Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં રવિવારની સરખામણીએ આજે 90 ટકાથી વધુ કોરોનાના કેસ નોંધાયા

જો તમે એવું સમજો છો કે કોરોનાને હરાવીને આપણે આ જંગ જીતી ગયા છીએ, તો તમે ખોટું સમજી રહ્યા છો. જીહા, સોમવારે (18 એપ્રિલ) ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2 હજાર 183 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જે રવિવાર (17 એપ્રિલ)ના દૈનિક આંકડા કરતા બમણા છે. રવિવારે દેશમાં સંક્રમણના 1,150 કેસ નોંધાયા હતા. 18 એપ્રિલના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, જ્યાં છેલ્લા 24
04:46 AM Apr 18, 2022 IST | Vipul Pandya
જો તમે એવું સમજો છો કે કોરોનાને હરાવીને આપણે આ જંગ જીતી ગયા છીએ, તો તમે ખોટું સમજી રહ્યા છો. જીહા, સોમવારે (18 એપ્રિલ) ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2 હજાર 183 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જે રવિવાર (17 એપ્રિલ)ના દૈનિક આંકડા કરતા બમણા છે. 
રવિવારે દેશમાં સંક્રમણના 1,150 કેસ નોંધાયા હતા. 18 એપ્રિલના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, જ્યાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,183 નવા કેસ નોંધાયા છે, ત્યાં એક દિવસમાં કોરોનાના કારણે 214 લોકોના મોત થયા છે. આ દરમિયાન એક દિવસમાં 1,985 દર્દીઓ ઠીક પણ થયા છે. દેશભરમાં કોવિડ-19 કેસની સંખ્યામાં અચાનક વધારો થતાં સોમવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 11,542 સક્રિય કેસ નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,30,44,280 કેસ નોંધાયા છે. જેમાંથી 4,25,10,773 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 5,21,965 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી NCRમાં કોવિડ-19ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરના એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 15 દિવસમાં COVID-19 કેસમાં લગભગ 500% નો વધારો થઈ શકે છે.  

કોવિડ સંક્રમણમાં 11 અઠવાડિયાના ઘટાડા પછી, આ અઠવાડિયે ભારતમાં કોરોનાના કેસમાં પાછલા સાત દિવસની તુલનામાં 35 ટકાનો વધારો થયો છે. દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં સંક્રમણમાં વધારો નોંધાયો છે. કુલ કેસોની સંખ્યા ઓછી હોવા છતાં, કોરોનાનો આ વધારો ત્રણ રાજ્યો સુધી મર્યાદિત હતો. દેશમાં રસીકરણ હેઠળ 186.54 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સક્રિય કેસ કુલ કેસના 0.03% છે. દેશમાં અત્યાર સુધીમાં 4,25,10,773 લોકો સાજા થયા છે. 
Tags :
CoronaVirusCovid19DeathGujaratFirstNewcasesvaccine
Next Article