Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સમગ્ર ભારતમાં એક માત્ર અંજાર નંદીશાળાને 4 વર્ષ પુર્ણ થતા ભવ્ય નંદી ઉત્સવ ઉજવાયો

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  અંજાર સચ્ચીદાનંદ સંપ્રદાયનાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્રારા 4 વર્ષ પહેલા 11 નંદી સાથે શરૂ કરેલી નંદી શાળામાં આજે 700 જેટલાં નંદીની સેવા સંવેદના ગ્રુપ દ્રારા પરિવારના સભ્યોની જેમ કરવામાં આવે છે.  આજે મહંત ત્રિકમદાસજી મહારાજે નંદી...
11:34 PM Sep 09, 2023 IST | Vishal Dave

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

અંજાર સચ્ચીદાનંદ સંપ્રદાયનાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્રારા 4 વર્ષ પહેલા 11 નંદી સાથે શરૂ કરેલી નંદી શાળામાં આજે 700 જેટલાં નંદીની સેવા સંવેદના ગ્રુપ દ્રારા પરિવારના સભ્યોની જેમ કરવામાં આવે છે.  આજે મહંત ત્રિકમદાસજી મહારાજે નંદી પૂજન કરીને નંદિઓને લાપસી ખવડાવી લીલો ચારો ખવડાવ્યો હતો, આજના આ નંદી ઉત્સવ નિમિતે સતાપર ગામે યોજાયેલ વૃજ પ્રભાવ ગ્રંથનાં આયોજક માતા પરિવાર દ્રારા 1 ગાડી ઘાસડી નંદી સેવા માટે દાન આપવામાં આવી હતી. .તેમજ નંદીઓને લાપસીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો

રાજ્યમાં રખડતી ભટકતી ગાયો માટે ગૌશાળા અને પાંજરાપોળતો સંખ્યાબધ છે. પરંતુ નંદીઓ માટે કોઈ આશ્રય સ્થાન નથી, ત્યારે ગુજરાતની પ્રથમ નંદિશાળા જે કચ્છના અંજારમાં આવેલી છે. ત્યાં હાલ 700 નંદીઓનો નિભાવ કરવામાં આવે છે. અહીં ટેકરી પર નંદી મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યાં એક નંદીને રાખીને તેની પૂજા કરવામાં આવે છે.સવાર સાંજ આરતી પૂજન કરવામાં આવે છે.

દર વૃક્ષોની છાયામાં આ નંદીશાળા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ નંદીશાળામાં દર વર્ષે સુવિધામાં વધારો થતો જોવા મળે છે. કચ્છ જિલ્લાના અંજારમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે સંવેદના ગ્રુપના સહયોગથી નંદિશાળા શરૂ કરી હતી.  કુલ 700 જેટલા નંદીઓની અહી સંભાળ લેવામાં આવે છે.

નંદીઓ નિભાવ થાય છે
26.8.2019 શ્રાવણ વદ દસમના દિવસે નંદીશાળાની શરૂઆત કરવામાં આવી હતી, નંદીએ ભગવાન શિવનું વાહન છે. પરંતુ લોકો તેનો તિરસ્કાર કરતા હોય છે પણ અહીં નંદીઓનો નિભાવ કરવામાં આવે છે અહીં અંજાર, આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાંથી રખડતા ભટકતા નદીઓને આશ્રય આપવામાં આવે છે. એટલું જ નહીં અહીં આવેલા શેડમાં શુધ્ધ વાતાવરણ વચ્ચે અને સંગીતના સુર રેલાય તેવા વાતાવરણ વચ્ચે દરરોજ નિયમિત નિરણ, ખોળ, તેમજ મીઠાઈ આપવામાં આવે છે.

પક્ષીઓ માટે પણ આશ્રય સ્થાન

આ ઉપરાંત કેરીની સીઝનમાં કેરી ખવડાવવામાં આવે છે. દરરોજ 160 મણ ઘાસ આપવામાં આવે છે, અહીં નંદીઓને રાખવા માટે ટોટલ પાંચ શેડ ઉપલબ્ધ છે. આ શેડની ઉપરના ભાગે માટલીઓ રાખવામાં આવી છે આ માટલીઓમાં પક્ષીઓ માળા બનાવીને રહે છે. એક ઘાસચારા માટે સેડ બનાવવામાં આવ્યો છે જેમાં 12 મહિના સુધી ઘાસ સંગ્રહ કરી શકાય તે રીતની વ્યવસ્થા છે. અહીંના પરિસરમાં પક્ષીઓ માટે ચબુતરો બનાવવામાં આવ્યો છે જ્યાં પક્ષીઓ વિચરતા જોવા મળે છે.

નંદિશાળા એક ઉદાહરણ

આ ઉપરાંત અહીં RO દ્વારા પાણીનું પરબ છે, નોંધનીય વાત એ છે કે અહીં નંદી આશ્રય લીધા બાદ તેઓ તોફાની નહિ પણ શાંત મને વિચરતા જોવા મળે છે. આ નંદિશાળા એક ઉદાહરણરૂપ છે. અંજાર ઉપરાંત ભુજ તાલુકાના ચપરેડીમાં એક નંદીશાળા આવેલી છે જેનું સંચાલન પણ મહારાજ દ્વારા કરવામાં આવે છે.

Tags :
4th anniversaryAnjarcelebratedIndiaNandi festivalNandishala
Next Article