Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MP of Pakistan સૈયદ મુસ્તફા કમાલ : "ભારત ચંદ્ર પર પહોંચ્યુ અને અમે?"

PoKમાં અત્યારે સ્થિતિ તંગ બની છે. વીજળીના દરમાં વધારો, લોટના ભાવ આસમાને હોવાથી લોકો વિરોધ કરી રહ્યા છે તે વચ્ચે અવાર નવાર મહાનુભાવો દ્વારા  ભારતની પ્રશંસા કરતા નિવેદનો સામે આવી રહ્યા છે. ગઈ કાલે પાકિસ્તાની અમેરિકી અરબપતિએ પીએમ મોદીની પ્રશંસા...
mp of pakistan સૈયદ મુસ્તફા કમાલ    ભારત ચંદ્ર પર પહોંચ્યુ અને અમે

PoKમાં અત્યારે સ્થિતિ તંગ બની છે. વીજળીના દરમાં વધારો, લોટના ભાવ આસમાને હોવાથી લોકો વિરોધ કરી રહ્યા છે તે વચ્ચે અવાર નવાર મહાનુભાવો દ્વારા  ભારતની પ્રશંસા કરતા નિવેદનો સામે આવી રહ્યા છે. ગઈ કાલે પાકિસ્તાની અમેરિકી અરબપતિએ પીએમ મોદીની પ્રશંસા કરી હતી ત્યારે હવે આજે MP of Pakistan સૈયદ મુસ્તફા કમાલે ભારતના દિલખોલીને વખાણ કર્યા છે.

Advertisement

પાકિસ્તાની સરકારને બતાવ્યો અરીસો

MP of Pakistan સૈયદ મુસ્તફા કમાલે ભારતની દિલથી પ્રશંસા કરી છે પાકિસ્તાની સાંસદે કહ્યું કે એક તરફ કરાચીમાં ખુલ્લી ગટર બાળકોના જીવ લઇ રહી છે તો બીજી તરફ ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે પાકિસ્તાનની રાજકીય પાર્ટી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MOM-P) ના સાંસદ સૈયદ મુસ્તકા કમલે ત્યાંની સંસદમાં પોતાના સંબોધનમાં પોતાની દેશની સરકારને અરીસો બતાવ્યો

ભારતની કરી પ્રશંસા

MP of Pakistan એ વધુમાં જણાવ્યું કે આજે જ્યારે દુનિયા ચંદ્ર તરફ આગળ વધી રહી છે, ત્યારે પણ અમારા બાળકો કરાચીમાં ગટરમાં પડીને મરી રહ્યા છે. ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને માત્ર બે સેકન્ડ પછી સમાચાર આવે છે કે કરાચીમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક બાળકનું મૃત્યુ થયું છે

Advertisement

કરાચીમાં પાણીની અછતનો ઉલ્લેખ કરતા MOM નેતાએ કહ્યું કે કરાચી પાકિસ્તાનનું રેવન્યુ એન્જિન છે. દેશમાં બે બંદરો છે અને બંને કરાચીમાં છે. એક રીતે તે દેશનું પ્રવેશદ્વાર છે. કરાચીને 15 વર્ષથી શુદ્ધ પાણી નથી મળતું. જ્યારે પણ પાણી આવે છે ત્યારે ટેન્કર માફિયાઓ દ્વારા કબજે કરવામાં આવે છે.

પાકિસ્તાનમાં શિક્ષણની પણ કથળતી સ્થિતિ !

સૈયદ મુસ્તકા કમાલે કહ્યું કે સિંધ પ્રાંતમાં લગભગ 70 લાખ બાળકો શાળાએ નથી જઈ રહ્યા અને રાષ્ટ્રીય સ્તરે આ આંકડો લગભગ 2.6 કરોડ છે કરાચી સિંધ પ્રાંતની રાજધાની છે વધુમાં જણાવ્યું કે અમારી પાસે કુલ 48 હજાર શાળાઓ છે પરંતુ એક રિપોર્ટ દર્શાવે છે કે તેમાંથી 11 હજાર શાળાઓ ખાલી છે. દેશમાં 2.62 કરોડ બાળકો શાળાએ જઈ શકતા નથી.

Advertisement

દેશના નેતાઓની ઊંઘ ઉડી જવી જોઇએ

સૈયદ મુસ્તકા કમાલનું આ નિવેદન પાકિસ્તાનના અન્ય એક વરિષ્ઠ નેતા મૌલાના ક઼ઝલુર રહેમાનના નિવેદન બાદ આવ્યું છે, જેમાં મૌલાના ફઝલુર રહેમાને કહ્યું હતું કે 'ભારત અને પાકિસ્તાનને સાથે મળીને આઝાદી મળી હતી, પરંતુ આજે ભારત મહાસત્તા બનવાની કોશિશ કરી રહ્યા છે.

આ પણ વાંચો- મારી છાતી અને ચહેરા પર કર્યો હુમલો, પેટ પર મુક્કો માર્યો… જાણો સ્વાતિ માલીવાલે   પોલીસને શું શું જણાવ્યું 

Advertisement

.