MP Rewa News: મધ્ય પ્રદેશમાં મહિલાઓને જીવતી જમીનમાં દાંટવાની કરાઈ કોશિશ, જુઓ વીડિયો
MP Rewa News: ભારત દેશમાં મહિલાઓને પ્રાચીન કાળથી દેવીનું સ્વરૂપ આપવામાં આવેલું છે. તે ઉપરાંત મહિલાના દરેક સ્વરૂપ દીકરી, બહેન, પત્ની કે મા તેના પરાક્રમ અને ઉદારતાની અનેક ગાથાઓ વર્ણવવામાં આવી છે. જેના માધ્યથી મહિલાઓને ભારત દેશમાં આદર અને સન્માન આપવામાં આવે. પરંતુ આ આધુનિક જમાનામાં ભારત દેશમાં મહિલા સાથે થતા કિસ્સાઓ દેશની સંસ્કૃતિ પર લાંછન લગાવી રહ્યા છે.
વ્યક્તિઓએ સૌ પ્રથમ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું
JCB વડે મહિલાઓ પર માટી ફેંકવામાં આવી
મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
Madhya Pradesh માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જોકે આ ઘટના Madhya Pradesh ના રિવા જિલ્લામાં આવેલા મનગવા તાલુકાના હિનૌતા ગામની છે. આ હિનૌત ગામમાં જમીન મામલે એક પરિવારની અંદર પારિવારિક ઝઘડા થયો હતો. ત્યારે પરિવારમાં રહેતા હિંસક વ્યક્તિઓએ સૌ પ્રથમ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યાર બાદ તેમની સાથે મારપીટ કરી હતી. તેમ છતાં મહિલાઓ પીછેહઠ આપી ન હતી. ત્યારે તેમણે પોતાની હૈવાનિયત બતાવી હતી.
JCB વડે મહિલાઓ પર માટી ફેંકવામાં આવી
તો મહિલાઓને ઘટનાસ્થળ પર જમીનમાં ખાડો કરીને જીવતે જીવતી દાટવાની કોશિશ કરવામાં આવી હતી. તો આ ઘટનાનો મુખ્ય આરોપી રાજેશ સિંહ છે. જોકે તે મહિલાઓના પરિવાર સાથે સંબંધ ધરાવે છે, અને બીજા ગામમાં રહે છે. પરંતુ આ ઘટનામાં રાજેશ સિંહ ઉપરાંત અન્ય વ્યક્તિઓ મળીને મહિલાઓ સાથે શરમજનક કામ કર્યું હતું. મહિલા પર JCB વડે મહિલાઓ પર માટી ફેંકવામાં આવી હતી.
મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
આ ઘટનાનો વીડિયો સામે આવતાં પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ મહિલાના સાળા અને સસરા છે. આ અંગે ગંગેવ ચોકીના ઈન્ચાર્જ રામનરેશ તિવારીએ જણાવ્યું કે બંને પક્ષો તરફથી ફરિયાદો આવી છે. કેસની તપાસ ચાલી રહી છે. ઘાયલ મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Pakistan Terrorist: શું પાક. સેના-આતંકવાદી મળીને ભારતમાં હુમલાની ખાસ યોજના ઘડી રહ્યા? જુઓ તસવીરો