામની છોકરી સાથે થયા અને તેણે પોતાના ઘરનું નામ પણ 'જીવન કિરણ' રાખ્યું.. અને બાદમાં તેણે પોતાના પુત્રનું નામ પણ 'કિરણકુમાર' રાખ્યું કદાચ આ જ કારણથી.. ખરેખર તેમને બે પુત્રો હતા. એક હતો ' કિરણકુમાર' અને બીજાનું નામ તેણે 'ભૂષણ કુમાર' રાખ્યું.. બંને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સારું કામ કરી રહ્યા છે.
કહેવાય છે કે ઉચ્ચ કક્ષાનો કલાકાર ભલે ગમે તે રોલ કેમ ન મળે??. દિગ્દર્શકોએ તેમને માત્ર 'નારદ'ના રોલમાં જ કાસ્ટ કરવાનું શરૂ કર્યું... તે સમયે 'જીવણ એ નારદમુનિની ભૂમિકા જુદી જુદી ભાષાઓમાં લગભગ 73 વખત ભજવી હતી... એટલે જ એક વાર. એમણે કહ્યું હતું કે, "બધાં પાપો હું ખલનાયકની ભૂમિકા ભજવતી વખતે કરતો પણ  નારદની ભૂમિકા ભજવતી વખતે નારાયણ નારાયણ કહીને મારા બધા પાપો ધોઈ નાખ્યા હતા".
તેમની તેજસ્વી હિન્દી ફિલ્મોની સફર હિન્દી સિનેમા હંમેશા યાદ રાખશે.

આ પણ વાંચો: મોહમ્મદ રફી- ન ભૂતો ન ભવિષ્યતિ ગાયક 

Tags :
Advertisement

.