Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં કોરોનાનો ગ્રાફ આવ્યો નીચે, છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જોકે, દેશમાં ભલે કોરોના વાયરસનું સંક્રમણ કાબૂમાં છે, પરંતુ તે હજી પૂરી રીતે ખતમ થયો નથી. કેન્દ્ર સરકાર પણ વારંવાર તેની યાદ અપાવી રહી છે. ચીન અને અન્ય યુરોપિયન દેશોની સ્થિતિ જોઈને કેન્દ્ર સરકારે નવા રાજ્યોને પત્રમાં ચેતવણી આપી છે. જોકે, દેશનો કોરોના ગ્રાફ નીચે જઈ રહ્યો છે તે ચિંતા વચ્ચે પણ રાહત આપી રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંતà«
દેશમાં કોરોનાનો ગ્રાફ આવ્યો નીચે  છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જોકે, દેશમાં ભલે કોરોના વાયરસનું સંક્રમણ કાબૂમાં છે, પરંતુ તે હજી પૂરી રીતે ખતમ થયો નથી. કેન્દ્ર સરકાર પણ વારંવાર તેની યાદ અપાવી રહી છે. 
ચીન અને અન્ય યુરોપિયન દેશોની સ્થિતિ જોઈને કેન્દ્ર સરકારે નવા રાજ્યોને પત્રમાં ચેતવણી આપી છે. જોકે, દેશનો કોરોના ગ્રાફ નીચે જઈ રહ્યો છે તે ચિંતા વચ્ચે પણ રાહત આપી રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,065 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જે ગઈકાલની સરખામણીમાં 16 ટકા ઓછા છે. દેશમાં સક્રિય કેસ પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે. હાલમાં દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 26,602 છે. સક્રિય કેસનો દર ઘટીને 0.06 ટકા થયો છે. જો કે ચેપની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ દેશનો મૃત્યુ દર થોડો ચિંતાજનક છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 61 લોકોના મોત થયા છે. દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 5,18,352 લોકોના મોત થયા છે.
Advertisement

માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 4,24,71,926 લોકો કોરોનાથી મુક્ત થઈ ચૂક્યા છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 3,363 કોરોનાથી સાજા થયા છે. રીકવરી દર 98.63% છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 161 કરોડથી વધુ ડોઝની રસી આપવામાં આવી છે, જેમાંથી ગઈકાલે 5 લાખ 64 હજારથી વધુ લોકોએ રસી મેળવી છે. આ સાથે શુક્રવારે દેશમાં 3,70,514 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
Tags :
Advertisement

.