1500 દિવડાઓથી બનાવ્યું મા મહાકાળીનું મુખારવિંદ, કાલરાત્રીની કરી અનોખી આરાધના
નવરાત્રીનો મહાપર્વ એટલે મા જગદંબાના સ્વરૂપોની આરાધના ભક્તિ અને શક્તિનો પર્વ.. નવ દિવસ માતા જગદંબાની આરાધના કરાય છે ત્યારે સાતમા નોરતે માતા કાલરાત્રીની પૂજા અર્ચના કરાય છે ત્યારે અમદાવાદના સાયન્સ સીટી સર્કલ ખાતે આવેલ અર્થ એરોમાં સોસાયટી ખાતે સાતમા નોરતે...
11:24 AM Oct 22, 2023 IST
|
Vishal Dave
નવરાત્રીનો મહાપર્વ એટલે મા જગદંબાના સ્વરૂપોની આરાધના ભક્તિ અને શક્તિનો પર્વ.. નવ દિવસ માતા જગદંબાની આરાધના કરાય છે ત્યારે સાતમા નોરતે માતા કાલરાત્રીની પૂજા અર્ચના કરાય છે ત્યારે અમદાવાદના સાયન્સ સીટી સર્કલ ખાતે આવેલ અર્થ એરોમાં સોસાયટી ખાતે સાતમા નોરતે દીવડાઓ દ્વારા મા કાલિકાનું મુખારવિંદ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું
જે અંતર્ગત સોસાયટીની 30 થી વધુ મહિલાઓએ સતત 2 દિવસની અથાગ તૈયારીઓ બાદ સતત 3 કલાકની મહેનતે 1508 ઝગમગતા દિવડાઓથી આશરે 15 ફૂટનું માતા કાલિકાનું મુખારવિંદ બનાવ્યું હતું અને માતાજીની આરાધના કરી હતી. 1508 દિવાઓ થી આખી કૃતિ સુંદર જોવા મળતી હતી. દીવડાઓ સતત 2 થી 3 કલાક સુધી ઝળહળતા જોવા મળ્યા હતા.
Next Article