Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં આજે કોરોનાના નોંધાયા 16 હજારથી વધુ કેસ, 24 દર્દીઓના મોત

દેશમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 16,135 કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 24 દર્દીઓના મોત થયા છે. રવિવારે દિલ્હીમાં કોવિડ-19ના 648 નવા કેસ નોંધાયા છે જ્યારે કેરળમાં કોરોના સંક્રમણના 3,322 નવા કેસ નોંધાયા છે. સોમવારે (4 જુલાઈ) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં ચેપ
દેશમાં આજે કોરોનાના નોંધાયા 16 હજારથી વધુ કેસ  24 દર્દીઓના મોત
દેશમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 16,135 કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 24 દર્દીઓના મોત થયા છે. રવિવારે દિલ્હીમાં કોવિડ-19ના 648 નવા કેસ નોંધાયા છે જ્યારે કેરળમાં કોરોના સંક્રમણના 3,322 નવા કેસ નોંધાયા છે. 
સોમવારે (4 જુલાઈ) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે 24 મૃત્યુ સાથે, કોરોનાવાયરસના 16,135 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 13,958 ડિસ્ચાર્જ થયા છે, જે કુલ રિકવરી રેટ 98.54 ટકા અને કુલ રિકવરી ડેટા 4,28,79,477 પર લઈ ગયો છે. આજે આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં કોવિડ-19ના કુલ સક્રિય કેસ વધીને 1,13,864 થઈ ગયા છે. ગઈકાલે નોંધાયેલા સક્રિય કેસોની સંખ્યા 1,11,711 હતી. 24 કલાકના ગાળામાં સક્રિય COVID-19 કેસ લોડમાં 2,153 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.26 ટકાનો સમાવેશ થાય છે.
Advertisement

દિલ્હીમાં રવિવારે કોવિડ-19ના 648 કેસ નોંધાયા હતા. વળી, પાંચ દર્દીઓના મૃત્યુ થયા હતા. આરોગ્ય વિભાગે કહ્યું છે કે, દિલ્હીમાં સતત ચોથા દિવસે કોવિડ-19ના એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. આ દરમિયાન સંક્રમણ દર 4.29 ટકા હતો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે, રવિવારે એટલે કે 3 જુલાઈ સુધી કોવિડ-19 માટે 86,39,99,907 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 3,32,978 સેમ્પલનું રવિવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Tags :
Advertisement

.