આજે દેશમાં નોંધાયા કોરોનાના 16 હજારથી વધુ કેસ, 51 દર્દીઓના મોત
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ આજે પણ યથાવત છે. જોકે, કોરોનાના કેસમાં હાલમાં કંટ્રોલમાં જોવા મળી રહ્યા છે, તેમ છતા હવે લોકોએ બૂસ્ટર ડોઝ લેવાનું શરૂ કરી દીધું છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,935 નવા કેસ નોંધાયા છે, જ્યારે 51 લોકોના મોત થયા છે. વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે આજે દેશ માટે કેટલાક રાહતના સમાચાર છે. છà
04:29 AM Jul 18, 2022 IST
|
Vipul Pandya
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ આજે પણ યથાવત છે. જોકે, કોરોનાના કેસમાં હાલમાં કંટ્રોલમાં જોવા મળી રહ્યા છે, તેમ છતા હવે લોકોએ બૂસ્ટર ડોઝ લેવાનું શરૂ કરી દીધું છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,935 નવા કેસ નોંધાયા છે, જ્યારે 51 લોકોના મોત થયા છે.
વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે આજે દેશ માટે કેટલાક રાહતના સમાચાર છે. છેલ્લા ચાર દિવસથી દેશમાં કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં આ આંકડો કંટ્રોલમાં જોવા મળી રહ્યો છે. આજે કોરોનાના 16,935 નવા કેસ નોંધાયા છે, જ્યારે 51 લોકોના મોત થયા છે. આ પહેલા રવિવારે દેશમાં કોરોના વાયરસના 20,528 નવા કેસ નોંધાયા હતા જ્યારે 49 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે નવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 3,593નો ઘટાડો થયો છે. વળી, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 16,069 લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 1,44,264 થઈ ગયા છે.
જોકે, આજે પણ, દૈનિક પોઝિટિવ રેટમાં વધારો થયો છે. હવે આ દર વધીને 6.48 ટકા થઈ ગયો છે. અને મૃત્યુ દર 1.20% છે. સક્રિય કેસ કુલ સંક્રમણના 0.33 ટકા થઈ ગયા છે. રિકવરી રેટ 98.47 ટકા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,37,67,534 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,30,97,510 સંક્રમિત દર્દીઓ સાજા થયા છે. વળી, અત્યાર સુધીમાં કુલ 5,25,760 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. દરમિયાન, સરકાર કોરોના વાયરસના સંક્રમણને દૂર કરવા માટે રસીકરણ પર સતત ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,00,04,61,095 પર પહોંચી ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 4,46,671 ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.
Next Article